જામનગર જિલ્લા પ્રશાસન દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારનો સંપર્ક કરી માહિતી આપવામાં આવી
અબતક, જામનગર
યુક્રેનમાં યુધ્ધની સ્થિતિની શક્યતા વચ્ચે પશ્ર્ચિમ યુક્રેનના ટર્નોપીલ શહેરની મેડીકલ યુનિવર્સીટીમાં ભણી રહેલા જામનગરના બે વિદ્યાર્થીઓના વાલીઓના જીવ અધ્ધરતાલ થયા છે. યુક્રેન પર રશિયાએ કરેલ આક્રમણ બાદ સ્થિતિ વિકટ બની છે. મોટા ભાગના શહેરોમાં માર્શલ લો લાગુ કરી દેવામાં આવ્યો છે. ટર્નોપીલ યુનિવર્સિટી કે ભારત સરકારે એર લીફ્ટ અંગે નિર્ણય ન લેતા વાલીઓમાં ચિંતા પ્રસરી છે. જામનગર જિલ્લા પ્રશાસને રાજ્ય અને કેન્દ્ર સરકારનો સંપર્ક કરી બંને વિદ્યાર્થીઓ અંગે જરૂરી માહિતી આપી છે.
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે જેને લઇને ગુજરાત રાજ્યની ચિંતામાં વધારો થયો છે. રાજ્યના જામનગર સહિતના વિદ્યાર્થીઓ હાલ યુક્રેનમાં અભ્યાસ કરી રહ્યા છે. જેમાં જામનગરના બે વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે… ટર્નોપીલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા જામનગરના બંને વિદ્યાર્થીઓના વાલીઓમાં ચિંતાનું મોજુ પ્રસરી ગયું છે બંને વિદ્યાર્થીઓના વાલીઓએ સ્થાનિક વહીવટી તંત્રનો સંપર્ક કર્યો છે અને રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી વિદ્યાર્થીઓને પરત લઇ આપવાની માંગણી કરી છે.
હમિશ નિમ્બાર્ક અને કવન સરાવડા નામના બંને વિધાર્થીઓ જામનગરના હોય અને હાલ તેઓ યુક્રેન ખાતે મેડિકલ ક્ષેત્ર માં અભ્યાસ કરી રહ્યા છે યુદ્ધ ની સ્થિતિ ને લઈને સ્થાનિક તંત્ર એ આ બંને વિદ્યાર્થીઓની પૂરક વિગતો રાજ્ય અને કેન્દ્ર ના ગૃહ વિભાગ ને મોકલી આપી છે તંત્ર ના દાવા મુજબ હાલ જામનગર ના આ બંને વિધાર્થીઓ સુરક્ષિત છે.
ચાર દિવસ પૂર્વે વિદ્યાર્થીઓ સાથે થયેલ વાતચીત મુજબ, યુક્રેનની રાજધાનીથી 500 કી.મી. પશ્ર્ચિમમાં મેડીકલ કોલેજમાં ભણતા જામનગરના હમ્મેશ નિમ્બાર્ક નામના એમબીબીએસના ત્રીજા વર્ષમાં ભણતા વિધાર્થી જણાવે છે કે, રાજધાની કીવથી પશ્ર્ચિમમાં આઠ કલાકના મોટર માર્ગે આવેલા ટર્નોપીલ શહેરની સ્થિતિ સામાન્ય છે અને ટર્નોપીલ મેડીકલ યુનિવર્સીટીમાં ઓફલાઈન ભણતર ચાલુ છે. યુનિવર્સિટીએ 30 દિવસની રજા આપીને પડેલા દિવસોનું ફરી શિક્ષણ આપવાની સવલત પણ આપી છે. પરંતુ ઓફલાઈન ભણતર બંધ કરીને કોરોના કાળની માફક ઓનલાઈન ભણતરની વિદ્યાર્થીઓની અપેક્ષા જેની યુનિવર્સિટીને રજુઆતો કરવામાં આવી છે. આ યુનિવર્સિટીમાં ગુજરાતના 150 થી 200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં અમરેલી, ભાવનગર, રાજકોટ, અમદાવાદના વિદ્યાર્થીઓ સારા એવા પ્રમાણમાં છે. આ યુનિવર્સિટીમાં જામનગરના અન્ય એક કવન સરાડવા નામનો વિધાર્થી તેમજ પાટનગર કીવ ખાતે મેડીકલના ચોથા વર્ષમાં ભણતો હોવાનું વિધાર્થીએ જણાવ્યુ છે. બીજી તરફ ગત રાતથી યુદ્ધ જાહેર થઇ જતા યુક્રેનમાં રહેલ વિદ્યાર્થીઓના વાલીઓમાં ચિંતા વધી છે. રિલાયન્સ ગ્રીનમાં રહેતા વિદ્યાર્થીઓના વાલીઓએ આજે જામનગર કલેકટરને જાણ કરી એમ્બેસી દરમ્યાનગીરી કરે અને યુક્રેનના શિક્ષણ મંત્રાલય અથવા યુનિવર્સીટી સાથે સંવાદ કરીને વિદ્યાર્થીઓને પરત લઇ આવવાની માંગણી કરી છે.