આજે આપણે સૌ કોઈ ટેકનોલોજીના યુગમાં જીવી રહ્યા છીએ ત્યારે આ ડિજિટલ યુગમાં પણ લોકો અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરતા જોવા મળે છે ત્યારે આજે રાજયમાં વધુ એક ચકચારી કિસ્સો સામે આવ્યો છે જેમાં બાળકીની તબિયત સારી ન રહેતા માતા પિતાએ ભુવા પાસે ડામ અપાવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના પોરબંદર જિલ્લાના બખરલા ગામની છે જ્યાં બે વર્ષની બાળકીની તબિયત નાદુરસ્ત રહેતા તેને ડોક્ટર પાસે લઈ જવાના બદલે ભુવા પાસે લઈ ગયા અને બાળકીને ડામ અપાવ્યા હતા. ડામ અપાવતા બાળકીને હોસ્પિટલ ખસેડવામા આવી હતી.
થોડા સમય પહેલા જ રાજકોટમાં આવો જ કિસ્સો આવ્યો હતો જેમાં માતાપિતાએ બીમાર બાળકીને ડોક્ટર પાસે લઈ જવાને બદલે ભુવા પાસે લઈ ગયા અને બાળકીને ડામ આપવામાં આવ્યા હતા, બાળકીની હાલત નાજુક થતા તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી ત્યારે હવે પોરબંદરમાં પણ બે વર્ષની માસૂમને કફ થઈ જતા હોસ્પિટલમાં લઈ જવાને બદલે માતા પિતાએ દેશમાં રહેતા હુઆ પાસે લઈ ગયા ત્યારે ક્રૂર ભૂવાએ બાળકીને લોખંડના સળિયા વડે શરીરમાં ડામ આપતા બાળકીને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.