શહેરમાં બજરંગવાડી વિસ્તારમાં પરિણીતાએ તેમના સબંધી મહિલા અને એક શખ્સએ વિશ્વાસ કેળવીને તેમનું એટીએમ કાર્ડ મેળવી ટુકડે-ટુકડે . 1.70 લાખ ઉપાડી લીધાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં અરજી કરતાં પોલીસે અરજીના આધારે છેતરપીંડીવિશ્વાસઘાતનો ગુન્હો નોંધી બંને વિરૂદ્ધ કાયદેસરનું કાર્યવાહી હાથઘરી છે.
બનાવની મળતી માહિતી મુજબ બજરંગવાડીના રાજીવનગરમાં રહેતા ઇલાબેન જગદીશભાઈ બારોટે તેમના જ સંબંધી એવા રતનપર ગામે રહેતા મીરાભાઈ સંજયભાઈ રાઠોડ અને રાજકોટમાં રહેતા ભાવિન પ્રવિણભાઈ જોબનપુત્રા સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.
જેમાં તેને જણાવ્યું હતું કે,મીરાબેન અને ભાવિનભાઈ તેમના સંબંધી થતાં હોય બંનેએ તેણીનો વિશ્વાસ કેળવીને નાગરિક બેન્કમાંથી નાણા ઉપાડવા માટે તેમનું એટીએમ કાર્ડ મેળવી લીધું હતું. એટીએમ કાર્ડ મેળવ્યા બાદ બંનેએ મળીને ગત તા. 24 માર્ચ પૂર્વે ટુકડે-ટુકડે તેમના ખાતામાંથી રૂ. 1.70 લાખ જેટલી રકમ ઉપાડી લીધી હતી. પરિણીતાને પોતાના ખાતામાંથી જ્ઞ.. 1.70 લાખ જેટલી રકમ મીરાબેન અને ભાવિનએ ઉપાડી લીધી હોવાની જાણ થતાં તેણીએ ગાંધીગ્રામ પોલીસમાં લેખીત અરજી કરી હતી. અરજીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી જ્યારે પોલીસની તપાસમાં લીલાબેનને ભાવિનભાઈ કટકે કટકે એટીએમમાંથી લાખો રૂપિયા ઉપાડી લીધા હોવાનું જણાતા પોલીસે બંને વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાત નો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.