શસ્ત્ર અને શાસ્ત્રનું સદા કર્યુ જતન જય ભૃગુનંદન શતશત વંદન
મુખમાં ચાર દેવનું જ્ઞાન અને પીઠ પર ધનુષ બાણ, બ્રહ્મશકિત અને શસ્ત્ર શકિતનું અજબ અનુસંધાન સાધી પરમ પાવક, પ્રચંડ પભાવક પ્રભાકરના પ્રથમ રશિમ સમી પુનીત તેજસ્વી ઓજસ્વી, અદભુત અલૌકિક આભા એટલે, ભગવાન શ્રી પરશુરામનું અવની પર સંઘ્યા કાળે પ્રદોષ સમયે અવતરણ જેમણે શસ્ત્ર,શાસ્ત્ર અને શાપના જોશે આતતાયીયોનો સહાર કર્યો. અનિષ્ટો, દુષ્ટોને મુળ સીહત ઉખેડી દૂર ફેંકી દીધા.
ભગવાન રામ પાસે વાનર સેના હતી તો ભગવાન શ્રીકૃષ્ણ ને પાંડવો તથા યદુવંશી સેનાનો સાથ હતો. પણ ભગવાન શ્રી પરશુરામે તો એકલ પંડે આતતાયી અત્યાચારીઓનો અંત આણ્યો. અન્ય અવતારી શકિતઓનો પોતાની અવતાર લીલા પૂર્ણ કરી અનંતમાં ઓગળી ગયા. અન્ય અવતારી શકિતઓનો પોતાની અવતાર લીલા પૂર્ણ કરી અનંતમાં ઓગળી ગયા. પરંતુ પરહિતકારી મહાત્મા, પરમાત્મા, ભગવાન પરશુરામ અનિષ્ટોના છકકા છોડાવતા સંત સજનોનું સન્માન કરતા આજ પણ સાત ચિરંજીવીના રુપમાં વસુધા પર વિઘમાન છે.
પરશુરામ પશુપતિ નાથના પરમ શિષ્ય, ભગવાન મહેશને પોતાના શિષ્યોની મનોભૂમિનો માપ કાઢવા એક અક્ષમ્ય ભૂલ કરી. પોતાના શિષ્યોની પરીક્ષા કરી. પોતાના ગુરુનો મહિમા ઝંખવાય કે નંદવાય નહિ એ માટે સત્યાદી પરશુરામથી રહેવાયું નહી તેઓ ઉકળી ઉઠયા અત્યાચાર સામે આકોશ વ્યકત કરી પરશુ ઉપાડી શિવજીના મસ્તકે ફટકારી ભગવાન શંકર ઝખમી થયા, પરંતુ અંદરથી પ્રસન્ન થયા અને કહ્યું તમારી પરીક્ષા અથે મે આ અન્યાયકારી પ્રયોગ ગમે તેટલા ઉચ્ચ પદે હોય પણ તેની સામે અવાજ ન ઉઠાવનાર અધર્મી છે.
આ રીણે પશુરામે પોતાની ઓજસ્વીતા, તેજસ્વીતા તથા આઘ્યામ્તિક કતા ખરા અર્થમાં પ્રગટ કરી છે. એનો મને આનંદ છે. અને આ અવસરની અમર યાદ રુપે ભગવાન આશુતોષે ખડગ પરશુ નામ ધારણ કરી પરાક્રમી સત્યાવાદી પરશુરામ ને સન્માીત કર્યા હતા.આવા પરમ પાવક પ્રચંડ પ્રભાવક, સત્ય પ્રચારક પિતૃભકત, કર્મવીર, ધર્મવીર, અજેય, અનુપમ, અનાસકત, અપરિગ્રહી, શરણાગત વત્સલ, ભીષ્મ, દ્રોણ, કર્ણ રામ અને શ્રીકૃષ્ણ પણ જેમના શિષ્ય છે એવા ભગવાન પરશુરામને આજના મંગલમય દિને શતશત વંદના.