દવાખાનામાં માથુ ફાડી નાંખે તેવી ગંદકી
ઉના સરકારી દવાખાનામાં લોકો સાજા થવા માટે આવતા હોય છે પરંતુ ગંદકીના કારણે સાજા લોકો બીમાર પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે .અગાઉ સરકારી હોસ્પિટલના વિવિધ પ્રશ્નો બાબતો રજુઆત કરી હતી .પરંતુ તંત્રને સારા કામ કરવા માટે ફુરસદ નથી તેવું લાગી રહ્યું છે .સરકારી હોસ્પિટલે આવતા દર્દીઓ માટે પીવાનું પરબ બનાવવામાં આવ્યું છે ત્યાં જ કચરાનો ઢગ દેખાય છે અને આ ઢગલામાં ડુકરો પોતાનો ખોરાક શોધે છે અને આળોટે છે
ત્યારે ગંદકીથી ખદબદતા આ વિસ્તારમાં પાણીનું પરબ રાખવામાં આવ્યું છે છતાં વહીવટી તંત્રને દેખાતું હશે કે કેમ ???દેશ જ્યારે સ્વચ્છ ભારત અભિયાન ચલાવાતું હોય ત્યારે સરકારી હોસ્પિટલ નો વહીવટી સ્ટાફ સરકારના અભિયાનની પણ ગણના ન કરતો હોય એવું લાગી રહ્યું છે .ત્યાં જ બાજુમાં વહીવટી તંત્રની ઓફિસ આવેલી છે.પરંતુ તેમને સ્વચ્છતામાં નહીં પણ મેવામાં રસ હોય એવું સ્પષ્ટ આ ફોટો દ્વારા લાગી રહ્યું છે.