કોઈપણ જાતની ભેળસેળ, કેમિકલ વાપર્યા વગર આખુ વર્ષ લોકોને એક સરખો સ્વાદ આપવામાં આવે છે કેરીનો રસ
તાલાલાની કેશર કેરી વિશ્ર્વ વિખ્યાત છે ત્યારે બારેમાસ લોકોને કેશર કેરીનો એક સરખો સ્વાદ અને એક સરખી ગુણવતાવાળો રસ આપતું પરિન મેંગોસ સંપૂર્ણ પરિપકવ કેરીના ફળોને ફાર્મમાંથી ઉતારવામાં આવે છે ત્યારબાદ તેમને હાઈજેનિક પ્રોસેસમાંથી પસાર કરવામાં આવે છે. કેરીના ટુકડા કરવામાં આવે છે. તેમને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે. આ ટુકડામાંથી જ બારેમાસ એક સરખો રસ લોકોને આપવામાં આવે છે. કોઈપણ જાતના ભેળસેળ કર્યા વગર, સાથે બીજા રાજયોમાં પણ પરિન મેંગોસ રસને મોકલવામાં આવે છે. લોકો માટે બારેમાસ તેમની મનપસંદ સ્વીટ આપતુ પરીન મેંગોસ હાલ રાજકોટના સ્વાદ શોખીનો માટે કેશર અને હાફુસ કેરીનો રસપાન કરાવતું સ્થળ બન્યું છે.
વર્ષોથી લોકોનો વિશ્વાસ જાળવી રાખતું પરિન મેંગોસ: હિતેશભાઈ
હું છેલ્લા ઘણા વર્ષોથી પરીન મેંગોસમાંથી કેરીનો રસ લઈ જાવ છું અને માત્ર ઘર પુરતો નહીં પરંતુ અમારા દરેક પ્રસંગમાં રસ એટલે પરીન મેંગોસનો જ તેવું માનવામાં આવે છે. મારા કોઈ નજીકના સગા સંબંધીને ત્યાં પ્રસંગ હોય તો પણ રસ માટે હું તેમને પરીન મેંગોસની મુલાકાત લેવાનું કહુ છું. કોઈપણ જાતની ભેળસેળ વગરનો અને એક સરખો સ્વાદ આપે છે. પરીન મેંગોસ એ લોકોમાં પોતાનો વિશ્ર્વાસ જાળવી રાખ્યો છે અને હર વખતે પોતાના ગ્રાહકોને રસ આપીને ખુશખુશાલ કરી દે છે.
બારે માસ એક સરખો સ્વાદ લોકોને પીરસીએ છીએ: કલ્પેશભાઈ પટેલ
પરીન મેંગો રસની શરૂઆત અમે ૨૦૦૫માં કરી ત્યારે અમે માત્ર લોકોને સારી ગુણવતાવાળો રસ મળી રહે તે હેતુથી કરી હતી અને બારેમાસ એક સરખો સ્વાદ અને એક સરખી ગુણવતા મળી રહે એજ અમારો હંમેશા પ્રયાસ રહે છે. કેશર કેરીના અમારા પોતાના ફાર્મ છે. કેશર કેરીની પરીપકવતા પુરેપુરી થાય ત્યારબાદ ફળને ઉતારવામાં આવે છે. બધા જ ફળોની સંપૂર્ણ પરીપકવતા થયા બાદ તેમને અમારી ફેકટરી પર લખાવામાં આવે છે અને ત્યાં તેમની હાઈજેનિક પ્રોસેસ દ્વારા ટુકડા કરી ડિપ ફ્રીઝીંગ કરવામાં આવે છે. બારેમાસ એક સરખો સ્વાદ એ આ ટુકડામાંથી જ મળે છે. જેમાં કોઈપણ જાતની ભેળસેળ કરવામાં આવતી નથી. કેશરની જેમ હાફુસ કેરીનો રસ પણ અમે બારેમાસ સરખા સ્વાદવાળો વહેંચી છીએ અને રત્નાગીરીનો જ કેરીનો રસ વહેંચી છીએ. હાફુસની પ્રખ્યાત મિનિસ્ટર કેરીનો રસ વહેંચી છીએ જે લોકોને ખુબ પ્રિય અને સ્વાદિષ્ટ લાગે છે. સામાન્ય રીતે લોકો ઘરે જેમ કેરીના ટુકડા કરીને રાખે છે તે ફ્રીજને થોડીક વારે ખોલ બંધ કરતા હોવાથી તેમાં હવાનું અવર-જવર થતી હોવાથી એક સરખો સ્વાદ રહેતો નથી. અહીં આપણે કોલ્ડ સ્ટોરેજમાં ડિપફ્રીઝીંગ કરીને પેકિંગમાં રાખીએ છીએ અને જરૂર પ્રમાણે નિકાળી છીએ તેથી કોઈપણ જાતનો સ્વાદ કે ગુણવતામાં ફેર પડતો નથી. નફાને ધોરણે નહીં પણ લોકોને સારી ગુણવતાવાળો કેરીનો રસ મળી રહે તે માટે શોખથી આ ધંધો કરી છીએ. લોકોને શુઘ્ધ અને સ્વાદિષ્ટ ગુણવતાવાળી વસ્તુ આવી છે અને લોકો અહીં વિશ્ર્વાસથી આવે છે અને રસ લઈને જાય છે.