“અબતક” મુલાકાતમાં 11 દિવસીય પરશુરામ જન્મોત્સવના કાર્યક્રમોની આગેવાનોએ આપી વિગતો
પરશુરામ જન્મોત્સવ સમિતિ દ્વારા પરશુરામ જન્મોત્સવની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, અબતકની મુલાકાતમાં આવેલા પરશુરામ જન્મત્સવ સમિતિ મહિલા પાંખના આગેવાનો કિરણબેન જોશી કિરણબેન ખીરા હિરલબેન બલભદ્ર માહીબેન પંડ્યા ગુંજનબેન દવે તૃપ્તિબેન ત્રિવેદી રુચિતાબેન જોશી ,દેવિકાબેન રાવલ, બીનલબેન જાની ,શિવાનીબેન વ્યાસ ,દક્ષાબેન પંડ્યા, અલકાબેન જોશી ,જીજ્ઞાબેન પંડ્યા ,ગીતાબેન ત્રિવેદી ,દીપાલીબેન વ્યાસ, ,હિરલબેન સોનપરા, અલ્પાબેન જોશી; જીજ્ઞાબેન જાની ;જાનકીબેન રતેશ્વર; ઉર્વશીબેન રતેશ્વર ,ક્રિષ્નાબેન રાવલ ,પ્રગતિબેન રાવળ ,વાસંતીબેન ત્રિવેદી, જાનવીબેન ત્રિવેદી, ચંદ્રિકાબેન મહેતા, તેજલબેન ત્રિવેદી, રક્ષાબેન જોશી ,ગોલુબેન જોશી, હર્ષાબેન ભટ્ટ, ક્રિષ્નાબેન ભટ્ટ, પ્રફુલાબેન પાઠક, અમૃતાબેન દવે ધાત્રી ભટ્ટ ,અને સચિનભાઈ દવે એ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે પરશુરામ જન્મોત્સવ સમિતિ દ્વારા તારીખ 12 થી 22 સુધી દાદાના જન્મોત્સવની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ભગવાન શ્રી પરશુરામની જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે તા.22/04 ના રોજ દર વર્ષની જેમ પરશુરામ જન્મોત્સવ સમિતિ દ્વારા ભવ્યાતીભવ્ય રીતે ઉજવણી ક2વામાં આવશે. ભગવાન શ્રી પરશુરામની મુર્તીનું સ્થાપન તા.12/04 ના રોજ ત્રિકોણબાગ ખાતે કરવામા આવશે. તા.12/04/2023 થી ત્રિકોણ બાગ ખાતે દ22ોજ સાંજે 8 કલાકે 52શુરામ ભગવાનની આરતી કરવામાં આવે છે તેમજ દરરોજ રાત્રીના અલગ-અલગ સાંસ્કૃતીક કાર્યક્રમો મહિલા સમિતિ દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ તા.22/04 ના રોજ ભગવાન શ્રી પરશુરામની શોભાયાત્રા ત્રિકોણબાગથી પરશુ2ામધામ (વેજાગામ) સુધીનું આયોજનમાં આવશે. જેમાં રૂષિમુનીઓ, બ્રહ્મક્રાંતી વિરો, બ્રહ્મ શ્રેષ્ઠીઓના કટઆઉટ સાથેના ફલોટસનું સુંદર મજાનું આયોજન કરવામાં આવશે.
તેમજ પરશુરામધામ ખાતે હજારોની સંખ્યામાં રાજકોટ જીલ્લાના બ્રહ્મસમાજના બ્રાહ્મણો એક સાથે બેસી બ્રહ્મ ભોજનનો લાભ લેશે. આ વર્ષના પરશુરામ જન્મોત્સવ સમિતિના ક્ધવીનર સન્નીભાઈ જાની પર જન્મોત્સવની તેમજ શોભાયાત્રાની જવાબદારી તેમના શીરે સોપેંલ છે અને ક્ધવીનરની સમિતિમાં સહક્ધવીનર તરીકે મોહિત ઉપાઘ્યાય, સંયોજક ઉમંગ ભટ્ટ, ખજાનચી ચિંતન વ્યાસ, વ્યવસ્થાપક વિમલ દવે, પ્રશાંત રાજ્યગુરૂ, રાજા ભટ્ટ કે જેઓ ઉપરોક્ત કાર્યક્રમોને સફળ બનાવવા માટે પરશુરામ જન્મોત્સવ સમિતિના ક્ધવીનર સન્નીભાઈ જાની તથા પુર્વ ક્ધવીનર મોનીશભાઈ જોશી તેમજ મહિલા સમિતિના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.
ત્રિકોણ બાગમાં દાદાના નામે અનેકવિધ કાર્યક્રમો
ત્રિકોણ બાગ ખાતે પરશુરામ જન્મોત્સવ અંતર્ગત 12 મી એપ્રિલ સ્થાપના સામૈયા, 13મી તારીખે રંગોળી સ્પર્ધા, હાસ્ય દરબાર, 14 મે કલ્ચર પ્રોગ્રામ, વસુદેવ કુટુંબકમ, ફેન્સી ડ્રેસ, 15 મી તારીખે માતૃ વંદના, સનાતન ધર્મ, 16 એપ્રિલે અપેક્ષા પંડ્યા હર્ષિલ કનૈયાનો ભવ્ય લોક ડાયરો, 17 મી તારીખે ગેમ શો, 18મી તારીખ અન્નકોટ, ભગવાન શ્રી પરશુરામ ગાથા, 19મી તારીખે દાંડિયારાસ, 20મી તારીખે મહા આરતી 21મી તારીખે ડાન્સ શો અને 22મી તારીખે દાદા ની ભવ્ય શોભા યાત્રામાં ઉમટી પડવા પરશુરામ ભક્તોને આહવાન કરવામાં આવી છે.