રાષ્ટ્રસંત નમ્રમુનિ, સુશાંત મુનિના સાનિધ્યે પારણા મહોત્સવ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી લાઇવ જોડાયા

રાષ્ટ્રસંત નમ્રમુનિ, સુશાંત મુનિના સાનિધ્યમાં શેઠ પરિવારના વર્ષી તપના તપસ્વીઓનું કરાયું સન્માન

રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘમાં રાષ્ટ્રસંત નમ્ર મુનિ મહારાજ તથા સુશાંત મુનિ મહારાજના સાનિધ્યે શેઠ પરિવારના ત્રણ તપસ્વઓના વર્ષી તપના પારણા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. રાજકોટ રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘમાં અવસર પારણા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું શેઠ પરિવારના તપસ્વી કેતનભાઇ શેઠ ,વીણાબેન શેઠ અને તેમના પુત્રી હિલોની  બેન શેઠ ના એક વર્ષ થી પણ વધુ સમય યથતા ચાલતા તપસ્યાના આજરોજ પારણા નું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ રોયલ પાર્ક ના સંઘ ના પ્રમુખ સી એમ શેઠ અને તેમના કાર્ય કરતા દ્વારા ભવ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે રાષ્ટ્ર સંત નમ્રમુનિ અને ગુજરાત રત્ન સુશાંત મુની મહારાજ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ પાવન મહોત્સવ નો લાગણીભેર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ ના માધ્યમ થી શેઠ પરિવાર ને તેમની આ તપસ્યા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ શ્રી રાજ સોભાગ સત્સંગ મંડળ સાયલાના નલીનભાઈ કોઠારી મુંબઈ થી  સ્મિતાબાઈ મહાસતીજી તેમજ અખિલ ભારત સાધુ સમાજના અધ્યક્ષ, સુરેધામ મહંત ચાંપરડા આશ્રમના મુક્તાનંદ બાપુ લાઈવ હતા બાદમાં પરમ ગુરુદેવના પ્રવચન બાદ તપસ્વીઓને ઉત્સહભેર પારણા કરવામાં આવ્યા હતા.

તપસ્વીઓ પર સર્વે ગુરૂ હરીની કૃપા વછરસને રહે છે: મહાસતિજી

મહાસતીજીએ જણાવાયું કે  જૈન શાસનમાં તીર્થકર પરમાત્મા, તીર્થકર ભગવાન સંયમ લીધા પછી જઇ રહ્યા હતા. ત્યારે એક વર્ષ સુધી એમને નિર્દોષ આહાર પ્રાપ્ત કરતા, 13 મહિના ને 3 દિવસે જયારે હસ્તીનાપુર નગરમાં પ્રવેશ્યા શ્રેયાંશ કુમારના હાથે તપ સાધનાના પારણા થયા હતા. અસંખ્ય વર્ષ વિત્યા બાદ પણ એ પ્રથા હજુ ચાલુ છે. એવા 13 તીર્થકર પાસ થયા પછી પણ ભગવાન મહાવીર સ્વામીને હજારો વર્ષ પૂર્ણ થયા પછી પણ ભગવાન આદીનાથ, તપ, સાધના અવિરત પણે ચાલુ છે. આજે એજ શાસનમાં પણ રાજકોટ રોયલ પાર્ક સ્થાનક વાસી જૈન મોટા સંઘના આંગણે સી.એમ. ઔષધ શાળાના આંગળે જૈન આરાધના શેઠ પરિવારના સભ્યોએ 16 મહીનાની તપ આરાધનાની પુર્ણાહુતિ કરે છે. મનોબળ આ તપ તેમણે પૂર્ણ કર્યુ છે. સર્વગુહરીઓની અંતરિક્ષમાંથી કૃપા તેમના પર સદૈવ વરસે છે. વર્તમાનઆ બિરાજીત અમારા સંત, સુષાંતમુની સા. આદી સર્વ સંત-સતીઓની કૃપાથી અને પ્રેરણાથી એમના તપ પુરા થયા છે. આવી કઠોર સાધના અને વિઘ્નની વચ્ચે પણ આપણે નિર્વઘ્ન બનીએ અને આ તથા પૂર્ણ કર્યો છે. સૌના તેમને શુભ આશિષ સાથે અભિનંદન છે. મુકતાનંદબાપુએ પણ મીનાબેન શેઠને આશિવચન પાઠવ્યા હતા. અમારી શુભ ભાવના તેમના પર સદૈવ વરસતી રહે એવી આશા છે.

ગુરૂવર્યની કૃપાથી કપરા સમયમાં પણ આરાધના પૂર્ણ થાય છે: કેતનભાઇ

કેતનભાઇ શેઠે અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ગુરુવર્યની કૃપાથી અમારા કપરા સમયની અંદર પણ અમારી આરાધના પૂર્ણ થાય છે અમારો ખાસ બધાને સંદેશ છે કે કોઈપણ એવું વિઘ્ન કોરોના જેવું પણ કેમ ના હોય કે કોઈ એવો રોગ નથી કે જે આપણી તપસ્યા ને રોકી શકે તો બધા તપસ્યામાં આગળ વધે એજ એમની માટે નું સ્મરણ છે હંમેશા આગળ વધારતા રહીએ એવી મારી આજના દિવસે મંગલ કામના છે.

ભાવ અને સંસ્કાર હોય તો બધુ કરી શકીશું: હિલોનીબેન

DSC 0167 scaled

હિલોનીબેન શેેઠે જણાવ્યું હતું કે ‘અબતક’ નો ખુબ આભાર વ્યકત કરૂ છું. મહાવીરના શાસનમાં ઉમર કયારેય નથી નડતી જે મહાવીરનું તપ કરે છે તે બધા જ સરખા છે જો આપણામાં ભાવ અને સંસ્કાર હોય તો બધુ કરી શકશું. પરિશ્રમથી બધા જ કાર્ય પૂર્ણ થઇ શકે છે.

તપસ્વી પારણા કરે તેની પાછળ અનેકને પ્રેરણા મળે છે: ચંદ્રકાન્ત શેઠ

DSC 0002 scaled

ચંદ્રકાન્ત એમ શેઠ સમસ્ત જૈન સમાજ રોયલ પાર્ક જૈન સમાજના પ્રમુખ ચંદ્રકાંત શેઠએ અબતક સાથે ની ખાસ વાતચીત માં જણાવ્યું હતું કે અમારા આંગણે પરમ કૃપાળુ પરમાત્મા મહાવીર સા.ની.ના કૃપાથી સુંદર મજાના એક વર્ષીતપ પારણા નું આયોજન કરવામાં આવ્યું છે રાષ્ટ્ર સંત નમ્રમુનિ સા. ગુજરાત રત્ન પૂજ્ય સુશાંત મુની મહારાજ સા. અને તપસ્વી ની પૂજ્ય વનિતાબાઈ વસંત દીદી ના ઉપસ્થિતિમાં આયોજન ગોઠવવામાં આવ્યું છે. અમારા સંઘના સભ્યો અને કાર્યકર્તાઓ કહી શકાય તેવા મહિલા મંડળના સંઘમાં પણ તેઓ સામેલ છે એવા કેતનભાઇ શેઠ વીણાબેન શેઠ અને તેમના પુત્રી હિલોનીબેન શેઠ ત્રણે ના એક વર્ષના વર્ષીતપના પારણા નો અત્યારે મોહત્સવ રાખવામાં આવ્યો છે તેઓએ આખું વર્ષ તેમના ગુરુદેવના સાથ અને સહકાર આશીર્વાદ પ્રેરણા મળે એના માટે થી ત્રણ મહિના લંબાવી અને વર્ષીતપ નું આજે પરણા મહોત્સવ કરી રહ્યા છે. આખા સપ્તાહનું ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છેલ્લા સાત દિવસથી આયોજન ચાલી રહ્યું છે વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે રાષ્ટ્ર સંતો પ્રેરણા આપી રહ્યા છે.  આ પરિવાર એટલો જ ધાર્મિક અને રેવારી હોવાથી દરેકને આમંત્રણ પાઠવી ખૂબ જ મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે ગુરુદેવ અમને હંમેશા પ્રેરણા કરે છે એક તપસ્વી પારણા કરે તેની પાછળ અનેક ને પ્રેરણા મળતી રહે છે આના પછી 25 વર્ષીય તપો લેવાના છે જૈનદાસ ની અંદર આવો તપ ચાલી રહ્યું છે ત્યારે અમારા ગ્રુપ અને સંત બિરાજિત છે રાજકોટના બધા જ સંધપતિમાં ભેગા થઈ અને તપસ્વીઓનું બહુમાન કરવાના છે ગુરુદેવનું બહુમાન કરવાના છે આવા બધા વિશિષ્ટ આયોજન અમારા આંગણે ગોઠવાયા છે તે અમારા માટે આનંદની વાત છે.

સ્ત્રી એવી શકિત છે જે બધુ જ કરીને તપસ્યા કરી શકે છે: વીણાબેન શેઠ

DSC 0166 scaled

વિણાબેન શેઠે જણાવ્યું કે મહિલાઓ તથા બહેનોને એટલું જ કહેવા માંગીશ કે શાસન અને તમસરિયા એટલા મહાન છે કે ઘરનું કામ કરતા, બધાને સંભાળતા અને ઘરની અંદર બધા સભ્યોને હેન્ડલ કરતા, પછી તે સાસુ હોય, સસરા હોય, જેઠ હોય જેઠાણી હોય, પતિ હોય અને દિકરી, બધાને કોરોના હોવા છતાં, એકલા સ્ત્રી શકિત એવી છે કે બધુ કરીને તપસ્યા કરી શકે છે. ઘરનું કામ કરીને પણ જો એક જૈન ઉપર શ્રધ્ધા હોય તો ચોકકસ સફળતા મળી શકે છે. આપણા જીન શાસનના પંચ મહાવ્રર્તધારી સંતો તેમને સતત જોતા એવી પ્રેરણા મળી છે કે ભલે સંકટો આવે, પણ જો આપણે શ્રધ્ધા હોય અને ગુરૂહરીની કૃપા હોય તો એક સ્ત્રી શકિત એવી છે કે તે શું ના કરી શકે?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.