ચંદ્રની ભ્રમણકક્ષામાં રહી ચંદ્રયાન-૨ના ઓર્બિટરે ૯૦૦૦ ચકકર પૂરા કર્યા
ચંદ્રયાન-૨ મિશનના બે વર્ષ પૂર્ણ થતા ઈસરો ચીફ કે.સિવાને આપી માહિતી
અબતક, નવી દિલ્હી
શ્રી હરી નારાયણના અવતાર મનાતા ભગવાન પરશુરામે પૃથ્વીની ૨૧ વખત નક્ષત્રી એટલે કે ૨૧વખત ભ્રમણ કર્યુ હતું તેમ કહેવાય છે. ભગવાન પરશુરામે પૃથ્વીની ૨૧ વખત નક્ષત્રી કરી જ્યારે બે વર્ષ પહેલા લોન્ચ કરાયેલા ઇસરોના અવકાશયાન ચંદ્રયાન-૨એ ચંદ્રની નવ હજાર વાર નક્ષત્રી કરી મોટી સફળતા પ્રાપ્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલા ડિસેમ્બર માસમાં ચંદ્રયાન-૨ને લોન્ચ કરવામાં આવ્યું હતું. ઈસરોએ આ અવકાશયાન સો વિક્રમ નામનું લેન્ડર અને ઓર્બિટર મોકલ્યા હતા. જેમાંી વિક્રમના લેન્ડરી લોન્ચ વાના ટૂંક સમય પહેલાં જ સંપર્ક તૂટી ગયો હતો. પરંતુ ઓર્બિટર ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક તરતું રહ્યું હતું જેને બે વર્ષ પૂર્ણ તા ઇસરોના ચીફ કે. સિવાને આ અભિયાનની કામગીરી અને સફળતા વિશે વિગતવાર માહિતી આપી છે.
ઈસરો ચીફ કે. સિવાનના જણાવ્યા મુજબ, ચંદ્રયાન -૨ ના બે વર્ષ પૂર્ણ વા પ્રસંગે ઈસરોએ સોમવારે ચંદ્ર વિજ્ઞાન નામના વર્કશોપનું આયોજન કર્યું હતું. તેનું ઉદ્ઘાટન ઇસરોના વડા કે. સિવાને કર્યું. તેમણે કહ્યું કે ચંદ્રયાન -૨ એ ચંદ્રની આસપાસ ૯૦૦૦ હજારી વધુ ભ્રમણા પૂર્ણ કરી છે. તે ઈસરોને તેમાં સપિત ઈમેજિંગ અને સાધનો દ્વારા ઉત્તમ ડેટા પ્રદાન કરી રહ્યું છે. ચંદ્રયાન-૨ના આઠ પેલોડનો ઉપયોગ વૈજ્ઞાનિકો ચંદ્ર પર રિમોટ સેન્સિંગ ટેકનોલોજી દ્વારા કરી રહ્યા છે.વિદ્યાશાખા અને સંસઓ દ્વારા વિશ્લેષણ માટે ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે, જેી ચંદ્રયાન -૨ મિશનમાં વધુ ને વધુ વૈજ્ઞાનિક ભાગીદારી કરી શકાય. તેમ તેમણે જણાવ્યું છે.
વર્કશોપના ઉદ્ઘાટન સંબોધનમાં ઇસરોના ચેરમેન કે. સિવાને કહ્યું કે આજ સુધી ચંદ્રયાન -૨ નવ હજારી વધુ રાઉન્ડ પૂર્ણ કરી ચૂક્યું છે. સિવાન અંતરિક્ષ વિભાગના સચિવ પણ છે. તેમણે બેંગલુરુમાં ઇસરોના મુખ્ય મક પર ચંદ્રયાન -૨ સંબંધિત ડેટા પ્રોડક્ટ્સ અને દસ્તાવેજો બહાર પાડ્યા અને કહ્યું કે અત્યાર સુધીના પરિણામો ખૂબ જ પ્રોત્સાહક રહ્યા છે.