- સરસ્વતિ ગુરૂપુજન બાદ વિદ્યાર્થીઓને ગુરૂ શિષ્યની પરંપરાની સમજ આપી
અષાઢી સુદ પૂનમ એટલે કે “ગુરુ પૂર્ણિમા” નો મહા ઉત્સવ આ મહા ઉત્સવની રાજકોટ શહેરના વોર્ડ નં. 1 માં આવેલ નિધિ સ્કૂલ દ્વારા કે.જી વિભાગના વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા પોતાના પ્રથમ ગુરુ એટલે કે માતા પિતાની પૂજન કરી ઉજવણી કરવામાં આવેલ હતી, આ કાર્યક્રમમાં કે.જી વિભાગના વિદ્યાર્થીઓ ભાઈ બહેનો પોતાના માતા પિતા સાથે ઉપસ્થિત રહ્યા હતા, તેઓને પોતાના જન્મદાતા માતા- પિતા તેમના પ્રથમ ગુરુ તેમજ ત્યારબાદ શિક્ષણ રૂપી ગુરુ એટલે કે એમના શિક્ષકો નું આજ રોજ પૂજન કરવામાં આવેલ, તેમજ વિદ્યાર્થીની ભાઈ બહેનો દ્વારા ગુરુ શિષ્યની પરંપરાની સમજ પણ આપવામાં આવી, માતા-પિતાના પૂજન બાદ બાળકોએ માતા સરસ્વતી તેમજ પોતાના શિક્ષકોનું પૂજન કરેલ હતું, આ સમગ્ર કાર્યક્રમ માં પૂજન વિધિ સુધાબેન મહેતા તેમજ નયના પંડ્યા દ્વારા કરવામાં આવેલ આ કાર્યક્રમમાં નિધિ સ્કૂલના ટ્રસ્ટી હર્ષદબા ચુડાસમા, પ્રિન્સિપાલ બીના ગોહેલ, હર્ષદ રાઠોડ, ભૂમિ વાઘેલા તેમજ સ્કૂલ શિક્ષક ગણ ઉપસ્થિત રહ્યા હતા, સમગ્ર કાર્યક્રમનું સંચાલન તન્વી લહેરું દ્વારા કરવામાં આવેલ હતું..
‘અબતક’ સાથેની વાતચીતમાં નીધી સ્કુલના વિદ્યાર્થીની દેવાંશીએ જણાવ્યું હતું કે, કે અમારી સ્કુલમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવી છે. હું નીધી સ્ુકલમાં અભ્યાસ કરૂછું એનો મને આનંદ છે અને પહેલા ગુરુ આપણાં માતા-પિતા છે તો તેનું સન્માન કરવું આવશ્યક છે.
‘અબતક’ સાથેની વાતચીતમાં શ્ર્લોકએ જણાવ્યું હતું કે, હું નીધી સ્કુલનો વિદ્યાર્થી છુ ગુરુપૂર્ણિમા નિમિતે નીધી સ્કુલમાં વિવિધ કાર્યક્રમોનં આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ગુરુવંદના કરી ગુરુપુજન કરવામાં આવ્યું હતું.
જીવનમાં ગુરુનું અમૂલ્ય સ્થાન: તમન્ના ત્રિવેદી
‘અબતક’ સાથેની વાતચીતમાં નીધીના સ્કુલના શિક્ષકએ તમન્ના ત્રિવેદીએ જણાવ્યું હતું કે, પ્રથમ ગુરુ તો આપણાં માતા-પિતા છે આ ઉપરાંત જેની પાસેથી જ કંઇ શિખવા મળે એ ગુરુના દરજજે માનવામાં આવે છે. દરેક વ્યકિતના જીવનમાં ગુરુનું અમૂલ્ય સ્થાન છે.’
નિધિ સ્કુલમાં ભણતર સાથે ગણતરનો સંગમ: અરદાશ સોલંકી
‘અબતક’ સાથેની વાતચીતમાં અરદાશ સોલંકીએ જણાવ્યું હતું કે હું ઘણાં સમયથી અહીં રહુ છુ મારા બાળકને સારુ એજયુકેશન મળી રહે એ માટે દરેક સ્થળની મુલાકાત લીધી. પરંતુ નીધી સ્કુલમાં મને એ દરેક બાબતો જોવા મળી જે મારા
બાળકના ભવિષ્ય માટે અતિ આવશ્યક હતી. શિક્ષણની સાથે સ્ટાફનો પણ સંપૂર્ણ સહકાર અને અઠવાડીક ટેસ્ટ લેવામાં આવે છે જેથી બાળકનું ઘડતર સારી રીતે થઇ શકે છે.