બ્રહ્મસમાજના લોકો મોટી સંખ્યામાં રહ્યા ઉ5સ્થિત
-
ઇશ્ર્વરીયા મહાદેવ મંદિર ખાતે મહાઆરતી અને બ્રહ્મચોર્યાસીનું આયોજન: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ભાજપ અને કોંગ્રેસના આગેવાનો રહ્યા ઉ5સ્થિત
સમગ્ર ગુજરાતમાં ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામજીના જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અખાત્રીજ તા. 3 મેના રોજ યોજાયેલી પશુરામ જયંતિ નિમિતે રાજકોટમાં ઇશ્ર્વરીયા મહાદેવ મંદિર ખાતે સૌરાષ્ટ-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટ દ્વારા ભગવાન પરશુરામના જન્મ ઉત્સવ નીમીતે મહાઆરતી અને બ્રહ્મચોયાસીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મસમાજના લોકો ઉ5સ્થિત રહ્યા હતા. આ આયોજનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા ભાજપ અને કોંગ્રેસના આગેવાનો અને અધિકારીઓ પદાધિકારીઓ ઉ5સ્થિત રહ્યા હતા. મહાઆરતી બાદ સાહિત્યકાર રાજુભાઇ ગઢવી દ્વારા પરશુરામ ગાથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ યોજનામાં દરેક સમાજના લોકોને પધારવા ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ યોજનને સફળ બનાવવા માટે સંસ્થાના ટ્રસ્ટીઓ પ્રમુખ અને તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
બ્રહ્મસમાજના લોકોએ હાજરી આપી આયોજનને સફળ બનાવ્યું: પંકજ રાવલ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજ પ્રમુખ
સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રાજકોટમાં ભગવાન શ્રી પરશુરામના જન્મ ઉત્સવ નીમીતે ઇશ્ર્વરીયા મહાદેવ મંદિર ખાતે મહાઆરતી અને બ્રહ્મ ચોયાસીનું આયોજન કરાયું છે. આ આયોજનમાં મોટી સંખ્યામાં બ્રહ્મસમાજના લોકો ઉ5સ્થિત રહ્યા છે અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહીતના ભાજપ તથા કોંગ્રેસના અધિકારીઓને પદાધિકારીઓ ઉ5સ્થિત રહ્યા હતા. મહાઆરતી બાદ સાહિત્યકાર રાજુભાઇ ગઢવીના મુખે પરશુરામ ગાથાનું પણ આયોજન કરાયું છે. આ આયોજનમાં બધા જ ભુદેવો એ હાજરી આપી આ આયોજનને ખુબ સુંદર અને અદભુત બનાવ્યું છે.