મહંતના પ્રમુખપદે પૂ. લાલાબાપાની ૧૩૯મી જન્મ જયંતિ મહોત્સવની ઉજવણી કરાઇ: મનસુખભાઇ પરમારે શાલ ઓઢાડી સન્માન કર્યુ
ગોંડલ શહેરમાં મોચી જ્ઞાતિના સંત પૂ. લાલાબાપાનું લાલ મંદીર મોચી શેરી દેવપરામાં આવેલું છે. પૂ. લાલાબાપાની ૧૩૯મી જન્મ જયંતિ મહોત્સવ લાલાબાપાની શેરી, દેવપરા, તથા બ્રહ્મક્ષત્રીય (ખત્રી) જ્ઞાતિના વાડીમાં મહંત પરસોતમદાસજીના પ્રમુખ પદે ભવ્ય રીતે ઉજવાયો.
આ ધાર્મિક પ્રસંગે લાલમંદીર ના પૂજારી પરસોત્તમદાસજીનું સત્સંગી સેવક, મનસુખભાઇ એમ. પરમારે શાલ ઓઢાડી, મૂર્તિ અર્પણ કરી ભગવાનનો પ્રસાદ આપી સન્માન કર્યુ હતું. ભકતજનોએ તાલીઓના ગડગડાટથી આ પ્રસંગને વધાવી લીધો હતો. બ્રહ્રક્ષત્રીય (ખત્રી) વાડીમાં દાંડીયા રાસનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં એસ.એન. ચૌહાણ, મનોજભાઇ ચુડાસમા, મહેન્દ્રભાઇ નાગર, સુરેશભાઇ ચૌહાણ તથા આગેવાનો એ રાસની રમઝટ બોલાવી હતી.
સભાનું શ્રેષ્ઠ સંચાલન વ્યવસ્થાપક અનેલાલ મંદીરના ભવિષ્યના લધુ મહંત ભરતભાઇ પી. ચુડાસમાએ કરી સૌના હેત અને હૈયા જીતી લીધા હતા.તેવું મનસુખભાઇ એમ. પરમારની અખબારી યાદીમાં જણાવાયું છે.