પોતાના બાળકોને પ્રવર્તમાન સમયમાં મળેલી સફળતાના આધારે તે તેની કારકિર્દી પસંદ કરે છે, પોતાના અધૂરા સપના અને ઇચ્છાઓ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંતાનોની કારકિર્દીને અસર કરતા હોય, પસંદ કરેલ ક્ષેત્ર આવનારા ભવિષ્યમાં કેટલા અંશે યોગ્ય છે તે જોવું જરૂરી છે

આજન ભણતરને સિધો કારકિર્દી સાથે સંબંધ છે મા-બાપનું સંતાન માત્ર ૧૪ વર્ષનું હોયને હજી ધો. ૮માં ભણતું હોય ત્યાંથી મા-બાપો તારે આમ કરવાનું છે. તેવું કહીને તેના જીવનને હજી પુરૂ ન સમજનાર બાળકમાં પોતાના સપના રેડે છે. મોટા ભાગે વાલીઓ પોતાના બાળકોની કારકિર્દી પસંદગીમાં પોતાને જ ઘ્યાને વિચારે કે પોતે ન બની શકયા હોય તેવા વિચારે તે કરવા જણાવે, પ્રેરે કે દબાણપૂર્વક આગ્રહ રાખે છે. આજની આપણી શિક્ષણ પઘ્ધતિ પણ બાળકના રસ-રૂચી વલણોને કયાં ઘ્યાને લે છે.

પ્રાથમિક – હાઇસ્કુલ કે ધો. ૧૦-૧ર પછી કોલેજ બાદ કોમ્પ્યુટર કોર્ષ કે અન્ય લાઇન લેવડાવીને ઉચ્ચશિક્ષણ લાખોના ખર્ચે કરાવે છે. પણ તેમાં બાળકોને જવલ્લેજ પૂંછતા હોય છે, ખરેખર તો વિદેશોની જેમ ધો. ૮ બાદ તેને શોખ હોય તે વિષય ક્ષેત્રમાં આગળ વધારવા કે શોધ સંશોધનકરવા મા-બાપે શાળા સંકુલો કે સરકારે તેની વ્યવસ્થા કરવી જોઇએ પણ આવુ કયાં શોધવા જવું ? તેજસ્વી બાળકોને ઘણું કરવું છે. પણ આર્થિક મુશ્કેલી સપના અધુરા રાખે છે. દરેક બાળકમાં ઘણી અખુટ શકિતઓ પડેલી હોય છે જો આપણે તે જોઇને તેણે પ્રોત્સાહન આપીને આગળ વધારીએ તો તેનો સર્ંવાગી વિકાસ થાય છે. ઘણીવાર આપણે જોયું છે કે મને કમને ગયેલ બાળક અધવચ્ચે જ અધુરો અભ્યાસ છોડે છે.

દેશની શિક્ષણ વ્યવસ્થા જ એવી હોવી જોઇએ કે બાળકનાં શોખ ને ઘ્યાને લઇને તેને આગળ વધવા તમામ સહાય કરે, બાળક શ્રેષ્ઠ નાગરીક બને તે માટે શિક્ષકના અથાગ પ્રયત્નો બાદ પણ ઘરના વાતાવરણ, આસપાસનું પર્યાવરણ તેને બગાડે છે અને આમ પણ તેજસ્વી બાળકોની કારકિર્દી રોળાય જાય છે. આજે તો બાળક મેચ્યોર ન હોય ત્યાં તો તેને ક્ષેત્રપસંદ કરીને ફરી આગળ ભણતર માટે મા-બાપ ધકેલી દેતા હોવાથી સારા પરિણામો મળતા નથી પોતાના સંતાનોના આહાર- ઉછેર સાથે તેના વિકાસ બાબતે પણ મા-બાપે કાર્ય કરવું જ પડશે, પોતાને ન ખ્યાલ આવે તો કાઉન્સીલરને મળીને પણ બાળકોની તાકાત મુજબ તેની કારકિર્દી પસંદ કરવી જોઇએ.ે

આજે સંતોનોની કારકિર્દી પસંદગીમાં દેખાદેખી  બાબત અતિ મહત્વની છે તેના ઉ૫ર તેના ભવિષ્યનો દારોમદાર હોય છે આવી મહત્વની ઘટના સમયે મા-બાપ અભણ હોય અને બાળક તેજસ્વી હોય તો તેની કારકિર્દી રોળાય જતી જોવા મળે છે. પેલા એ આમ કર્યુ એટલે મારે પણ આમ કરવું સાથે તેમ કરવાથી મુશ્કેલી બાળક ને જ પડે છે. મોટા ભાગના બાળકો તેના ચોકકસ ઘ્યેય સુધી પહોંચી શકતા નથી.

આજે દરેક બાળકમાં કૌશલ્ય હોય જ છે, જો મા-બાપો શિક્ષકો તે પારખીને તેમાં જ તેને આગળ વધારવા રસ લે તો તે બાળક માટે વિપુલ તકો ઉભી થાય છે. બાકી તો આજે મોટાભાગના ધો. ૧૦ કે ૧ર પાસ કે અધુરી કોલેજ કરનારાઓ સામાન્ય પ્રાઇવેટમાં નોકરી કરતા જોવા મળે છે. મા-બાપ એમ વિચારે કે હું આમ કરૂ વું તો મારૂ સંતાન આમ જ કરે કે ભણે કે કોર્ષ કરે પણ ના ઘણીવાર આઉટ ઓફ બોકસ પણ વિચારવું જોઇએ આપણાં દેશમાં આ ક્ષેત્રે મોટા પ્રમાણમાં કાર્ય ઉપાડવાની જરુર છે.

આજે ઘણા શોર્ટ કોર્ષ ધો. ૧૦-૧ર પછી છે. જે કરવાથી આસાનીથી તમે સારી રકમ મેળવી શકો છો. ઇન્ફરમેશન ટેકનોલોજીનો યુગ છે તે હજી તો નવું નવું આવવાનું છે ત્યારે આ ટ્રેક ઉ૫ર કારકિર્દી વિચારવી જ પડે છે. બાળકની પસંદ જાણવી આજના યુગમાં જરુરી છે કે બાળકને શું બનવું છે? આ સૌથી અગત્યની બાબત છે. જરુર જણાયે નિષ્ણાતોની મદદ પણ લઇ શકો છો.

orig job 1597451053

વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ કોરોના (COVID-૧૯)ની મહામારીનાં ભરડામાંથી પસાર થઈ રહ્યું છે. જેને સમગ્ર માનવજાતને જીવન જીવવા પ્રત્યેનાં અભિગમમાં પરિવર્તન કરવા મજબુર કર્યા છે. જેમાં બાળકો વૃદ્ધો, યુવાનો, વાલીઓ કોઈ બાકાત નથી. કોઇપણ ક્ષેત્રમાં કાર્યરત લોકોની કાર્યશૈલીને એક નવા આયામ સાથે સહજતાથી પ્રારંભ કરવાની નોબત આવી છે. જેમાં ખાસ કરીને વાલીઓ માટે સંતાનોની કારકિર્દી પસંદગી પણ એક વિકટ સમસ્યા બંને છે.

મોટેભાગે વાલીઓ બાળકોની કારકિર્દી પસંદગી પ્રવર્તમાન સમયમાં મળેલ સફળતાના આધારે પસંદ કરે તે સ્વાભાવિક અને સહજ છે. પોતાના અધૂરા સ્વપ્ન અને ઈચ્છાઓ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંતાનોની કારકિર્દી પસંદગીને અસર કરતાં હોય છે. પસંદ કરેલ ક્ષેત્ર આવનારા ભવિષ્યમાં કેટલા અંશે યોગ્ય છે તે દિશામાં પર ડોક્યુ કરવું જરૂરી છે. ઘણી વખત પસંદ કરેલ ક્ષેત્રમાં વિકાસની તકો મર્યાદિત થઈ જાય તેવા સંજોગોમાં પણ પસંદ કરેલ ક્ષેત્રમાં અન્ય વિકલ્પ ઉપલબ્ધ બંને તે રીતે ક્ષેત્ર પસંદ કરવું જોઈએ. એક વાલી તરીકે બાળકની કારકિર્દીની પસંદગી માટે જે ક્ષેત્ર પસંદ કરવા જઈ રહ્યા છો તેમાં નિષ્ણાતો, શાળાનાં શિક્ષકો તેમજ શૈક્ષણિક કાઉન્સેલરની મુલાકાત લઈ શકાય. આ ઉપરાંત જે ક્ષેત્રમાં કારકિર્દીનું નિર્માણ કરવું છે તેની પ્રવર્તમાન સમયમાં સ્થિતિનો પણ અભ્યાસ કરવો એટલો જ જરૂરી બને છે. સાથોસાથ ઘીિં જ્ઞર ઇજ્ઞડ્ઢ જઈને પણ કારકિર્દીનું ક્ષેત્ર પસંદ કરી શકાય.

કોઈપણ ક્ષેત્રમાં કારકિર્દીનું નિર્માણ કરી શકાય પરંતુ જે તે ક્ષેત્રમાં કોઈ નવાચાર (શક્ષક્ષજ્ઞદફશિંજ્ઞક્ષ) સાથે પણ કારકિર્દીનું ઘડતર કરી શકાય. બાળક પોતે પણ પોતાની કારકિર્દી અંગે પોતાના વિચારો રજૂ કરી શકે તેવું પ્લેટફોર્મ આપવું જોઈએ. બાળક પોતે સ્વતંત્ર રીતે પણ વિવિધ સ્રોત દ્વારા માહિતી રજૂ કરે તો તે ક્ષેત્રમાં પણ વાલીઓએ વિચારવું જોઈએ. ઘરમાં ઘાયક્ષ યક્ષમયમ ઉશતભીતતશજ્ઞક્ષ થવું જોઈએ. કોઈ વ્યક્તિની સફળતાને કેન્દ્રમાં રાખીને બાળકની કારકિર્દી પસંદ કરવી નહિ. ઘણી વખત ત્યાં સુધી પહોચવામાં ઘણી સમસ્યાઓ આવે તો તેવા સમયે પસંદ કરેલ ક્ષેત્રની ઉપયોગીતા સામે પ્રશ્નાર્થ થાય. આ બધી બાબતોની ચર્ચાને અંતે એક વાત તો નક્કી છે કે કારકિર્દી પસંદગી એક વિચાર માગી લે તેવી બાબત છે.

માત્ર બાળક કે માત્ર વાલીને પસંદિત ક્ષેત્રમાં પસંદગી કરવી નહિ. પરંતુ આવનારો સમય જે તે ક્ષેત્રમાં આવતા પરિવર્તનો તેમજ પડકાર ઝીલી શકે તેવાં ક્ષેત્રની પસંદગી માટે બાળકને તૈયાર કરવાનો છે.

દરેક બાળક કૌશલ્યસભર હોય જ. માત્ર તેને અનુરૂપ માર્ગદર્શિત કરવાનું કાર્ય વાલીનું છે. તેથી વાલીઓએ પણ પોતાના સંતાનોની પ્રગતિ, ક્ષમતાને ધ્યાનમાં રાખવી પણ જરૂરી છે. સાથોસાથ વાલીઓઓ પોતાની આર્થિક સ્થિતિ, કુટુંબની જવાબદારી વગેરે બાબતોને પણ ધ્યાનમાં લેવી જોઈએ. આંધળું અનુકરણ ઘણી વખત  બોજારૂપ બંને છે. જેની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસર બાળક પર અચૂક થાય છે. ટૂંકમાં કહીએ તો કારકિર્દી પસંદગી એ બાબત ખૂબ જ મહત્વની છે. બાળક પોતાને પણ પસંદ કરેલ ક્ષેત્રમાં વિકાસની વિપુલ તક ઉપલબ્ધ હોય, પોતે સ્વતંત્ર રીતે  ભવિષ્યમાં વ્યવસાય પણ કરી શકે અને રોજગારીની તક પણ મળે એ રીતે કારકિર્દીનું ઘડતર કરીએ તો ચોક્કસ ધ્યેય સુધી પહોચી શકાય. પ્રયત્નો કરવાથી કોઇપણ જગ્યાએ પહોચી શકાય માત્ર ઈચ્છાશક્તિ જરૂરી છે. બાળકો પસંદ કરેલ કારકિર્દીમાં ખૂબ પ્રગતિ કરે અને વાલીઓ પણ વધુને વધુ મદદરૂપ થાય એવી શુભેચ્છાઓ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.