બાળકને સામાજિક સુરક્ષાનું કવચ મળી રહે તે માટે મા-બાપની બન્નેની સરખી જવાબદારી નક્કી કરવા કાયદો ઘડવા સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને હિમાયત

સતત વિકસતી જતી ટેકનોલોજીના કારણે દુનિયા દિવસે-દિવસે નાની બનતી જાય છે. જેની વિશ્ર્વના એક દેશની સંસ્કૃતિ પર બીજા દેશની સંસ્કૃતિનો પ્રભાવ પડી રહ્યો છે. ભારતની સંયુક્ત કુટુંબ પ્રાની સંસ્કૃતિ પર પશ્ર્ચિમી દેશોની સંસ્કૃતિનો પ્રભાવ પડતા સંયુક્ત કુટુંબો હવે વિભાજન ઈને અલગ-અલગ રહેવા લાગ્યા છે. આવી જ એક પશ્ર્ચિમી સંસ્કૃતિ પતિ-પત્ની વચ્ચે છુટાછેડાની ભારતીય સમાજ પર ભારે અસર ઈ રહી છે. જેથી એક સમયે ભારતીય સમાજમાં જવલ્લે જ તી છુટાછેડાની ઘટના હવે સામાન્ય વા લાગી છે. સામાજિક પરિવર્તનના કારણે સામાન્ય બનતી જતી છુટાછેડાની ઘટનાના કારણે સંતાનોને સાચવવાની જવાબદારીનો મોટો પ્રશ્ર્ન ઉભો થાય છે. જેી સુપ્રીમ કોર્ટ આ મુદ્દે છુટાછેડા બાદ પણ માં-બાપ જવાબદારીી છટકી શકતા ની અને બાળકની જવાબદારી બન્નેની સરખી હોવાનું ઠરાવ્યું છે. દંપતિના છુટાછેડાની પરિસ્થિતિમાં બાળકના ભવિષ્યની ચિંતાને લઈને સુપ્રીમ કોર્ટે એક જાહેરહિતની અરજીની સુનાવણીમાં છુટાછેડા બાદ બાળકની રખેવાળ, દેખભાળ અને ભવિષ્ય નિર્માણની જવાબદારી માં-બાપમાંી કોઈ એક વ્યક્તિ પર નહીં પરંતુ બન્ને પર મૂકીને બાળકના ભવિષ્યની બાગદોરની જવાબદારી માં-બાપને સંયુક્ત રીતે આપવાની સરકારને હિમાયત કરી છે. આ મુદ્દે કાયદો બનાવવા સરકારને તાકિદ કરી છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે એનજીઓ સેવ ચાઈલ્ડ ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા લગ્ન વિચ્છેદ અને દંપતિના કંકાશી બાળકોની પરિસ્થિતિ સુધારવા અંગે કરેલી જાહેરહિતની અરજીને લઈને સુપ્રીમ કોર્ટે દંપતિ વચ્ચે ઉભા યેલા કલેશ અને છુટાછેડા બાદ બાળકના ભવિષ્યની જવાબદારી કોઈ એક વ્યક્તિને આપવાને બદલે બન્નેને સરખે ભાગે આપી ન શકાય ? તેવો સવાલ ઉઠાવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે શુક્રવારે મેન્ટલ ટ્રોમામાં સરકી ગયેલા બાળકની દેખભાળની જવાબદારી માટે છુટા , ગયેલા માતા-પિતા વચ્ચે ચાલી રહેલી કાનૂની જંગમાં બાળકને સંયુક્ત રીતે સાચવવાનો રસ્તો અખત્યાર કરવાનું કોર્ટે વલણ દાખવ્યું હતું. ન્યાયમૂર્તિ એસ.એ. બોબડે અને બી.આર.ગવાઈની સંયુક્ત ખંડપીઠે સંયુક્ત જવાબદારી માટેની દાદ માંગતી જાહેરહિતની અરજીને ગ્રાહ્ય રાખીને સરકારને આ અંગે નવા નિયમો ઘડવાની હિમાયત કરી હતી. સંયુક્ત ખંડપીઠે જણાવ્યા  હતું કે, આ મામલો કોર્ટમાં નહીં પણ સંસદમાં નવો કાયદો ઘડીને આ મુદ્દાના યોગ્ય નિવારણની સ્થિતિ ઉભી કરવી જોઈએ. કેન્દ્ર સરકારને આ જાહેરહિતની અરજીને લઈને પોતાની જવાબદારી ગણી બાળકની સંયુક્ત દેખભાળને કાયદાનુરૂપ આપવું જોઈએ.

સુપ્રીમ કોર્ટમાં એનજીઓ સેવ સાઈલ્ડ ઈન્ડિયા ફાઉન્ડેશન સંસ કે જે માતા-પિતાના અણબનાવ અને લગ્ન વિચ્છેદની સ્થિતિમાં બાળકોને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે કામ કરે છે. મોટાભાગના લગ્ન સંબંધી વિવાદોમાં બાળકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે આ સંસ કાર્યરત છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી આ અરજીમાં સંયુકત રાષ્ટ્ર મહાસંઘ અને બાળ અધિકારની જોગવાઈઓને ધ્યાને લઈને માતા-પિતાી અલગ યેલું બાળકની દેખભાળ સંયુક્ત રીતે થાય તેની હિમાયત કરવામાં આવી છે. બદલતી જતી સામાજીક વ્યવસને કારણે અત્યારે ભારતમાં પણ છુટાછેડાનું પ્રમાણ વધતું જાય છે. આવી પરિસ્થિતિમાં બાળકના અધિકારોની જાળવણી આવશ્યક બની છે. માતા-પિતા વચ્ચેના અણ બનાવનું ભોગ બાળકને ન બનવું પડે અને બાળક બન્ને સો જોડાયેલું રહે તેવી વ્યવસ અને છુટાછેડાએ લગ્ન જીવનનો અંત આણી શકાય પણ વાલીપણાનો અંત અને બાળકના નાતાને ખતમ ન કરી શકે. બાળક માતા-પિતાનો બન્નેનો પ્રેમ મળવો જોઈએ અને તેના વિકાસ માટે બન્નેનો સહયોગ કાયદેસર વો જોઈએ.

બાળકની જવાબદારીને બાળ જીવનના વાલીપણાનું સુંદર નામ આપવામાં આવ્યું છે. ફ્રાન્સ સરકારે બાળકની દેખભાળની જવાબદારીને માતા-પિતાની સંયુક્ત જવાબદારી ગણતો કાયદો બનાવ્યો છે. આ કાયદામાં બાળકને સંયુક્ત રીતે સાચવવાની હિમાયત કરવામાં આવી છે. બાળકના સુરક્ષિત ભવિષ્ય માટે છુટાછેડા બાદ કોઈ એકને બાળકની સોંપણી કરી દેવાને બદલે બાળક માં-બાપ બન્નેના સંપર્કમાં રહે તેનો ઉછેર બંનેની દેખભાળ હેઠલ મૈત્રીપૂર્ણ અને પારિવારિક લગ્ન વિચ્છેદની કોઈ પ્રતિકુળ અસર ન પડે તેમાં સામાજીક વાતાવરણમાં તેનું શારીરિક સર્વાંગી વિકાસ પર ખુબ જ અસરકારક હોવાી છુટાછેડા લેનાર મા-બાપ બન્નેને બાળકના ઉછેરની સંયુક્ત જવાબદારી મળવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને લગ્ન વિચ્છેદ કિસ્સામાં બાળકને કોઈ એકને નહીં પરંતુ માતા-પિતા બન્ને સરખી રીતે સાચવે તેવા કાયદો બનાવવાની હિમાયત કરી છે. દેશમાં અત્યારે છુટાછેડાના બનાવો વધી રહ્યાં છે ત્યારે અલગ નારા માતા-પિતા બાળકોને સામાજીક સુરક્ષાનું કવચ સારી રીતે મળી રહે તેમાટષ સંયુક્ત વાલીપણાની જોગવાઈ કરવા કોર્ટે સરકારને સુચન કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.