પોષણ અભિયાન દિવ દ્વારા સપ્ટેમ્બર-૨૦૨૦ ને ‘રાષ્ટ્રીય પોષણ માહ’ તરીકે ઉજવણી કરવામાં આવી રહ્યો છે.જે અંતર્ગત ગઇકાલે દીવ ની આંગણવાડી માં ગંભીર અને મધ્યમ માં આવતા બાળકો ના વાલીઓ સાથે ખાસ મિટિંગ રાખેલી હતી.
જેમાં પોષણ સબંધિત ૫ સૂત્રો વિશે જાણકારી આપી હતી. જેની અંદર પોષ્ટીક આહાર, એનિમિયા માં રોકથામ, દઈરિયા ને રોકવું ,તેમજ ૧૦૦૦ દિવસ નો મહત્વ સમજાવ્યું, અને સ્વચ્છતા વિશે જાણકારી આપી હતી. બાળક ને કુપોષિત માંથી સુપોષિત કઈ રીતે કરી શકે તેનું મહત્વ બતાવ્યું અને તમારા બાળકો ને શું ખવડાવી શકો અને કઈ કઈ તૈયાર પેકેટ માં મળતી વસ્તુઓ ન ખવડાવી તેની પણ સલાહ આપી હતી.
સમગ્ર ઉજવણીને તેમજ કાર્યક્રમને સફળ બનાવવા દિવ જિલ્લાના સમાહર્તા સલોની રાયના માર્ગદર્શન હેઠળ બાલવિકાસ પરીયોજના અધિકારી મતિ ગાયત્રી આર જાટના માર્ગ નિર્દેશન થી પોષણ અભિયાનનાં ચિરાગ શાહ (ડિસ્ટ્રિક્ટ કોઓડીનેટર), કૃતિકા ચુડાસમા (બ્લોક-કોઓડીનેટર) કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.