વિરાર ભરૂચ શટલ મેમુ ટ્રેનનો પારડી-વલસાડ વચ્ચે પેન્ટ્રોગ્રામ તૂટી જતા રેલવે વીજ લાઈન તૂટી પડી હતી. જેના પગલે મુંબઈ અને સુરત વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાયો છે. મોટા ભાગની ટ્રેન અડધો કલાકથી એક કલાક જેટલી લેટ થઈ છે.
વલસાડ અને પારડી વચ્ચે રેલ્વે વીજતાર તૂટતા મુંબઈ સુરત રેલ વ્યવહાર ખોરવાયો છે. વિરાર ભરૂચ શટલ મેમુ ટ્રેનનો પારડી-વલસાડ વચ્ચે પેન્ટ્રોગ્રામ ટૂટી જતા રેલવે વીજ લાઈન તૂટી પડી હતી. શતાબ્દી એક્સપ્રેસ, ગુજરાત એક્સપ્રેસ સહિતની ટ્રેન અડધો કલાકથી એક કલાક લેટ થઈ છે. મુંબઈથી સુરત તરફ જતા મુસાફરો અટવાઈ ગયા છે.
તૂટેલા વીજતારના સમારકામ માટે રેલવે વિભાગ યુદ્ધના ધોરણે કામ શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે વિરાર ભરૂચ શટલ મેમુ ટ્રેનનું રિપેરીંગ વલસાડ યાર્ડ ખાતે કરવામાં આવી રહ્યું છે.