રેડીમેડ ફર્નિચરમાં સુપ્રસિદ્ધ પરીન ફર્નિચર લીમીટેડનો ૩૦,૦૦,૦૦૦ ઈકિવટી શેરનો ઈશ્યુ આવી રહ્યો છે. ઈશ્યુ પહેલાની ચુકવેલી મૂડી ૮૧,૧૮,૦૦૦ ઈકિવટી શેર છે અને નવા ઈશ્યુથી ૧,૧૧,૧૮,૦૦૦ ઈકિવટી શેર થશે. જેનાથી ઈશ્યુ પછીની ચુકવેલી મૂડી અંદાજે ભાવ રૂ.૧૧,૧૧,૮૦,૦૦૦ થશે. ઈશ્યુ પહેલા પ્રોમોટર અને પ્રમોટર ગ્રુપનો ભાગ ૧૦૦% છે જે ઈશ્યુ પછી ૭૩.૦૨% રહેશે. ઈશ્યુની કુલ રકમ રૂ.૧૮.૯૦ કરોડ રહેશે અને ઈશ્યુનો ભાવ રૂ.૬૦ થી ૬૩ રહેશે. કંપનીની કોન્સોલીડેટેડ સંપતિ રૂ.૫૭.૪૪ કરોડ તેમજ કોન્સોલીડેટેડ રેવન્યુ રૂ.૬૫.૩૨ કરોડ છે, જયારે કંપનીનો કોન્સોલીડેટેડ રૂ.૧૦.૩૧ કરોડ અને પીએટી રૂ.૪.૧૬ કરોડ છે. ઈશ્યુ ૨૬ સપ્ટેમ્બરના રોજ ખુલશે અને ૨૮ સપ્ટેમ્બરના રોજ બંધ થશે. ઈશ્યુ એન.એસ.ઈ. ઈમર્જમાં લીસ્ટેડ છે અને હેમ સીકયુરીટીઝ લીમીટેડ એ આ ઈશ્યુ માટે બુક રનીંગ લીડ મેનેજર છે.
પરીન ફર્નિચરની સ્થાપન ૨૦૦૪માં ગુજરાત અને રાજકોટમાં ૨૦૦૬માં થઈ હતી. ઉમેશ નંદાણી અને સ્વ.દિપેશભાઈ નંદાણી દ્વારા પ્રમોટ કરવામાં આવી હતી. જેમને ફર્નિચર ઈન્ડસ્ટ્રીમાં આશરે ૩૫ કરતા વધારે વર્ષનો અનુભવ છે અને હાલમાં ત્રીજી પેઢીએ ફર્નિચરના કામમાં પ્રવેશ કર્યો છે. એક્ઝિકયુટીવ ડાયરેકટર પરીન નંદાણી મુખ્ય કાર્ય જેવા કે વેચાણ અને માર્કેટીંગ, સંસ્થાકીય વેચાણ અને બીરબી પ્રોજેકટ સંભાળે છે. પરિન ફર્નિચર લિમીટેડ વપરાશકારો માટે ફર્નિચર અને લાઈફસ્ટાઈલ ઉત્પાદનોની બહોળી અને ખાસ શ્રેણીની નિર્માતા અને સપ્લાયર છે.
કંપનીએ પોતાની સબસિડીયરી દ્વારા પેનલ કટિંગ, પેટીંગ લાઈન, ફેબ્રિકેશન, મોલ્ડિંગ, પોલિશિંગ અને પેકેજિંગની એક અતિઅત્યાધુનિક અને સુસજજ ઉત્પાદન પ્લાન્ટનું અધિગ્રહણ કર્યું. ઈન હાઉસ ડિઝાઈનીંગ ટીમ ગ્રાહકોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને કંપનીને અતિ ક્ધટેમ્પરરી ડિઝાઈન સાથે ઉતમ ગુણવતાના ઉત્પાદનો રજુ કરવા માટે સક્ષમ બનાવી છે. પોતાની બહોળી પ્રોડકટ બાસ્કેટ દ્વારા કંપની હોમ ફર્નિચર, ઓફિસ ફર્નિચર, હોસ્પિટલ ફર્નિચર અને એજયુકેશન ફર્નિચર જેવા ક્ષેત્રોની જરીયાત પુરી કરે છે.
ભારતમાં ૧,૨૫,૦૦૦થી વધુ સ્કવેર ફીટ ડિસ્પ્લે ધરાવે છે અને ગુજરાત રાજયમાં સૌથી મોટુ મેન્યુફેકચરીંગ સેટઅપ છે. તેનું કામકાજ દરેક મહત્વના ક્ષેત્ર જેવા કે રિટેલ, ઈ-કોમર્સ અને પ્રોજેકટ સુધી વિસ્તર્યા છે. કંપનીએ અત્યાર સુધીમાં ૫૦ લાખ કરતા વધુ ગ્રાહકોને સંતોષકારક સેવા પુરી પાડી છે. પરીન ફર્નિચરે સ્વયંના ગુજરાતમાં જ રિટેલ ઓપરેટેડ કોકો દ્વારા રાજકોટ, અમદાવાદ, મુંબઈ અને કલકતામાં કોકો સ્ટોરમાં સ્થાપિત થયેલ છે. કંપનીએ પોતાની ફ્રેન્ચાઈઝી જુનાગઢ, મહેસાણા અને હૈદરાબાદમાં ફ્રેન્ચાઈઝી પણ શરૂ કરી છે. પરીન ફર્નિચરના મલ્ટીબ્રાન્ડ સ્ટોરમાં ૯૦૦ કરતા વધારે ડિલર અને ડિસ્ટ્રીબ્યુટર્સમાં વિસ્તૃત થયેલ છે. જે ભારતની ૩૭૧થી વધુ સિટીમાં તથા લગભગ ૧૮ રાજયોમાં ઉપસ્થિતિ ધરાવે છે.
પરીન ફનિચરના સબસિડીયરી તરીકે તાજેતરમાં ગુજરાતમાં સૌથી મોટા મેન્યુફેકચરીંગમાં હોમ ફર્નિચર, ઓફિસ ફર્નિચર, હોસ્પિટલ ફર્નિચર અને એજયુકેશન ફર્નિચરના પ્રોડકશન માટે અને મેક ઈન ઈન્ડિયાના ક્ધસેપ્ટ માટે પર્લ ફર્નિચર કંપનીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો તથા ગુજરાતની ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કંપની તરીકે પણ પરીન ફર્નિચરને સીએનબીસી આવાઝા દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.