ખૂબ મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહી નવા સોપાનને બિરદાવ્યું
રાજકોટ ખાતે પરીન મોટર દ્વારા તોફાન શરૂ કરવામાં આવેલું છે જેમાં પરીન મોટર્સે ટાટાની નેકસન ઇવી મેક્સ ગાડીનું પણ લોન્ચિંગ કર્યું હતું. અમદાવાદ થી ટાટા મોટર્સના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને રાજકોટના ખૂબ જ પ્રચલિત વ્યક્તિઓ આ સોફા ની મુલાકાતે આવ્યા હતા અને તેઓને બિરદાવ્યા પણ હતા.
પરિન મોટર્સ દ્વારા જે શોરૂમ શરૂ કરવામાં આવ્યો છે તે ખુદમાં જે અજાયબી રૂપ છે. વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ ફરીને મોટર્સ ના નવા શોરૂમ ની મુલાકાત લીધી હતી અને પરિવારને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. ઈલેકટ્રોનિક વાહનોની ખરીદી કરવા માટે લોકોમાં જાગૃતતા વધી છે પરંતુ ચાર્જીંગના પ્રશ્ર્ને ઘણા ખરા લોકો ઈલેકટ્રોનિક વાહનોની ખરીદી કરી શકતા નથી આ વાતને ધ્યાને લઈ ટાટા દ્વારા નવી ઈલેકટ્રોનિક ગાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
સિંગલ ચાર્જમાં 400 પ્લસ કિલોમીટર ચાલશે ટાટાની નવી નેક્સન ઇવી મેક્સ : અજિત નંદાણી
પરીન મોટર્સના વાઇસ પ્રેસિડેન્ટ અજીતભાઈ નંદાણીએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મોટર દ્વારા જે નવો શો રૂમ શહેરના ભાગોળે શરૂ કરવામાં આવ્યો છે જે અત્યંત અધ્યતન છે સાથોસાથ આ પાવન પ્રસંગે પરિન મોટર્સ દ્વારા ટાટાની નવી પ્રોડક્ટ નેકસન ઇવી મેક્સ ગાડીનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ગાડી સિંગલ વખત ચાર્જ કર્યા બાદ 400 કિલોમીટર થી વધુ નું ડિસ્ટન્સ કવર કરી શકે છે જેની કિંમત આશરે 20 લાખ રૂપિયા જેટલી છે. એટલું જ નહીં આ પ્રોડક્ટ પર્યાવરણની સુરક્ષા ની સાથે તેની જાળવણી પણ યોગ્ય રીતે કરે છે જે લોકો માટે ખરા અર્થમાં ઉપયોગી સાબિત થશે.
ગ્રાહકોની જરૂરિયાતને ધ્યાને લઇ નેકસન ઇવે મેક્સ બનાવાઈ: પરવેઝ શેખ
પરીન મોટર્સના સેલ્સ ક્ધસલ્ટન્ટ પરવેઝ શેખે અબતક સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, હાલ જે નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી છે તેમાં એડિશનલ રેન્જ નો લાભ લોકોને મળશે અને ગ્રાહકોની જરૂરિયાતને ધ્યાને લઇ કંપની દ્વારા આ પ્રોડક્ટ બનાવવામાં આવી છે. એટલું જ નહીં આ ગાડીમાં ઘણા ખરા અતિરેક ફિચર પણ ઉપલબ્ધ છે જે ખરા અર્થમાં લોકો માટે અત્યંત કારગત નિવડશે. તેઓએ જણાવ્યું હતું કે આ પ્રોડક્ટમાં એસી ફાસ્ટ ચાર્જર નો ઓપ્શન પણ આપવામાં આવ્યો છે જેના દ્વારા તમે ઘરે પણ 50 મિનિટમાં જ ગાડી ને સંપૂર્ણ રીતે સંપૂર્ણ ચાર્જ કરી શકશો. તેમના જણાવ્યા મુજબ હાલ જે નવી પ્રોડક્ટ સાચા દ્વારા લોન્ચ કરવામાં આવી છે તેના ફાયદા અનેરા છે જે બીજી ઇલેક્ટ્રોનિક ગાડીઓમાં જોવા મળતા નથી.