સગીર વિદ્યાર્થીઓ ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવી ટ્રાફિકના નિયમનો કરતા એસૈ કી તેસી
કાયદા મુજબ લાયસન્સ ન હોય અને અકસ્માત થાય તો વાલીઓને જવાબદાર ઠેરશે
શહેરમા પ્રાથમિક અને હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા અન્ડર એઇઝ છાત્રો દેખાદેખીના કારણે બાઇક સાથે સ્કૂલે જવાનો ક્રેઇઝ વધ્યો છે. અને વાલીઓ જ પોતાના બાળકને બાઇક આપવા માટે પ્રેરી કાયદાનો ભંગ કરાવી રહ્યા છે. ત્યારે સગીર છાત્ર અકસ્માત સર્જે ત્યારે તેઓના વાલીઓને જ જવાબદાર ઠેરવવાની કાયદામાં જોગવાઇ કરવામાં આવી છે. અન્ડર એઇઝ વિદ્યાર્થી સ્કૂલે બાઇક સાથે જઇ ધૂમ સ્ટાઇલથી ચલાવી પોતાને હિન્દી ફિલ્મના હીરો જેવા સ્ટન્ટ કરી રહ્યા હોવાથી અકસ્માતનો જોખમ વધી ગયું છે. અકસ્માત સર્જાય ત્યારે છાત્રના વાલીઓને જ જવાબદાર ઠેરવવાનો નિર્ણય લેવાયો છે.
તાજેતરમાં અમીન માર્ગ પર નબીરાએ નો પાર્કીંગમાં કાર પાર્ક કરતા ટ્રાફિક વોર્ડન દ્વારા કારને લોક કરવામાં આવી હતી. ત્યારે ઉશ્કેરાયેલા કાર ચાલકે ટ્રાફિક વોર્ડનને ગાળો ભાંડી તાળુ તોડી ભાગી છુટયો હતો. આવી ઘટના જોઇ સગીર વિદ્યાર્થીઓ પોલીસ કંઇ કરી શકતી ન હોવાની પ્રેરણા લેતા હોય તેવી સ્થિતી સર્જાય છે.
ગુજરાતમાં જોવા જઇ તો ૨૦૧૬ કરતા ૨૦૧૭માં રોડ એકિસડન્ટના આંકડા ૧૧.૪૭ ટકા રોડ એકિસડન્ટના બનાવો વધી ગયા છે. રોડ એકિસડન્ટના કારણે ઘણા છે. જોવા જઇએ તો તેમાં કયાંક આપણો જ વાંધ છે.‘અબતક’દ્વારા આ કારણોની ચકાસણી કરવામાં આવી ત્યારે જાણ થઇ કે ૧૮ વર્ષથી નીચેના વિઘાર્થીઓ દ્વારા સ્ટુડન્ટ ડ્રાઇવીંગ લાઇસન્સ (ટેમ્પોરટી લાઇસન્સ) ન હોવા છતાં મોપેડ ચલાવવામાં આવે છે.
ઘણા ખરાં વિઘાર્થીઓ સાથે વાત કરતા જાણવા મળ્યુ કે ૧૩ વર્ષથી ૧૭ વર્ષના વિઘાર્થીઓ મોપેડના કલાસીસ, શાળા, કોલેજમાં જવા માટે ઉપયોગ કરતાં હોય છે.ઘણાં વિઘાર્થીઓ પાસેથી જાણવા મળે છે કે લગભગ સાતમાં ધોરણથી તેઓ વાહન ચલાવે છે તથા તે વાહન તેમણે માતા-પિતા તરફથી જ આપવામાં આવ્યા હોઇ છે.
કાયદાકીય એવું કહે છે કે જો વિઘાર્થી પાસે લાયસન્સ ન હોય અને બનાવ બને ત્યારે માતા-પિતાએ દંડ ઉપરાંત જેલવાસ પણ ભોગવવાનો રહે છે. પરંતુ કયાંક ને કયાંક આ કાયદાની અવગણના થાય છે. ઘણી પ્રિલિમ શાળાઓમાં જતા જાણ થઇ કે ૧૩ થી ૧૭ ના મોટાભાગના વિઘાર્થીઓ સ્કુટર ચલાવતા જોવા મળ્યા.
અબતક સાથેની વાતચીત દરમિયાન વિઘાર્થીએ જણાવ્યું કે તે ૧૬ વર્ષની છે અને તે છેલ્લા એક વર્ષથી સ્કુટી ચલાવે છે અને તેને મમ્મી-પપ્પા દ્વારા છુટ આપવામાં આવી છે અને તેને તેના પપ્પા દ્વારા ગીફટ આપવામાં આવી છે અને અત્યાર સુધીમાં કયારેય પોલીસ દ્વારા તેને રોકવામાં આવી નથી અને એકિસ્ડન્ટ પણ થયું નથી.અબતક સાથેની વાતચીત દરમિયાન કોન્વેન્ટ સ્કુલની વિઘાર્થીનીએ જણાવ્યું હતું કે ૧પ વર્ષની છે અને અત્યારે તે વ્હીકલ ચલાવતા શીખે છે. અત્યારે તે મમ્મીનું એકીટવા ચલાવે છે અને બુલેટ ચલાવવાનો શોખ છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન વિઘાર્થીએ જણાવ્યું કે તે ૧૭ વર્ષનો છે અને તે ૧૩ વર્ષનો થયો ત્યારથી જ વ્હીકલ ચલાવે છે અને તેને બુલેટ ચલાવવાનો શોખ છે અને બુલેટ ચલાવતા પણ આવડે છે એક વર્ષ પહેલા બુલેટ ચલાવતા શીખ્યું હતું.અબતક સાથેની વાતચીત દરમિયાન એસ.એન.કે. સ્કુલના વિઘાર્થીએ જણાવ્યું કે તે અત્યારે ૧૮ વર્ષની છે અને તે એકટીવા ચલાવે છે તે ધોરણ ૭માં હતી ત્યારથી જ મોપેડ ચલાવે છે અને તેને બધી જ પ્રકારના વ્હીકલ પસંદ છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન માસુમ સ્કુલના વિઘાર્થીએ જણાવ્યું કે તે ૧૪ વર્ષની ઉમ્રથી જ જ એકિટવા ચલાવે છે અને અત્યારે તે ૧૬ વર્ષનો છે તેને અત્યાર સુધીમાં કયારેય પોલીસ દ્વારા રોકવામાં આવ્યો નથી અને એકિસ્ડન્ટ પણ થયું નથી.અબતક સાથેની વાતચીત દરમિયાન વિઘાર્થીનીએ જણાવ્યું કે તે ૧૮ વર્ષની છે અને તે છેલ્લા દોઢ વર્ષથી એકટીવા ચલાવે છે અને અત્યાર સુધીમાં કયારેય પોલીસ દ્વારા રોકવામાં નથી આવી તેને એકટીવા મમ્મી-પપ્પાએ ગીફટમાં આપ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,