મનપા સતત ખડેપગે:તમામ કામગીરી પર મ્યુ.કમિશનર પાનીનું મોનીટરીંગ

તાજેતરમાં પડેલ ભારેથી અતિભારે વરસાદમાં  રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર ખડેપગે રહી શહેરમાં પાણી ભરાવાની, વ્રુક્ષો પડવાની કે પાણીમાં ફસાયેલા લોકોને સહીસલામત બહાર કાઢવાની કામગીરીમાં સતત વ્યસ્ત રહયું હતું.  આજરોજ કમિશનરશ્રીએ તમામ સંબંધિત શાખાઓના અધિકારીઓને સ્ટેન્ડ ટુ રાખી શહેરમાં આરોગ્ય અને સફાઈને લગતી કામગીરી ગતિમાં લાવવામાં આવી હતી જેના ભાગ રૂપે પૂર્વ ઝોનના સેટેલાઇટ પાર્ક, પટેલ પાર્ક, લાલપરી વિસ્તાર, માર્કેટિંગ યાર્ડ પાછળનો વિસ્તાર, પેડક રોડ, બેડીપરા, રામનાથપરા તેમજ વેસ્ટ ઝોનના બીઆરટીએસ રુટ રૈયા ચોકથી રામાપીર ચોકડી, નાનામવા સર્કલથી લક્ષ્મીનગર નાલૂ, લક્ષ્મીનગર સલમ, મવડી ચોક જયારે સેન્ટ્રલ ઝોનના શ્રીજી પાર્ક, અવંતિકા પાર્ક, પોપટપરા, પરસાણાનગર, રેલનગર અંડર  બ્રિજ તથા સંતોષીનગર આવાસ ખાતે  મેલેરિયા વિભાગ દ્વારા ૦૩ મેલેરિયા ઇન્સ્પેક્ટર, ૦૬ સુપિરિયર ફિલ્ડ વર્કર , ૧૪ ફિલ્ડ વર્કરો એ ઇઝઈં  દવા તથા ક્રૂડ ઓઇલનો ઉપયોગ કરી પેરાડોમેસ્ટિક એન્ટિલાવરલ કામગીરી કરવામાં આવી હતી. તો સાથોસાથ જ્યુબિલી કંટ્રોલ રૂમ પરથી મળતી માહિતી માહિતી અનુસાર આજ સવારે  ૬.૦૦ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધીમાં મહાનગરપાલિકાના તંત્રને કુલ ૦૬ ફરિયાદ મળી હતી જે તમામ ફરિયાદોમાં  ઝાડ પડવાની ચાર ફરિયાદો તથા બે  જોખમી મકાનનોની ફરિયાદનો સમાવેશ થાય છે.  બાકીની ફરિયાદોના નિકાલ માટેની કામગીરી ચાલુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.