પનામા પેપર્સ લીકનો વિવાદ હજુ થમ્યો નથી ત્યાં ફરી એક ખુલાસાએ ભારત સહિત દુનિયાભરમાં ભૂકંપ લાવી દીધો છે. જર્મનીના નામચીન સમચારપત્ર જીટોયચે સાઇટુંગએ આ ખુલાસો કર્યો છે.
આંતરરાષ્ટ્રીય કન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ ICIHJએ દુનિયાભરના ધનકુબેરો અને કોર્પોરેટ કંપનીઓની ટેક્સ ચોરીનો મોટો ખુલાસો કર્યો છે. આ ખુલાસાને પેરાડાઇઝ પેપર્સ નામ આપવામાં આવ્યું છે. જર્મનીના જીટોયચે સાઇટુંગ નામના આ સમચારપત્રએ અઢાર મહિના પહેલા પનામા પેપર્સનો પણ ખુલાસો કર્યો હતો. 96 મીડિયા સંસ્થા સાથે મળી આંતરરાષ્ટ્રીય કન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેશન જનર્નાલિસ્ટ્સ (ICIJ)એ ‘પેરાડાઇઝ પેપર્સ’ નામના દસ્તાવેજોની તપાસ કરી છે. ‘પેરેડાઝ પેપર્સ’માં 1.34 કરોડ દસ્તાવેજ સામેલ છે. જેમાં મોટાભાગના એપ્પલબી નામની એક લો-ફોર્મના છે. આ તમામ સૂચના જર્મનીના ન્યુઝ પેપર્સ સૂદગંડચે જાઇટુંદ (Süddeutsche Zeitung) ને આપવામાં આવી છે. ત્યાર બાદ આ ન્યુઝ પેપરે આ તમામ દસ્તાવેજ ICIJ સમિતિના દુનિયાભરના અખબારોએ આ ડેટાની સ્કેનિંગ કરી. ICIJ એ ભારતીય સહયોગી સંસ્થા ઇન્ડિયન એક્સપ્રેસના પત્રકારોએ પણ તેની તપાસ કરી છે.
ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર આ યાદીમાં 714 ભારતીયોના નામ સામેલ છે. વળી દુનિયાભરની વાત કરવામાં આવે તો આ યાદીમાં કુલ 180 દેશોના નામ છે. આ યાદીમાં ભારત 19માં નંબર પર છે. ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર ભારતીય કંપનીઓ સાથે જોડાયેલા દસ્તાવેજોની તપાસવામાં જ દસ મહિનાથી વધારે સમય લાગ્યો છે. જે દસ્તાવેજોની તપાસ કરવામાં આવી છે તેમાંથી મોટાભાગના એપ્પલબી છે જે એક લો ફર્મ છે. 119 વર્ષ જુની આ કંપની વકીલો, એકાન્ટન્ટ્સ, બેન્કર્સ અને અન્ય લોકોના એક નેટવર્કનુ સંગઠન છે. આ નેટવર્કમાં તે લોકો પણ સામેલ છે જે પોતાના ક્લાઇન્ટ્સ માટે કંપનીઓનુ સેટ અફ કરે છએ અને તેમના બેન્ક એકાઉન્ટ પણ મેનેજ કરે છે. આ ખુલાસાની ખાસ વાત છે કે એપ્પલબીની બીજી સૌથી મોટી ક્લાઇન્ટ એક ભારતીય કંપની છે, નંદ લાલ ખેમખાનું ‘સન ગ્રુપ’ દુનિયામાં એપ્પલબીનું બીજુ સૌથી મોટુ ક્લાઇન્ટ છે. જેની દુનિયાભરમાં લગભગ 118 સહયોગી કંપનીઓ છે. એપ્પલબીના ભારતીય ક્લાઇન્ટ્સમાં કેટલાક મોટા કોર્પોરેટ્સ અને કંપનીઓ પણ છે. જેના પર આજકાલ તપાસ એજન્સીઓ દરોડા પાડતી રહે છે. આ ઉપરાંત કેટલાય જાણીતીઓ હસ્તીઓના નામ પણ પેરેડાઇઝ પેપરની તપાસમાં સામે આવ્યા છે. જેમાં વિજય માલ્યા, અમિતાભ બચ્ચન, નીરા રાડિયા, સંજય દત્તની પત્ની માન્યતા દત્તનું નામ પણ સામે આવ્યું છે. આ યાદીમાં સામેલ અમિતાભ બચ્ચનનું નામ બરમૂડામાં એક કંપનીમાં શેર્સ હોવાનો ખુલાસો પણ થયો છે. કેટલાક કોર્પોરેટ સંસ્થાઓ પણ શિકંજા GMR ગ્રુપ, અપોલો ટાયર્સ, હેવેલ્સ, હિન્દૂજા ગ્રુપ, એમ્માર એમજીએફ, વિડિયોકોન સહિત કેટલાય નામ સામે આવી રહ્યાં છે.