બ્રહ્મસમાજના મોભી અને રાજયસભાના પૂર્વ સાંસદ સ્વ.અભયભાઈ ભારદ્વાજના જન્મદિવસે યોજાશે કાર્યક્રમ

રાજ્ય સભાના પૂર્વ સાંસદ અને લાખો ત્રાહ્મણોના માર્ગદર્શક એવા સ્વ.અભયભાઈ ભારદ્વાજનો જન્મદિવસ બીજી એપ્રીલના રોજ આવી રહયો છે . પરશુરામ યુવા સંસ્થાનના સ્થાપક સ્વ. અભયભાઈ મારદ્વાજ દ્વારા સન 1996 થી પરશુરામ એવોર્ડ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાતો આવ્યો છે . સ્વ.અભયભાઈની આકસ્મીક વિદાય બાદ સ્વ.અભયભાઈની સ્મૃતી રૂપે પરશુરામ યુવા સંસ્થાન ’ દ્વારા ’ પરશુરામ એવોર્ડ  નો કાર્યક્રમ યોજવામાં આવે છે.

આવનારી બીજી એપ્રીલે પણ સ્વ.અભયભાઈના ઔગણાસિત્તેરમાં જન્મ દિવસ નિમિત્તે ’52શુરામ યુવા સંસ્થાન દ્વારા 52 શુરામ એવોર્ડ અર્પણ અને ભાવાંજલી કાર્યક્રમનું આયોજન રાજકોટના ભુપેન્દ્ર રોડ સ્થિત, સ્વામીનારાયણ મંદીર ખાતે કરવામાં આવી રહ્યુ છે. જેની વ્યવસ્થાના ભાગરૂપે પરશુરામ યુવા સંસ્થાના અધ્યક્ષ અને સ્વ.અભયભાઈના પુત્ર અંશ ભારદ્વાજ તેમજ બ્રહ્મ અગ્રણી નિરંજનભાઈ દવે દ્વારા તા.11 ના રોજ શનિવારના હળવદ બ્રાહ્મણ બોર્ડિંગ, એસ્ટ્રોન ચોક ખાતે બ્રહ્મસમાજના મુખ્ય આગેવાનોની મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતું . બહુડી સંખ્યામાં ઉપસ્થિત બ્રહ્મ સમાજના આગેવાનોની આ મીટીંગનું સંચાલન બ્રહ્મ અગ્રણી  જર્નાદનભાઈ આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું.

લગભગ બે કલાક ચાલેલી આ મીટીંગમાં કાર્યક્રમને સફળ બનાવી સ્વ.અભયભાઈ ભારદ્વાજને શ્રધ્ધાંજલી અર્પણ કરવા સૌ બ્રહ્મઅગ્રણીઓ સંકલ્પબધ્ધ થયા હતા.

ત્યારબાદ બ્રહ્મ સમાજના અલગ અલગ તરગોળોના પદાધિકારીશ્રોઓ , બ્રહ્મ સમાજની વિવિધ સંસ્થાઓના વડા, સન્માનનીય બ્રહ્મ કોર્પોરેટરો તેમજ અન્ય રાજનેતાઓ બ્રહ્મ ઉદ્યોગપતિઓ, બ્રહ્મ ડોક્ટરો, બ્રહ્મ એડવોકેટઓ , બ્રહ્મ સમાજના યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા તથા બ્રહ્મ સમાજના ઉપસ્થિત આગેવાનોએ પોતાનું વક્તવ્ય આપી અને સ્વ.અભયભાઈની સ્મૃતીમાં યોજાનાર 5રશુરામ એવોર્ડ કાર્યક્રમને સફળ બનાવવા કટીબધ્ધતા દર્શાવી હતી.

ભુપેન્દ્ર રોડ સ્થિત સ્વામીનારાયણ મંદિર ખાતે તા.2/4 ના રોજ રવિવારને યોજાનાર 52શુરામ એવોર્ડ કાર્યક્રમ સફળ બનાવી બ્રહ્મ સમાજના રાહબર એવા સ્વ.અભયભાઈ ભારદ્વાજને શ્રધ્ધાંજલી પાઠવવા સૌરાષ્ટ્ર – ગુજરાતના સૌ બ્રાહ્મણો એકસંપ થયા છે ત્યારે કાર્યક્રમ વિશે વધુ જાણકારી પ્રાપ્ત કરવા તેમજ કાર્યક્રમમાં જોડાવા પરશુરામ યુવા સંસ્થાનના નિરંજનભાઈ દવે (મો.નં. 94269 98940) ને સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.