આઠ શખ્સો સામે નોંધાતો ગુનો
ભેસાણના પરબ ધામ ખાતે ચાલી રહેલ ધાર્મિક ઉત્સવ દરમિયાન પર્કિંગમાં બેઠેલ બે તરુણને અહીં શું બેઠા છે ? તેમ કહી જ્ઞાતી પ્રત્યે હડધૂત કરી, માર મારી, ટાંટીયા ભાંગી નાંખવાની ધમકી આપી હોવાની આઠેક શખ્સો સામે પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે.
ભેસાણના ખંભાળિયા ગામે રહેતા નીખીલ ભરતભાઇ સોલંકી (ઉ.વ.17) તથા નરેન્દ્રભાઇ પરબના મેળાના પાર્કીંગમાં મોટર સાયકલ ઉપર બેઠેલ હતા ત્યારે પસવાડા ગામના કૌશીક ભાટી નામના ઈશમે ત્યાં આવી અહીં શું બેઠા છે ? તેમ કહી જ્ઞાતી પ્રત્યે અપશબ્દ બોલી હડધૂત કરતા સાહેદ નરેન્દ્રભાઇ ડરી ગયેલ અને તેણે દિવ્યેશભાઇ સોલંકીને ફોન કરી બોલાવેલ તે દરમિયાન કૌશીક ભાટીએ ક્યાંકથી લોખંડનો પાઇપ લઇ આવી નીખીલના માથામાં એક ઘા મારી દીધેલ અને ત્યાં અન્ય સાતથી આઠ આરોપીઓ આવી ગયેલ અને નીખીલ તથા નરેન્દ્રભાઇને ઢીકા પાટુનો માર માર માર્યો હતો તથા દિવ્યેશભાઇ અને હાર્દિકભાઇ પણ ત્યાં આવતા તેઓને પણ આરોપીઓએ ટાંટીયા ભાંગી નાંખવાની ધમકી આપી, ગેર કાયદેસર મંડળી રચી, જીલ્લા મેજીસ્ટ્રેટ જુનાગઢના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી, ગુન્હો કર્યા અંગેની નીખીલભાઇ ભરતભાઇ સોલંકી એ ભેસાણ પોલીસમાં કૌશીક ભાટી તથા સાતથી આઠ અન્ય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.