જનેતાએ પરોઢિયે પોતાના ફૂલ જેવા બે માસૂમ બાળકો સાથે કેરોસીન છાંટી અગન પછેડી ઓઢી: કુવાડવા પોલીસ, 108 અને ગામના સરપંચ ઘટનાસ્થળે દોડી ગયા: કિલકિલાટ કરતું આંગણુ મરણ ચિસોથી ગુંજી ઉઠતા અરેરાટી

નવરાત્રિના પર્વમાં રાજકોટ તાલુકાના નાકરાવાડી ગામે માતાએ બે માસૂમ પુત્રો સાથે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતા ત્રણેયના મોત નિપજ્યાં હતાં. ગૃહકલેશે નિર્દોષ બે બાળક સહિત ત્રણના ભોગ લીધા છે. સામુહિક આપઘાતના બનાવથી નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ બનાવની જાણ કુવાડવા પોલીસ મથકને થતા સ્ટાફ દોડી જઇ ધોરણસરની કાર્યવાહી હાથધરી છે. એક જ પરિવારના ત્રણના મોતથી કોળી પરિવારમાં શોકનું મોજું ફેલાયું છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના કુવાડવા રોડ નજીક આવેલા નાકરાવાડી ગામે રહેતા દયાબેન વિજયભાઇ દેદાણીયા નામની 28 વર્ષીય પરિણિતાએ પુત્ર મોહિત (ઉ.વ.7) અને ધવલ (ઉ.વ.4)ને કેરોસીન છાંટી પોતાના ઉપર કેરોસીન છાંટી દિવાસળી ચાંપી અગ્નિસ્નાન કરી લીધું હતું.

આ બનાવની જાણ 108ને થતા સ્ટાફ દોડી જઇ બે માસૂમ અને પરિણિતાને મૃત જાહેર કરી કુવાડવા પોલીસ મથકને થતા સ્ટાફ દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક દયાબેનના પતિ વિજયભાઇ રાજકોટના લાલપરીના વતની હતા અને હાલ નાકરાવાડી ગામે ભાડે રહી સોની બજારમાં ધૂળ ધોયાનું કામ કરે છે.

ગૃહ કલેશથી હરતો-ફરતો પરિવારનો માળો વિખાય ગયો છે. દયાબેનના પતિ વિજયભાઇ સવારે રાજકોટ ખાતે ગયા અને સાસુ કુદરતી હાજતે ગયા બાદ પરિણિતા દયાબેને માસુમ સંતાનો મોહિત અને ધવલને કેરોસીન છાંટી દિવાસળી ચાંપી અગ્નિસ્નાન કરી આપઘાત કરી લીધો છે. દયાબેન અને સાસુ વચ્ચે ગત સાંજે કોઇ મુદ્ે બોલચાલી થઇ હતી.

વિજય દેદાણીયાના આશરે આઠ વર્ષ પહેલા દયાબેન સાથે લગ્ન થયા હતા. લગ્નજીવન સંતાનમાં બે પુત્રનો જન્મ થયો હતો. વિજયભાઇ બે-ભાઇ અને એક બહેન છે. કુવાડવા પોલીસ મથકના પી.આઇ. ચુડાસમા અને પાંડાવદરા સહિતનો સ્ટાફે કાગળો કરી સામુહિક આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથધરી છે.

પતિ રાજકોટ કામે આવ્યો, સાસુ કુદરતી હાજતે ગયા અને પરિણિતાએ બે માસૂમો સાથે જીવન ટુંકાવ્યું

રાજકોટ સહિત રાજ્યભરમાં છેલ્લાં ઘણા સમયથી સામુહિક આપઘાતની ઘટનાઓમાં વધારો થયો છે ત્યારે આજરોજ પણ રાજકોટ પાસે નાકરાવાડી ગામે સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં પતિ વિજયભાઇ કેશુભાઇ દેદાણીયા રાજકોટ કામે આવ્યા બાદ તેમજ સાસુ કુદરતી હાજતે જતા પરિણિતા દયાબેન દેદાણીયાએ પોતાના માસૂમ સંતાનો મોહિત અને ધવલ સાથે કેરોસીન છાંટી અગન પછેડી ઓઢી આપઘાત કરી લીધો છે.

ઘટનાની જાણ થતા કુવાડવા પોલીસ અને 108 નો સ્ટાફ તાબડતોડ ઘટનાસ્થળ પર પહોંચી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથધરી છે. નાના એવા નાકરાવાડી ગામમાં સામુહિક આપઘાતની ઘટના ઘટતા માનવતાનું ઉત્તમ ઉદાહરણ આપી ગામના સરપંચ શાંતિલાલ હતપ્રત પરિવારની પડખે આવી ઉભા રહ્યાં હતાં. દુ:ખનું આભ ફાટતા બેચેન બનેલા પરિવારને સરપંચ દ્વારા સેવાભાવીનું ઉત્તમ ઉદાહરણ આપવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.