Abtak Media Google News
  • નિતેશ કુમારે બેડમિન્ટનમાં ગોલ્ડ જીત્યો હતો
  • બ્રિટિશ ખેલાડીને હરાવીને રમત જીતી
  • પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનો બીજો ગોલ્ડ મેડલ
  • પેરાલિમ્પિક ગેમ્સમાં ભારત માટે કુલ 9 મેડલ

Paralympics 2024 ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ અદ્દભૂત પ્રદર્શન કરી રહ્યા છે. આ ટુર્નામેન્ટમાં ભારતને આઠમો મેડલ મળ્યાના થોડા જ કલાકો થયા હતા કે દેશના નિતેશ કુમારે પેરા બેડમિન્ટનમાં ગોલ્ડ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે. આ સાથે પેરિસ પેરાલિમ્પિકસ ગેમ્સના પાંચમા દિવસે ભારતનું આ ત્રીજુ અને અત્યાર સુધીનું નવમુ મેડલ છે.

NITESH

પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં  નીતિશે તેની પ્રથમ ગેમ 21-14 સ્કોરથી ખૂબ જ સરળતાથી જીતી લીધી હતી. આ પછી બ્રિટનના ડેનિયલ બેથેલે 18-21ના સ્કોર સાથે બરાબરી કરી હતી. પરંતુ છેલ્લા રાઉન્ડમાં મોટી લડાઈ બાદ નીતિશે ડેનિયલને 23-21થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે  નિતેશ સેમીફાઈનલમાં જાપાનના દાઈસુકે ફુજીહારાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેમજ નીતીશ અને ફુજીહારા વચ્ચે રમાયેલ સેમી ફાઈનલ રાઉન્ડમાં નીતિશે 21-16 અને 21-12ના સ્કોર સાથે જીત મેળવી હતી.

પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતે અત્યાર સુધીમાં 9 મેડલ જીત્યા છે. જેમાં 2 ગોલ્ડ, 3 સિલ્વર અને 4 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. આ સાથે પેરાલિમ્પિકસ ગેમ્સના પાંચમા દિવસે ભારતનું  આ ત્રીજુ મેડલ છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.