- વડોદરામાં એક સોસાયટીમાથી પસાર થતી સ્કૂલ વાનમાથી અચાનક દરવાજો ખૂલી જતાં બે વિદ્યાર્થિનીઓ નીચે રસ્તા પર પટકાઈ હતી.
Vadodara News : રાજકોટ અગ્નિકાંડ બાદ ગેમ ઝોન, શાળા, સ્કૂલવાન તેમજ બાળકોની સુરક્ષાને લગતી અનેકવિધ જવાબદારી બાબતે સરકારે અનેક નવા નિયમો લાગુ કર્યા છે. જેમાં ખાસ સ્કૂલ વનની જોખમી સવારી બાબતે પણ કડક વલણ દાખવાયું છે. છતાં પણ બાળકો અને વિદ્યાર્થીઓના જીવ જોખમાયા છે. વડોદરામાં એક સોસાયટીમાથી પસાર થતી સ્કૂલ વાનમાથી અચાનક દરવાજો ખૂલી જતાં બે વિદ્યાર્થિનીઓ નીચે રસ્તા પર પટકાઈ હતી.

વડોદરામાં ચાલુ સ્કૂલ વાનમાંથી પટકાયા બાળકો પટકાયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના cctv પણ સામે આવ્યા છે.
વિડીયો જોવા માટે અહી ક્લિક કરો…
આ વિડીયોમાં ફૂલ સ્પીડમાં એક સ્કૂલ વાન આવતી જોવા મળે છે. આ સ્કૂલ વાનનો પાછળનો દરવાજો ખુલ્લો હતો. જેથી વાનમાં બેઠેલી વિદ્યાર્થિનીઓ નીચે પડી ગયી હતી. સદ્દ નશીબે ત્યારે પાછળ કોઈ વાહન નહોતું આવતું. આ ઘટના બાદ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતાં. આ ઘટના પરથી તંત્ર પર અનેક સવાલો ઉભા થાય છે. આ ઘટના પર અનેક નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. આ ઘટના બાદ સરકારે પણ તપાસના આદેશ આપ્યા છે. પોલીસ દ્વારા વાહન ચાલક સામે તપાશ શરૂ કરાઇ છે. આ ઘટના ગત 19 જૂનની હોવાનું cctvમાં ઉલ્લેખ છે.
વડોદરાની ઘટના બાબતે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાની પ્રતિક્રિયા

“વડોદરાની ઘટનાની મને મીડિયા માધ્યમથી જાણ થઈ છે, શાળાએ બાળકને મોકલવા માટે વાલીઓ ખાનગી રીતે વાહનોની સુવિધા કરતા હોય છે. ત્યારે વાલીઓએ પણ તકેદારી રાખવી જોઈએ અને માત્ર સ્કૂલ વાન નહીં પરંતુ વ્યક્તિ કેવી રીતે ડ્રાઇવિંગ કરે છે તે પણ જોવું જોઈએ. જે ઘટના બની છે તેમાં ભગવાનનો પાર માન્ય કે બાળકીને કંઈ થયું નથી.” : પ્રફુલ પાનસેરિયા ( રાજ્ય શિક્ષણ મંત્રી )
“સ્કૂલ વાહન ચાલકોએ પણ પોતાની ફરજ સમજવી જોઈએ. તેઓ માત્ર વાહન નથી ચલાવતા પરંતુ કોઈના જીવના ટુકડાને સાથે લઈને મુસાફરી કરે છે. એટલે સ્કૂલ વાહન ચાલકોએ પણ વાહન ચલાવતા સમયે દરવાજા બરાબર બંધ છે કે નહીં તે ચકાસવું જોઈએ” :પ્રફુલ પાનસેરિયા ( રાજ્ય શિક્ષણ મંત્રી )
ઘટના બાદ શું કાર્યવાહી થયી?
આ ઘટના બાદ વાહન માલિક અને વાહન ચાલકની અટકાયત કરાઇ. સ્કૂલ વનનું ટેક્સી પસિંગ પણ ન હોવાનું સામે આવ્યું હતું. વાહન ચાલકની ઉમર 23 વર્ષની છે.