મોરના ઈંડા ચિતરવા ન પડે !!!

વિદ્યાર્થીઓ માટે મોટીવેશન ,ડાઉટ સોલ્વીંગ અને સતત મોનિટરિંગએ સફળતાના શિખરો : પ્રસન્ન ત્રિવેદી

મેડિકલ પ્રવેશમાં ઈચ્છા ધરાવનાર વિદ્યાર્થીઓ દ્વારા જે નીટ પરીક્ષા આપવામાં આવી હતી તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્રમાં પ્રીમિયર સ્કૂલનું ખુબજ સારું પરિણામ આવ્યું છે.એટલુંજ નહીં સૌરાષ્ટ્રમાં પ્રથમ રેન્ક મેળવનાર પ્રસન્ન ત્રિવેદી ઓલ ઇન્ડિયા 73મો રેન્ક હાંસલ કર્યો છે અને સૌરાષ્ટ્રની સાથે પ્રીમિયર સ્કૂલનું પણ ગૌરવ વધાર્યું છે. સંચાલકોનુ માનવું છે કે કોરોનાના કપરા સમયમાં જ્યારે ઓફલાઈન શિક્ષણ બંધ હતું તે સમયે ઓનલાઈન મારફતે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવતો હતો . એટલું જ નહીં વિદ્યાર્થીના માતા પિતા એ પણ તેના પુત્રને મળેલા પરિણામ પર ગર્વ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે તેની અથાગ મહેનત અને તેનો પરિશ્રમ આ સારું પરિણામ લાવવા માટે કારગત નિવડ્યું છે.

ઉનાળા સમયમાં પણ તે યથાવત તબીબી ક્ષેત્રે પોતાનું ઉજ્વળ પ્રદર્શન ચાલુ રાખે તેવી અપેક્ષા અને ભરોસો પણ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીના માતા પિતાએ અબ તક સાથે રૂબરૂ વાતચીતમાં અનેક સારી વાતો વર્ણવી હતી.

પોતાની ઈચ્છાશક્તિ તથા પ્રીમિયર સ્કૂલના સહયોગથી પ્રસન્ન ને મળ્યું ખૂબ જ સારું પરિણામ : ડો. તેજસ ત્રિવેદી

vlcsnap 2022 09 14 10h54m44s721

નીટની પરીક્ષામાં પ્રસન્નનો ઓલ ઈન્ડિયમાં 73મો રેન્ક આવવાંની ખુશી વ્યક્ત કરતા પિતા ડો. તેજસ ત્રિવેદીએ અબતક સાથેની વાતચીમાં જણાવ્યુ હતું કે ,અમારા માટે ખૂબ જ ગૌરવની ક્ષણ છે કે અમારા બાળકની સિદ્ધિ ને કારણે કુટુંબ, સમાજ અને પ્રીમિયર સ્કૂલને પ્રસિધ્ધિ મળી છે. પ્રીમિયર સ્કૂલ તરફથી કોમ્પિટીટીવ એક્ઝામ માટે ખૂબ જ સારુ પ્રોત્સાહન મળ્યું છે તથા કોરોના સમયમાં પણ સ્કૂલ દ્વારા ખૂબ જ સાથ મળ્યો. ભાર વિનાના ભણતરની વિચારધારા સાથે સારી કારકર્દી માટે મેહનત પણ એટલી જ અનિવાર્ય છે. અમારા બાળક ના ભણતર મા ફક્ત એક વાલી તરીકે નહી પણ એક શિક્ષક તરીકે પણ તેની સાથે ઉભા રહેતા. આ સાથે તેમણે દરેક વાલીને અપીલ કરી હતી કે બાળકને પરિણામ લાવવા માટે દબાણ ન કરવું જોઈએ

મેડિકલ ક્ષેત્રમાં પ્રજાના કલ્યાણ માટે દેશનું આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરવા માંગુ છું: પ્રસન્ન ત્રિવેદી

vlcsnap 2022 09 08 13h00m33s263 1

નીટ પરીક્ષામાં ઓલ ઇન્ડિયા 73 મો રેન્ક મેળવનાર પ્રસન્ન ત્રિવેદીએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, નિટ પરીક્ષા ટેસ્ટ મેચ જેવી છે જેમાં જો સાચી અને યોગ્ય દિશામાં મહેનત કરવામાં આવે તો સારું એવું પરિણામ મેળવી શકાય છે. તેઓએ જણાવ્યું હતું કે તે મેડિકલ ક્ષેત્રે રસ ધરાવતા હોવાથી આવનારા સમયમાં એવી દવાની સંશોધન કરવા માંગે છે કે જે ભારત દેશ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય. સફળતા મળ્યા બાદ પ્રસન્ન ત્રિવેદીએ સંપૂર્ણ શ્રેય તેમના પરિવાર અને તેમના શિક્ષકોને આપ્યો હતો અને જણાવ્યું હતું કે જ્યારે ઓનલાઇન શિક્ષણ મારફતે અભ્યાસ થતો તે સમયે પણ કોઈ પણ સમય શિક્ષકોએ વિના વિલંબે તેમને તમામ જરૂરી માહિતી પૂરી પાડી છે. જણાવ્યું હતું કે તેમના જે જુનિયર આવનારા દિવસોમાં જે પરીક્ષા આપવાના છે તેમને યોગ્ય અભ્યાસ કરવો અને યોગ્ય પ્લાનિંગ કરવું એટલું જ જરૂરી છે જે કર્યા બાદ તેઓને ધારી સફળતા હાંસલ થશે. વધુમાં તેને જણાવ્યું હતું કે તે આંતરરાષ્ટ્રીય સ્તરે મેડિકલ ક્ષેત્રમાં પ્રજાના કલ્યાણ માટે દેશનું પ્રતિનિધિત્વ કરવા માંગે છે.

ભણતરમાં સ્વશિસ્તની સાથે ઇત્તર પ્રવૃત્તિઓ તથા આધ્યાત્મિકતા હકારાત્મકતા આપે છે: ડો વીણા રાજ્યગુરુ

vlcsnap 2022 09 14 10h54m52s569

પ્રસન્નના માતા વીણા રાજ્યગુરુ, જેઓ એક ડોક્ટર પણ છે તેમણે અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યુ હતુ કે ડો તરીકે દર્દીઓ તેમજ એક માં તરીકે બાળક બન્નેને પ્રાથમિકતા આપી પ્રસન્નના ભણતરમાં સાથ આપતી, આજનાં જમાનામાં વાલીઓએ બાળકના માતા પિતાની સાથે તેમના મિત્ર બની રેહવું ખુબજ અગત્યનું છે જેથી બાળક તેમની કોઈપણ સમસ્યાના સમાધાન માટે પોતાના વાલી પાસે જ આવે અને વિશ્વાપૂર્વક પોતાની વાત કહી શકે. પ્રસન્ન ભણતરની નિષ્ઠાની સાથે ઇત્તર પ્રવૃત્તિમાં પણ એટલો જ રસપૂર્વક ભાગ લેતો આ સાથે અમારા કુટુંબના સભ્યો ભેગા મળી આધ્યાત્મિકતામાં પણ રૂચિ વધે એ માટે ગાયત્રી મંત્ર તેમજ રૂદ્રીના પાઠ પણ કરતા , જે જીવન તેમજ ભણતર બન્નેમાં પોઝિટિવીટી પ્રદાન કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.