ગિરનારની લીલી પરિક્રમાના વિધિવત પ્રારંભ પૂર્વે બે દિવસ અગાઉ લાખોની સંખ્યામાં ભવનાથ શ્રેત્રમાં આવી ગયેલા ભાવિકોના કારણે તંત્રએ 32 કલાક અગાઉ પરિક્રમાનો ગેટ ખોલી નાખતા લગભગ સાડા ત્રણ લાખ કરતાં વધુ લોકોએ જય જય ગિરનારી નાદ સાથે પરિક્રમાનો ગઈકાલે પ્રારંભ કરી લીધો હતો. અને હાલમાં પરિક્રમા ના રુટ ઉપર લગભગ દોઢ લાખથી વધુ પરિક્રમાથીઓ પરિક્રમા રૂટ ઉપર હોવાનું અને આજે વહેલી સવારથી સતતને સતત ભાવિકો વિધિવત પરિક્રમા પૂર્વે જોડાઈ રહ્યા છે.
આ વર્ષે સારૂ વર્ષ, મોસમની અનુકુળતાથી ભાવિકોની સંખ્યા નવા વિક્રમ સર્જે તેવી ધારણા
કાર્તિક સુધી અગિયારસ એટલે કે દેવ ઉઠી અગિયારસ થી ગરવા ગિરનારની 36 કી.મી. ની લીલી પરિક્રમાનો રાત્રિના 12 વાગ્યે વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવે છે, પરંતુ ધારણા મુજબ આ વખતની પરિક્રમાના પ્રારંભ પૂર્વે જ લગભગ ત્રણ લાખથી વધુ ભાવિકો ઉતા વળી પરિક્રમા કરવા ભવનાથ ખાતે પહોંચી ગયા હતા અને ભવનાથની ગીરી તળેટીમાં જ્યાં જગ્યા મળી ત્યાં રાતવાસો કરી, પરિક્રમા રૂટનો ગેટ ખોલવામાં આવે તેની રાહ જોઈ કલાકો સુધી બેસી રહ્યા હતા ત્યારે ભાવિકોના ભારે ઘસારા અને ભવનાથમાં તથા પરિક્રમા રૂટ ઉપર હૈયે હૈયું દળાય તેવી ભીડના કારણે અંતે તંત્ર દ્વારા વહેલી પરિક્રમા શરૂ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને ગઈકાલે પરિક્રમમાંના 36 કલાક પૂર્વે ભાવિકોએ પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો.
ગઈકાલે શરૂ થયેલ ભાવિકોની ઉતાવળી પરિક્રમાથી ગિરનારનો વન્ય વિસ્તાર “જય જય ગિરનારી” ના નાદ સાથે ગુંજતો રહ્યો હતો. અને લગભગ ત્રણ લાખ કરતાં વધુ ભાવિકો પરિક્રમાના રુટ ઉપર પરિક્રમા કરી રહ્યા હતા. આ સિવાય જુનાગઢના ભવનાથ ખાતે લાખોની સંખ્યામાં ભાવિકો ગિરનારની પરિક્રમા કરવા આવી રહ્યા છે, ત્યારે આજે વહેલી સવારથી લગભગ 50 હજારથી વધુ ભાવિકો એ પણ આ પરિક્રમા શરૂ કરી લીધી હોવાથી હાલમાં સાડા ત્રણ લાખ કરતા વધુ પરિક્રમાથીઓ પરિક્રમામાં જોડાઈ ચૂક્યા છે. જો કે, તેમાના મોટા ભાગના ભાવિકોએ પરિક્રમા પણ પૂરી કરી લીધી હોવાનું અને પોતાના માદરે વતન રવાના થવા પણ નીકળી ચૂક્યા છે.
જો કે, શાસ્ત્રોક્ત અને પુરાણો અનુસાર ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદી દેવપોઢી અગિયારસના રોજ રાત્રિના 12 વાગ્યે મંત્રોચાર સાથે શ્રીફળ વધેરી પ્રારંભ કરવામાં આવે છે. તે પૂર્વે તંત્રના વિવિધ વિભાગો દ્વારા સવારથી યાત્રિકોને અગવડ ન પડે તે માટેની કામગીરી શરૂ કરવા માટે સરકારી અમલદારો સહિતના કર્મીઓ ફરજ ઉપર જોડાઈ છે. પરંતુ આ વખતે 36 કલાક અગાઉ પરિક્રમા શરૂ થઈ જતા પરિક્રમાથી એ પ્રકૃતિને માણવા અને ગિરનારને ફરતે પરિક્રમા પૂર્ણ કરી લેવા માટે પોતાની સગવડો સાથે પરિક્રમાનો પ્રારંભ કરી લીધો હતો. અને જય ગિરનારી ના નાદ સાથે પહેલો પડાવ ઝીણાબાવાની મઢી ખાતે ગઈકાલે રાતના પડાવ કર્યો હતો. ત્યારબાદ આ ભાવિકો આજે વહેલી સવારથી સરકડીયા અને બોરદેવી જેવા વિસ્તારોમાં પહોંચ્યા હતા. જેમાંના મોટાભાગના ઉતાવળા પરિક્રમાથીઓ તો પરિક્રમા પણ પૂર્ણ કરી ચૂક્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગઈકાલે રાત સુધીમાં અઢી લાખ કરતાં વધુ ભાવિકો જીણાબાવાની મઢી અને માળવેલા વચ્ચેના રૂટ ઉપર હતા અને આજે વહેલી સવારથી લગભગ એક કલાકથી વધુ ભાવિકોએ પરિક્રમા રૂટ ઉપર પ્રવેશ કરી લેતા અત્યાર સુધીમાં સાડા ત્રણ લાખથી વધુ પરિક્રમાથીઓ આ પરિક્રમા જોડાઈ ચૂક્યા છે.જો કે, વન વિભાગ તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર આજે રાત્રિના 12 વાગ્યાથી લીલી પરિક્રમાનો પ્રારંભ થવાનો છે. ત્યારથી જ પરિક્રમામાં કેટલા ભાવિકો આવ્યા તેની ગણતરી શરૂ કરવામાં આવશે. એટલે કે જે ભાવિકોએ અત્યાર સુધીમાં પરિક્રમાના રુટ ઉપર પ્રવેશ મેળવી લીધો છે તે લાખો લોકોની ગણતરી કરવામાં નહીં આવે. પરંતુ આ વખતે લગભગ 15 લાખથી વધુ ભાવિકો આ ગિરનારની લીલી પરિક્રમામાં જોડાય તેવો તંત્ર સહિતનાઓને આશાવાદ છે. ત્યારે ગત વર્ષે રેકર્ડ બ્રેક 12 લાખ પરિક્રમાથીઓએ લીલી પરિક્રમા કરી હતી તેનો રેકોર્ડ તૂટશે તેવું જણાઈ રહ્યું છે.
દરમિયાન ઉતારા મંડળના ભાવેશ વેકરીયા ના જણાવ્યા અનુસાર પુરાણો મુજબ દેવ ઉઠી અગિયારસથી લીલી પરિક્રમા નો પ્રારંભ થાય છે. અને ગીરનાર પૂજા સાથે અન્નક્ષેત્રો અને ઉતારાઓ શરૂ કરવામાં આવે છે. ત્યારે આજથી લાખો ભાવિકો માટે ભાત ભાતના ભોજન, પ્રસાદ, ચા, નાસ્તા તથા થાકેલા ભાવિકો માટે આરામની સગવડ માટે ઉતારા સેવા ધમધમતી થશે.આ સાથે પરિક્રમા પૂર્ણ કરી પરંત ફરેલા ભાવિકોના જણાવ્યા અનુસાર, પરિક્રમાના રૂટ ઉપર તંત્ર દ્વારા રસ્તાઓ રિપેર કરી લેવામાં આવ્યા છે. આ સાથે લાઈટ, પાણી સહિતની સુવિધાઓ પણ સારી રીતે કરવામાં આવી છે. તો બીજી બાજુ પરિક્રમાના રુટ ઉપર સાધુ – સંતોએ ધુણા દખાવ્યા છે અને પરિક્રમાના રૂટ ઉપર આવેલ દેવી-દેવતાના સ્થાનો સહિતના સ્થળોએ ભોજન, પ્રસાદની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી છે. જેના કારણે ઉતાવળિયા પરિક્રમાથીઓને પણ કોઈ જાતની અગવડ ઊભી થયેલ નથી.
પરિક્રમા માટે જૂનાગઢમાં ભાવિકોનો પ્રવાહ અવિરત જારી: એસટીએ ભવનાથ માટે 60 બસો કરી તૈનાત
પરિક્રમા પૂર્વે છેલ્લા બે દિવસથી જુનાગઢ શહેરમાં પ્રવેશતા મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકની ભારે ભરમાર જોવા મળી રહી છે અને મજેવડી દરવાજા, કાળવા ચોક, ગાંધી ચોક સહિતના વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઇ રહ્યા છે, શહેરના રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ સહિતના સ્થળોએ ચિક્કાર ગીરદી જોવા મળી રહી છે. તો એસટી તંત્ર દ્વારા ભવનાથ સુધી યાત્રિકોને પહોંચાડવા માટે 60 જેટલી મીની બસની કરાયેલી વ્યવસ્થા તથા ખાનગી વાહનો દ્વારા લાખોની સંખ્યામાં ભાવિકો ભવનાથ ખાતે પહોંચતા ભવનાથ વિસ્તારમાં હૈયે હૈયું દળાય કેટલા ભાવિકો નજરે પડી રહ્યા છે.
મંગળવાર મોડી રાત્રીથી જ ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે ભાવિકો જુનાગઢ ખાતે પહોંચી રહ્યા છે. જેના લઈને જૂનાગઢનું એસ.ટી બસ સ્ટેન્ડ ભાવિકોથી ઉભરાઈ રહ્યું છે. આવી જ હાલત જુનાગઢ રેલવે સ્ટેશનની છે. તે સાથે ખાનગી વાહનો દ્વારા પણ લાખોની સંખ્યામાં સતત ને સતત ભાવિકો જુનાગઢ પહોંચી રહ્યા છે. જેને લઇને જુનાગઢ શહેરના રાજમાર્ગો ઉપર ભારે ટ્રાફિક જ જોવા મળી રહ્યો છે. આ સિવાય જૂનાગઢમાં પ્રવેશવતા જુનાગઢ – રાજકોટ, અમરેલી – જૂનાગઢ, પોરબંદર – જુનાગઢ, વેરાવળ – જુનાગઢ સહિતના માર્ગો ઉપર પણ ભારે ટ્રાફિક અને ક્યાંક ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય રહ્યા છે.
પરિક્રમાર્થીઓની સારવાર માટે તંત્ર સજજ : 6 વર્ષની બાળકી સહિત 8ને સીવીલમાં ખસેડાયા
જુનાગઢના ગરવા ગિરનારની ગઈકાલથી પરિક્રમા શરૂ થઈ ગઈ છે ત્યારે અનેક પરિક્રમાંથીઓની તબિયત લથડી હોવાના અને વધુ સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. ગઈકાલથી શરૂ થયેલ ગિરનાર પરિક્રમા દરમિયાન 36 કિલો મીટર લાંબી આ પરિક્રમાના રુટ ઉપર અનેક ભાવિકોને છાતીમાં દુખાવો, શ્વાસ ચડવાની તકલીફો અને જાડા – ઉલટી થઈ હોવાની ફરિયાદ મળતા રૂટ ઉપર શરૂ કરવામાં આવેલ આરોગ્ય કેન્દ્ર ઉપર સારવાર આપવામાં આવી હતી. તો 6 વર્ષની એક બાળકી સહિત લગભગ આઠેક જેટલા ભાવિકોને વધુ સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાના સમાચારો મળી રહ્યા છે.
આ સાથે લીલી પરિક્રમાના રૂટ ઉપર ફરજ બજાવે રહેલા પોલીસે જવાનો દ્વારા સિનિયર સિટીઝનોને મદદ કરવામાં આવતી હોવાનું અને પરિક્રમ્માના સૌથી કપરા ચડાણ સમાન નળ પાડીની ઘોડીએ પોલીસે માનવતા દાખવી વયવૃદ્ધ પરિક્રમાથીઓને હાથ પકડીને ઘોડી ચડાવવામાં મદદરૂપ થયા હોવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. ગઈકાલે નળ પાણીની ઘોડીએ ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વિરલ ચંદુભાઈ અને હાર્દિકકુમાર દુર્ગાશંકર દ્વારા નળ પાણીની ઘોડી નજીક કપડા ચડાણમાં પરિક્રમમાંથીઓ સાથે માનવતાનું ઉદાહરણ પૂરું પાડતા હાથ પકડી અને ટેકો આપી પરિક્રમાથીઓને આ ઘોડી પર ચડાવવામાં મદદરૂપ થઈ પોલીસ પ્રજાનો મિત્ર છે તે યુક્તિને સાર્થક કરી હોવાના સમાચારો મળી રહ્યા છે.
પરિક્રમા રૂટના હવાઈ નિરીક્ષણની પહેલ
પરિક્રમા ના રૂટ ઉપર હવાઈ નિરીક્ષણ માટે જુનાગઢ પોલીસે પ્રથમ વખત આધુનિક વ્યવસ્થા ઊભી કરી છે. અને ગઈકાલે જુનાગઢ એસપી હર્ષદ મહેતાએ પેરા મોટર ગ્રાઇડર શુટ પહેરીને પરિક્રમા રૂટનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. આ પરિક્રમા દરમિયાન લગભગ 15 લાખથી વધુ ભાવિકો ઉમટી પડે તેવી સંભાવના છે. જેને લઈને જુનાગઢ પોલીસ વિભાગ દ્વારા કુલ 2841 પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓનો બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. ત્યારે જુનાગઢ પોલીસ દ્વારા પ્રથમ વખત હવાઈ નિરીક્ષણની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને જુનાગઢ એસપી હર્ષદ મહેતાએ ગઈકાલે ભેસાણ ખાતેથી પેરા મોટર ગ્રાઇન્ડર શુટ પહેરીને જીણાબાવાની મઢી, માળવેલા, નળ પાણી ઘોડી સહિતના વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.
પરીક્રમામાં વ્યવસ્થાના અભાવે સનાતન પરંપરા તુટે છે: મહંત મહેશગીરી
દેવા ઉઠી અગિયારસના બદલે બે દિવસ અગાઉ તંત્ર દ્વારા પરિક્રમા શરૂ કરી દેવાતા દત્તાત્રેય શિખર સંસ્થાના મહંત મહેશગીરી બાપુએ ગંભીર આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, આ ગંદા રાજકારણ અને તંત્રના હિસાબે સનાતન ધર્મની પરંપરા તૂટી રહી છે. વૈદિક પરંપરા મુજબ જે થવું જોઈએ તે નથી થઈ રહ્યું. વધુમાં મહેશગીરી બાપુએ જણાવ્યું હતું કે, પરિક્રમા પૂર્વે જે ભાવિકો પરિક્રમા કરી રહ્યા છે તેનું કારણ તંત્ર દ્વારા જાજરૂ સહિતની જે સગવડો પૂરતા પ્રમાણમાં ઊભી કરવામાં નથી આવતી તેના કારણે સર્જાતી ગંદકી છે. અને ગંદકીથી બચવા પરિક્રમાર્થીઓ વહેલી પરિક્રમા શરૂ કરવા પહોંચી જાય છે. અને તંત્ર દ્વારા વહેલી પરિક્રમા પણ શરૂ કરી દેવામાં આવે છે. જે વૈદિક પરંપરા મુજબ થતું નથી અને તંત્ર જરૂરી સગવડ પૂરી ન કરી શકતા તંત્રના હિસાબે સનાતન ધર્મની પરંપરા તૂટી રહી છે.
પરીકમાનું આજે વિધીવત મુહૂર્ત
આજે કારતક સુધી અગિયારસ એટલે કે દેવ ઉઠી અગિયારસ આ શુભ દિવસે સૌકાઓથી ગરવા ગિરનારની 36 કિલોમીટર લાંબી લીલી પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવે છે. ત્યારે આજે રાત્રિના 12 કલાકે ભવનાથમાં આવેલ ઈન્દ્રેશ્વર ગેટ પાસેથી જિલ્લાના ઉંચ અધિકારીઓ, રાજશ્રીઓની ઉપસ્થિતિ વચ્ચે સાધુ સંતો દ્વારા પૂજન વિધિ કરવામાં આવશે. અને ત્યારબાદ શ્રીફળ વધારી જય ગિરનારીના નાદ સાથે પરિક્રમાનો વિધિવત પ્રારંભ કરવામાં આવશે.