મુસ્લિમ સમાજની ૧૮ જમાતનાં આગેવાનો તથા ક્ષત્રિય સમાજનાં અગ્રણીઓ વિધિવત રીતે ભાજપમાં જોડાયા: જાહેરસભાને બહોળો જન પ્રતિસાદ

આગામી લોકસભા ચુંટણીના અંતિમ ચરણમાં જામનગર લોકસભા બેઠકનાં ઉમેદવાર પુનમબેન માડમનાં સમર્થનમાં ખંભાળિયામાં પુરુષોતમ રૂપાલાની જાહેરસભા યોજાઈ હતી જેમાં વડાપ્રધાન મોદીનું કુશળ નેતૃત્વ પુનમબેન સક્રિયતા-હવાલાની આગવી સમજ સાથે આ વિસ્તારનાં મુસ્લિમ સમાજની ૧૮ જમાતનાં આગેવાનો તથા બારાડી પંથકના પંદર જેટલા ક્ષત્રિય સમાજના આગેવાનો ભાજપમાં વિધિવત જોડાયા હતા.

રૂપાલાએ ભિન્ન મુદાઓને ભાતીગળ ભાષામાં જોરદાર રીતે આ પ્રમાણે રજુ કર્યા હતા. જેમાં ખેડુતોને રૂ.૬૦૦૦ આપવાના મોદી સરકારના વાયદા પ્રમાણે ખેડુતોના ખાતામાં હાલ પ્રથમ હપ્તાનાં રૂ.૨ હજાર આવ્યા છે.તેમજ જમીન માપણીમાં પણ વડાપ્રધાન સાથે ચર્ચા બાદ નિર્ણય કરવામાં આવ્યો છે કે આગામી ચુંટણી બાદ ખેડુતોને સંતોષ પ્રમાણે ૭/૧૨ના દાખલા પ્રમાણે માથણ કરવામાં આવશે. ખેડુતોને અન્યાય થવા દેવામાં આવશે નહીં.

ગામડાઓની સઘ્ધરતા માટે તેઓએ જાહેરમાં સરપંચોના મોઢે કબુલાવ્યું હતું કે, મોદી સરકાર કેટલા રૂપિયા ગામડાને આપે છે તે વાત ખુદ સરપંચે જાહેરમાં કરી હતી કે રૂ.૨૦ લાખથી વધુ રૂપિયા ગામડા માટે છે.IMG 20190420 WA0054

મોદી સરકાર દ્વારા ગુજરાતના અઢાર હજાર તથા ભારતનાં અઢી લાખ ગામડાઓને કરોડો-કરોડો આપી ગામડા સધ્ધર બનાવવામાં આવ્યા છે. રૂપાલાએ સન્નાટો છવાઈ જાય તેવું પ્રાસંગિક રજુ કરી ઉપસ્થિત માનવ મેદનીને ભારોભાર ભાજપ તરફે લોકચાહના વધે છે માટે ચૌટદાર પ્રાસંગિક આ પ્રમાણે રજુ કર્યું હતું કે, એર સ્ટ્રાઈકના વિષયની જેઓને સમજ નથી તેઓ એર સ્ટ્રાઈકના પુરાવાઓ માગે છે.

એર સ્ટ્રાઈક કરવાનાં નિયમો એવા છે કે જવાનોએ પાડોશ દેશની અંદર જઈ તેઓના નાગરિકોની હિંસા થાય નહીં એ રીતે ત્રાસવાદીઓ ખાતમો બોલાવવાનો હોય છે. કદાચ શહિદ થવું પડે તો પણ સામેના નાગરિકોની હિંસા થવી જોઈએ નહીં. આ પ્રકારનાં આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવ્યા પછી પણ કોંગ્રેસ એમ કહે છે લશ્કરના જવાનોના કમાન્ડરો ગુંડાગીર્દી કરે છે આવા આક્ષેપ વ્યાજબી કેટલા ?આરમાનો કાયદો રદ કરવાની કાશ્મીરમાંથી સૈન્ય હટાવવાની વાતો કરનાર કોંગ્રેસ કાશ્મીરમાંથી સૈન્ય હટાવવાની વાત કરી જવાનો અને દેશ ઉપર જોખમ ઉભુ કરવા જઈ રહી છે ત્યારે આવા પક્ષને દેશનું સુકાન સોંપાઈ ખરૂ ? આ વાતને બરોબર દિલ દિમાંગમાં ઉતારજો અને પછી એવું કરજો કે કેટલાક મત પેટીમાં કોંગ્રેસનો એક મત પણ ના નિકળવો જોઈએ.

‘બુંદો સે હર બોલી સે હમને સુની કહાની સંસદ પાવન સે ચલી તો તલવાર પુરાનીથી ખુબ લડી મર્દાની વો તો ઝાંસી વાલી રાની થી આ પંકિત બોલી તેમણે પુનમબેન માડમની સક્રિયતાને ઝાંસીની રાણી સાથે સરખાવી પુનમબેનની ઝંઝાવતી કાયમી સક્રિયતાને પ્રોત્સાહન આપી વિકાસની ટ્રેનને આગળ ધપાવવા અપીલ કરી હતી.

કાર્યક્રમમાં મુળુભાઈ બેરા, કાળુભાઈ ચાવડા, મેઘજીભાઈ કણઝારીયા, દિનેશભાઈ દતાણી, મયુરભાઈ ગઢવી, અમિતભાઈ શુકલ, હસમુખ ધોળકિયા, ભરતભાઈ ચાવડા, મસરીભાઈ નંદાણિયા, શ્વેતાબેન શુકલ, અશોકભાઈ કાનાણી, મનિષાબેન ત્રિવેદી, ફાલ્ગુનીબેન વ્યાસ, આલાભાઈ જોગલ, મનિષાબેન લાલ, સવદાસભાઈ, અશોકભાઈ કાનાણી, કરશનભાઈ ગોજીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.