તાલાલાના કૈલાશનગર વિસ્તારના પટેલ યુવાનને રાજકોટની પરિણીતા ફેશબુક ફ્રેન્ડ હોવાથી પરિણીતાના પતિ અને ભાઇ સહિત ચાર શખ્સોએ તાલાલાથી કારમાં અપહરણ કરી રાજકોટ લાવી છરી અને ધોકાથી માર માર્યા બાદ સારવાર કરાવી પરત તાલાલા મોકલી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
કારમાં રાજકોટ લાવી છરી અને બેઝબોલના ધોકાથી માર મારી સારવાર કરાવી પરત તાલાલા મોકલ્યો
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ તાલાલાના કૈલાશનગરમાં રહેતા મધુરમ ઇલેકટ્રીક નામની દુકાન ધરાવતા આશિષ અરજણભાઇ પટોડીયા નામના 35 વર્ષના પટેલ યુવાને રાજકોટના જસ્મીન ભુવા, શન્ની અને બે અજાણ્યા શખ્સોએ કારમાં અપહરણ કરી રાજકોટ લાવી છરી અને બેઝબોલના ધોકાથી માર મારી ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી પરત મોકલી દીધા અંગેની તાલાલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આશિષ પટોડીયાને રાજકોટની નીકી ભુવા નામની પરિણીતાના છ માસ પહેલાં સોશ્યમ મીડિયાના માધ્યમથી પરિચયમાં આવતા બંને ફેશબુક ફ્રેન્ડ બન્યા હતા. નીકી ભુવા તાલાલાના આશિષ પટોડીયા સાથે ફેશબુકમાં વાતચીત કરતી હોવાની નીકી ભુવાના પતિ જસ્મીન ભુવાને જાણ થતા બે દિવસ પહેલા જસ્મીન, શન્ની અને બે અજાણ્યા શખ્સો તાલાલા જઇ આશિષ પટોડીયાને તેના મકાનમાંથી બહાર બોલાવી માર માર્યો હતો.
ઝપાઝપીમાં આશિષ પટોડીયાનો સોનાનો ચેન પડી ગયો હતો. ત્યારે એટીએમના ચોકીદાર બચાવવા વચ્ચે પડતા તેને હોસ્પિટલ લઇ જતા હોવાનું કહી રાજકોટની કલ્પવન સોસાયટી પાસે ખોડીયાર હોટલની પાછળ એક બિલ્ડીંગમાં લઇ જઇ છરી અને બેઝબોલના ધોકાથી માર મારી રૂા.50 હજારની માગણી કરી હતી.
આશિષ પટોડીયાના પડખામાં છરી લાગતા લોહી વધુ નીકળતા ચારેય શખ્સો ગભરાયા હતા અને કલ્પવન સોસાટી પાસે એક ડોકટર પાસે લઇ જઇ ચાર ટાંકા લેવડાવી લોહી બંધ કરાવી આશિષ પટોડીયાને ખોડીયાર હોટલ પાસે ઉતારી જસ્મીન ભુવા અને શન્ની ભાગી ગયા હતા. આશિષ પટોડીયા જૂનાગઢ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા બાદ રાજકોટના ચારેય શખ્સો સામે ફરિયાદ નોંધાવતા એએસઆઇ એલ.બી.બાંભણીયા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.