વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા બદલ મુખ્યમંત્રીનો આભાર માનતા પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય ચેતન રામાણી
ગુજરાત પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય કેમજ સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાન ચેતનભાઇ રામાણી જણાવે છે. ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી તેમજ તેમની સરકાર દ્વારા દ્વારા 1/પ/ર0ર0 ના રોજ મા-કાર્ડ અને વાત્સલય કાર્ડ રાજ્યના જે ગરીબ અને મધ્યમવર્ગીય પરીવારો ધરાવે છે તેવા પરીવારોમા જો કોઇ વ્યકિત કોરોના સંક્રમીત થાય તો તેમને ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે પ્રતીદીન ર5000 સુઘીના મર્યાદામા 10 દિવસના 50000 સુધીની સારવાર ખર્ચ મા તેમજ વાત્સલ્ય કાર્ડમાથી મળવા પત્ર છે જેનો લાભ રાજ્યના 80 લાખથી વઘુ પરીવારોને મળવા પાત્ર રહેશે તેમજ 13/પ/ર0ર0ના રોજ કોરોના સંક્રમણથી માતા-પિતા ગુમાવનારા અનાથ-નિરાધાર થયેલ બાળકોની વહારે આવી માસીક ર4000 ની સહાય કરવાનો નિર્ણય કર્યો છે તેને આવકારી અભિનંદન આપી કહ્યું હતુ કે, હરહંમેશ મુખ્યમંત્રીએ પ્રજાને મુખ્યમંત્રી કક્ષાથી જોવાના બદલે ગ્રાઉન્ડ લેવલે જઈ છેવાડાના માનવીની સમસ્યાઓને પોતાની સમજી તેનું યોગ્ય લોકો સાથે પરામર્શ કરી નિરાકરણ લાવવા પ્રયતનો કર્યા છે.
રામાણીએ વધુમાં કહ્યુ હતુ કે, ગત 1 થી 1.5 વર્ષ સ્કૂલો બંધ હોવાથી બાળકો માટે પણ શીક્ષણ મેળવવુ મુશ્કેલ રૂપ બન્યુ હતુ તેમજ રાજ્યમાં 10 મા ઘોરણમાં ભણતા તમામ બાળકોના માતા-પીતા માટે આ એક ગંભિર વિષય બન્યો હતો કે પરિક્ષા હશે કે માસ પ્રમોશન, હશે તો કેવી રીતે હશે, બાળકોના આરોગ્ય નુ શુ? તેવા અનેક પ્રશનો તેમને ઉદભવી રહ્યા હતા ત્યારે રાજ્યના ટોચના શૈક્ષણીક જગતના લોકો સાથે પરામર્ષ કરી વિદ્યાર્થીના વિશાળ હિતમા કોરોનાની પ્રવર્તમાન પરિસ્થીતીને ધ્યાનમાં લઇ ઘોરણ-10 (એસ.એસ.સી.) મા રેગ્યુલર વિધાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરતા માતા-પિતા એક હાશકારો અનુભવી રહ્યા છે ત્યારે સમગ્ર પ્રજાજનો વતી રૂપાણી અંતમાં ફરી વખત લાખ લાખ અભિનંદન.