ભાવિ વકીલો માટે લેવાયેલી પરીક્ષાનું
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની બેઠકમાં નિર્દોષ ઉમેદવારો વગર વાંકે દંડાયા હોય સર્વાનુમતે નિર્ણય
ઓલ ઇન્ડિયા બાર દ્વારા ભાવી વકીલો માટે લેવાયેલી પરીક્ષાનું રાજકોટ સેન્ટરનું પરિણામ જાહેર કરવા બાર કાઉન્સિલ ઇન્ડિયા ને ગુજરાત બાર કાઉન્સિલની મળેલી બેઠકમાં માંગણી કરવામાં આવી છે.
એલ.એલ.બી.પાસ કર્યા બાદ વકીલાત કરવા માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ઓલ ઇન્ડિયા બાર એકઝામીનેશન પાસ કરવી કરયાત છે. ગુજરાત રાજયમા અમદાવાદ, સુરત અને રાજકોટ કેન્દ્ર ખાતે તા.05/02/203ના રોજ આ ઓલ ઈન્ડિયા બાર એકઝામીનેશન લેવામાં આવેલ. જેમા અમદાવાદ તથા સુરત કેન્દ્રનું પરિણામ તા.28/08/2023ના રોજ જાહેર કરવામા આવેલું અને રાજકોટ કેન્દ્ર ખાતે ઓલ ઇન્ડિયા બાર એકઝામના પેપર કોડવાના મુદ્દે તેનુ પરિણામ રદ કરવાનો નિર્ણય બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ધ્વારા લેવામા આવેલુ છે.
જે બાબતે મનોજ એમ.અનડકટ, મેમ્બર, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તથા જુદા-જુદા બાર એસોશિએસનોના જુનીયર ધારાશાસ્ત્રીઓ ધ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવેલી કે બાર કાઉન્સિલ ઓક ઇન્ડિયાને રજુઆત કરી રાજકોટ કેન્દ્રના પરિણામ રદ કરવાના નિર્ણય પર ફેર વિચારણા કરી રાજકોટ કેન્દ્રથી પરીક્ષા આપનાર ઉમેદવારીના ઓલ ઇન્ડિયા બાર એકઝામ17નું પરિણામ જાહેર કરવામા આવે.
તાજેતરમાં તા.21/05/2023ના રોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અસાધારણ સભા મળેલ જેમા મનોજ એમ.અનડકટ,મેમ્બર, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આવેદનપત્ર પર ઉંડાણપુર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવેલી. જેમાં રાજકોટ કેન્દ્રના આશરે 3000 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેમાં પેપર ફોડવાના કારણે રાજકોટ કેન્દ્રના તમામ ઉમેદવારોનું પરિણામ રદ કરવાનો નિર્ણય બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ લીધેલો. વધુમાં એવી ચર્ચા પણ થયેલી કે કેટલાક ગુનાહિત ઉમેદવારોને કારણે બાકીના તમામ નિર્દોષ ઉમેદવારોનું પરિણામ રદ કરીને વગર વાંકે સજા થયેલી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મીટીંગમાં હાજર રહેલા તમામ સભ્યોએ સર્વસંમતિ થી બાર કાઉન્સિલ ઓલ ઇન્ડિયાના ચેરમેન મનન કુમાર મિશ્રાને રાજકોટ કેન્દ્રનું પરિણામ રદ કરવાના નિર્ણયને ફેરવિચારણા કરી તે પરિણામ જાહેર કરવા માંગણી કરતો પત્ર ઓલ ઇન્ડિયા બારને મોકલવાનું ઠરાવવામા આવેલું છે.