જામનગરના એક દંપતીને શેર માટીની ખોટ સાલતી હતી તે દરમ્યાન વ્યથિત બનેલા પત્નીએ પતિ ધંધા પર ગયા પછી પાછળથી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરતાં અરેરાટી પ્રસરી ગઈ છે. જ્યારે નાગેશ્વર વિસ્તારમાં એક કોળી તરૃણીએ અકળ કારણસર ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી છે. પોલીસે બન્ને બનાવોની ઉંડાણપૂર્વકની તપાસ શરૃ કરી છે. જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી પટેલવાડી નજીકની માતૃઆશિષ સોસાયટીની શેરી નં.રમાં આવેલા નિરૃભા જીલુભા જાડેજા નામના આસામીના મકાનમાં રહેતા અજયભાઈ જેસંગભાઈ સુરેલા (ઉ.વ.૩૧)ના લગ્ન ચારેક વર્ષ પહેલા મનિષાબેન (ઉ.વ.રપ) સાથે થયા હતા.
રિક્ષા ચલાવીને ઘરનું ગુજરાન ચલાવતા અજયભાઈ અને તેમના પત્ની મનિષાબેન સંતાનસુખ માટે વલખા મારતા હતા તેમ છતાં શેર માટીની ખોટ રહેતા મનિષાબેન વ્યથિત રહેતા હતા.
તે દરમ્યાન તેણીએ સોમવારે સવારે અજયભાઈ જ્યારે વ્યવસાય માટે બહાર ગયા તે પછી ગઈકાલ સવાર સુધીમાં પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેની ઘેર પરત આવેલા અજયભાઈને જાણ થતા તેઓએ પોલીસને વાકેફ કરી હતી. દોડી ગયેલા પીએસઆઈ ચૌધરીએ મૃતદેહને પી.એમ. માટે ખસેડી અજયભાઈનું નિવેદન નોંધ્યું છે. આ બનાવે અરેરાટી પ્રસરાવી છે. જામનગરના નાગેશ્વર વિસ્તારમાં રહેતા જલ્પાબેન દેવજીભાઈ સરિયા નામના સત્તર વર્ષના કોળી તરૃણીએ ગઈકાલે સાંજે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેણીના પરિવારે ૧૦૮ને જાણ કરી હતી. દોડી ગયેલા પાયલોટ સહિતના સ્ટાફે જલ્પાબેનને નીચે ઉતારી જી.જી. હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યાં તેણીનું મૃત્યુ થયાનું બહાર આવ્યું છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.