વિદ્યાર્થીઓ તેમજ વાલીઓના પ્રશ્નો માટે વડાપ્રધાન મોદીની ‘પરીક્ષા પે ચર્ચા ૨.૦’
૨૪ રાજયોના ધો.૯ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જોડાયા
પંચલાઈન ઓફ ધ ડે
વાલીઓએ પોતાના બાળકોના રીપોર્ટ કાર્ડને સામાજીક આઈડી બનાવ્યું
વડાપ્રધાન તરીકે હું મારી જાતને માતા સાથે સરખાવું છું
આજે પણ કેટલીક ક્ષણો બાળકોની જેમ વિતાવવા ઈચ્છુ છું
બાળકોને ટેકનોલોજીનો સાચો ઉપયોગ શીખવવો જરૂરી
માતા-પિતાના મુડ પ્રમાણે વિદ્યાર્થીઓએ પોતાની વાતની રજુઆત કરવી
‘નિશાન ચુક માફ, નહીં માફ નીચું નિશાન’ વડાપ્રધાને ગુજરાતી કહેવત સમજાવી માર્ગદર્શન આપ્યું
આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દિલ્હી ખાતે વિદ્યાર્થીઓની પરીક્ષા, વાલીઓની મુંઝવણ અને ટેન્શન મુકત અભ્યાસ અંગે હળવી વાતચીત માટે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નરેન્દ્ર મોદીએ હળવાશના મુડમાં ધો.૯ થી ૧૨ના ૨૪ થી વધુ રાજયોના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને સ્પર્શી જાય તેવી બાબતો મોદીએ કહી હતી.
તેમણે કહ્યું હતું કે, માતા-પિતાએ પોતાના અધુરા સપનાઓ તેમના બાળકો ઉપર થોપવા ન જોઈએ અને પરીક્ષાખંડ જીવન નથી પરંતુ માત્ર એક હિસ્સો છે. પરીક્ષા કે કોઈપણ પડાવમાં થોડીક પણ પરિસ્થિતિ બગડે તો જીવન રોકાતું નથી. જયારે એક નાનું બાળક ચાલતા શીખે છે અને પડે છે ત્યારે તેને ખીજાવવાના બદલે તેની માતા તેને તાલી પાડી પ્રોત્સાહિત કરે છે માટે જીવનમાં પડવું ખરાબ નથી પરંતુ તેનો સામનો કરી કંઈક શીખવું મહત્વનું છે.
હું આજે પણ કેટલીક ક્ષણો બાળકોની માફક જીવવા ઈચ્છું છું. અપેક્ષાઓ સારી બાબત છે પરંતુ જો તે વધુ વિકરાળ બને તો અઘરુ પડી શકે છે. પ્રેશરથી પરિસ્થિતિ બગડે છે અને દબાણથી જ ડર અનુભવાય છે પરંતુ જીવનની કોઈપણ તકલીફ કે પડકારો કેમ ન હોય નિડર બની સામનો કરવો જોઈએ.
કારણકે જીવનમાં દરેક સમયે કસોટી જરૂરી છે. કસોટીથી નવી ઉર્જા પ્રાપ્ત થાય છે અને જીવનનો મતલબ સાર્થક થાય છે. કેટલીક વખત માતા-પિતા અને તેના બાળકો વચ્ચે અમુક વાતોના અણબનાવ અને જનરેશન ગેપના કારણે એક જ વિષય પર અલગ-અલગ મતો નિકળતા વિવાદ થતો હોય છે પરંતુ જયારે માતા-પિતાનો મુડ સારો હોય ત્યારે બાળકોએ પોતાના હૈયાની વાતો ઠાલવવી જોઈએ.
આજના વાલીઓની તકલીફ છેકે તેમના બાળકો આખો દિવસ મોબાઈલ ફોન અને ગેમીંગ સાથે જોડાયેલા હોય છે પણ ખરેખર બાળકોને એવું નથી કે ટેકનોલોજીથી દુર રાખવા પરંતુ તેને ખુલ્લા મેદાનની આપણી દેશી રમતો અને શારીરિક કસરત અંગે પણ રૂચી અપાવવી મા-બાપની જવાબદારી છે.
કેન્દ્રીય વિદ્યાલયના એક વિદ્યાર્થીએ વડાપ્રધાનને તેમની વર્કિંગ સ્ટ્રેટેજી અને એનર્જી અંગે પ્રશ્નપુછતા તેમણે ખુબ જ સુંદર જવાબ આપ્યો કે, ઘરમાં માતા કેટલું બધુ કામ કરે છે છતાં તેનું બાળક સ્કુલેથી ભણીને ઘરે આવે છે ત્યારે તેને હસતા મોઢે તેડવા જાય છે એ માતા આખા દિવસનું કામ અને ઘરની ઉપાધી છતાં થાકતી નથી. મારે તો સવા સો કરોડ દેશવાસીઓનું પરીવાર છે માટે મારે પણ જવાબદારીઓ છેકે એક માતાની જેમ હસતા મોઢે અને વર્ક પ્લાનીંગ અને એનર્જી સાથે દેશવાસીઓનું ઉત્સાહવર્ધન અને તેમના વિકાસલક્ષી કાર્યો માટે ચિવટ ધરાવું.
તમામ શાળા-કોલેજોના વિદ્યાર્થીઓએ રસપૂર્વક નિહાળ્યું પરીક્ષા પે ચર્ચા-૨.૦વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ માટે પરીક્ષા પે ચર્ચા પ્રેરણાદાયી: હર્ષાબા જાડેજામિરામ્બિકા સ્કુલના પ્રિન્સીપાલ હર્ષાબા જાડેજાએ જણાવ્યું કે, બે વર્ષથી જે મોદીજીનો શિક્ષણલક્ષી પ્રોજેકટ ચાલી રહ્યો છે તે ખુબ જ સરાહનીય છે. પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શિક્ષકો માટે ખુબ જ પ્રેરણાદાયી રહ્યો હતો અને તમામ વર્ગે તેમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાની વિદ્યાર્થીનીએ જણાવ્યું કે, તેમને આ કાર્યક્રમ નિહાળીને ખુબ જ મજા પડી હવે તેઓ સ્ટ્રેસ ફ્રી રહીને પરીક્ષા આપશે. વડાપ્રધાનની સ્પીચ સાંભળીને ઘણું માર્ગદર્શન મળ્યું.
પરીક્ષાનું ખોટુ પ્રેશર નહીં પણ સારા પરિણામો જરૂરી: પ્રો. હરેન્દ્રસિંહ ડોડીયા
વિરાણી સ્કુલના પ્રિન્સીપાલ ડોડીયાએ જણાવ્યું હતું કે, મોદીજીએ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓના મનમાં રહેલા પરીક્ષાના પ્રશ્નો અને કેટલીક અસમંજસ દુર કરતી બાબતો હળવાશના પળોમાં જણાવી હતી. ખાસ તો બોર્ડના વિદ્યાર્થીઓ કઈ રીતે સારામાં સારું પ્રદર્શન પરીક્ષામાં કરી શકે તે અંગે માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ‚ચિ પૂર્વક નિહાળ્યો હતો. શાળાના ધો.૧૨માં અભ્યાસ કરતા જેઠવા ચિરાગે જણાવ્યું કે, તેમણે શીખ્યું કે, નવા વિચારો નવી આશાઓ અને જોશપૂર્વક પરીક્ષાની તૈયારી કઈ રીતે કરી શકાય. વડાપ્રધાનનો કાર્યક્રમ વાલીઓ અને વિદ્યાર્થીઓની સમજણ સાથે જોડાયો હોવાથી અમને ખરાઅર્થમાં ફાયદો થશે.
ચીરાગ જેઠવા સ્ટુડન્ટદર્શન વિસપરા સ્ટુડન્ટમાણસ નામથી નહીં કામથી મોટો થાય છે: કલ્પનાબેન જોશીપાઠક સ્કુલના પ્રિન્સીપાલ કલ્પનાબેન જોશીએ જણાવ્યું હતું કે, ધન્ય ઘડી છે આજની કે વડાપ્રધાને દેશના ભાવી એવા વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપતા આટલા સરસ ઉદાહરણો સાથે વાતચીત કરી હતી. આજે વિશ્વભરમાં મોદીના નામના ડંકા વાગે છે પરંતુ મોદીજીએ સાબિત કરાવી બતાવ્યું છે કે માણસની ઉંચાઈ તેમના કામથી નકકી થાય છે.
ભારતના ઘડતર માટે મોદીજીએ ખરેખર રંગ રાખ્યો છે. વડાપ્રધાને શાળા, તેના શિક્ષકો અને વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્ર્નોનો ખુબ જ સરળ અને સહજ રીતે જવાબ આપ્યો હતો. શાળાના વિદ્યાર્થી આડેદસરા હર્ષએ જણાવ્યું હતું કે, મોદીજીના આજના કાર્યક્રમમાં શીખવા મળ્યું કે, પરીક્ષાના ડરને કેવી અદભુત રીતે જીતી શકાય છે. આ પ્રકારના કાર્યક્રમો થતા રહેવા જોઈએ.
ખુશી સ્ટુડન્ટહર્ષ આડેસરા સ્ટુડન્ટબોજ સમજવાને બદલે પરીક્ષાને પગથીયું બનાવો : ડો. જી.ડી. આચાર્યઆત્મીય કોલેજના પ્રિન્સીપાલ ડો.આચાર્યએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ કાર્યક્રમ ખુબ જ જ‚રી નિવડશે અને શિક્ષણ વ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ કાર્યક્રમમાં કેટલીક એવી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષાને બોજ સમજવાને બદલે તેને એક પગથીયું બનાવી શ્રેષ્ઠ પ્રદર્શન કરતા જીવનમાં તેમજ કારકિર્દીમાં આગળ વધવું જોઈએ. ‘જહા ચાહ હે વહાં રાહ હે’ જેવા સુત્રોને સાર્થક કરતા નરેન્દ્ર મોદી પણ સ્વંયમ એક દાખલો છે માટે જો વિદ્યાર્થીઓમાં ધગશ હોય તો કોઈપણ કાર્યને કરવાની સક્ષમતા આવી જાય છે. આત્મીયના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, વાલીઓ કેટલીક વખત વિદ્યાર્થીઓને દબાણ કરતા હોય છે અને તેને લીધે ટેન્શન આવતું હોય છે પરંતુ વડાપ્રધાનનો કાર્યક્રમ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓની સમજણ શકિત વચ્ચે સેતુ સમાન સાબિત થયું છે.