- પેરાગોન સાથે જોડાયેલા રોકાણકારોને બજારમાં થતી ગતિવિધીથી કરે છે વાકેફ
પેરાગોન બ્રોકીંગ છેલ્લા 15 વર્ષથી સ્ટોક માર્કેટ સાથે સંકળાયેલ છે. અને પેરાગોન બ્રોકીંગ સાથે 7000થી વધુ રોકાણકારોનો ડેટા બેઈઝ ધરાવીએ છીએ અત્યારે ભારતના અગ્રગણ્ય ગણાય તેવા સ્ટોક બ્રોકર મારવાહી શેર્સ એન્ડ ફાઈનાન્સ સાથે જોડાયેલ છે. કલાઈન્ટની સેવા માટે દર વર્ષે બજેટ નિમિતે ઓફિસની મુલાકાત લે છે. અને રોકાણકારો બજેટમા કરવામાં આવેલ વિવિધ જોગવાઈનો વિસ્તારોમાં અભ્યાસ થાય તે માટે માહિતગાર કરવામાં આવે છે. રોકાણકાર બજારમાં થતી દરેક ગતિવિધીથી વાકેફ રહે તે માટે પેરાગોન સતત પ્રયત્નશીલ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રીજી ટર્મ માટેનું આ બજેટ છેકે જેના પરથી આવતા વર્ષો માટે રોડમેપ રજૂ કરવામાં આવશે. ભારતની ઈકોનોમીને વિશ્ર્વમાં ટોપ 5માં સામેલ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પરિશ્રમ આ બજેટ દ્વારા પરિપૂર્ણ કેન્દ્રીય બજેટના દિવસે પેરાગોન બ્રોકીંગવતી ઓફીસમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. આજે બજેટ દ્વારા આવતા વર્ષો માટેનું રોડમેપ રજૂ કરેલ છે. બજેટમાં હાઉસીંગ, ઈન્ફા, ગ્રામીણ વિકાસ માટે ધણા બધા પગલા લેવાયેલ છે. જેનાથી આપણી ઈકોનોમીને ઘણો ફાયદો થશે. આ બજેટથી લાંબાગાળામાં શેર બજારમાં ધણી સેવા ઉપલબ્ધ થશે. વડાપ્રધાનએ પૂન સમતોલ બજેટ આપવામાં આવેલ તેમજ કેન્દ્રીય બજેટનાં દિવસે અમારા સાથે સંકળાયેલા રોકાણકારો ને બજેટમાં કરવામાં આવતી જોગવાઈઓ વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવે છે. કેન્દ્રીય બજેટમાં ઈન્ફ્ર સેકટર, હાઉસીંગ સેકટર, ડીફેન્સ સેકટર માટે જે જોગવાઈઓ કરવામાં આવેલ છે તેનાથી વિશ્ર્વના ટોચમાં આપણક્ષ ઈકોનોમી પહોચી જશે તેની કોઈ શંકા નથી શેર બજાર માટે પણ લાંબાગાળામાં ઘણી તકો ઉપલબ્ધ થશે બજાર માટે ખૂબજ પોઝીટીવ બજેટ છે. અને શેર બજાર માટે ખૂબજ લાભદાયક લાગી રહ્યું છે.
ભારતનું વિશ્ર્વની ત્રીજી ઈકોનોમી બનવા તરફ પ્રયાણ: જતીન ચેતા
અબતક સાથેની વાતચીતમાં જતીન ચેતાએ જણાવ્યું હતુ કે પેરાગોન પ્રા.લી.કંપનીનાં રોકાણકારોને આજે કેન્દ્રીય બજેટ વિશે સચોય માહિતી મળે એ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશ માટે ખૂબજ સુંદર બજેટ રજૂ કર્યું છે. એવું લાગી રહ્યું છે કે હવે, વિશ્ર્વમાં ત્રીજી ઈકોનોમી તરીકે ભારત સ્થાન મેળવશે. આ ઉપરાંત લાંબા ગાળે શેર બજારમાં સારો એવો ફાયદો થશે.
પેરાગોન પ્રા.લી. કંપની સાથે હું 30 વર્ષથી જોડાયેલ છું: મગન ઝાલાવડિયા
અબતક સાથેની વાતચીતમાં સૌરાષ્ટ્ર હાઈસ્કુલનાં નિવૃત શિક્ષક મગન ઝાલાવડિયાએ જણાવ્યું હતુ કે, હું પેરાગોન પ્રા.લિ. સાથે 30 વર્ષથી જોડાયેલ છે. સમાજમા રજનીભાઈ પટેલ, હિનાબેન પટેલે જે વિશ્ર્વાસનું વાતાવરણ ઉભુ કર્યું છે તે નોંધનીય છે. દર વર્ષે બજેટ હોય કે દિવાળીનો પર્વ અહી હંમેશા મેળાવડો જામે છે. પેરાગોન સાથે લગભગ 8000 જેટલા રોકાણકારો જોડાયેલા છે. ત્રણ દશકામાં કંપનએ ઉત્તરોતર પ્રગતી સાધી છે. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ખૂબજ સરાહનીય બજેટ રજૂ કરવામાં આવ્યું છે.