તોફાનોમાં ૧૩ લોકોના મૃત્યુ બાદ હવે દેખો ત્યાં ઠારનો ઓર્ડર : કેન્દ્રીય ફોર્સની ૩૫ કંપનીઓ સુરક્ષા માટે તૈનાત

દિલ્હીમાં હિંસા ચરમસીમાએ પહોંચી ચુકી છે અત્યાર સુધીમાં તોફાનોના કારણે ૧૩થી વધુ લોકોના ભોગ લેવાઈ ચુકયા છે. હવે આ તોફાનોને કાબુમાં લેવા રેપીડ એકશન ફોર્સ અને સીઆરપીએફની ટુકડીઓ ઉતારવામાં આવી છે. દરમિયાન તોફાનીઓને દેખો ત્યાં ઠારના ઓર્ડર પણ આપવામાં આવ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ અને લેફટેનન્ટ ગર્વનર અનિલ બાયજલ વચ્ચે સુરક્ષાને લઈને બેઠક મળી હોવાનું જાણવા મળી રહ્યું છે.

admin 2

નાગરિકતા સંશોધન કાયદાને લઇને શરૂ થયેલી માથાકૂટ થંભવાનું નામ નથી લઈ રહી. ઉત્તર-પૂર્વ દિલ્હીમાં સ્થિતિ એટલી બગડી છે કે ચાર જગ્યાએ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. તો નોર્થ-ઈસ્ટ દિલ્હીમાં પોલીસે ઉપદ્રવીઓને દેખતા જ ગોળી મારવાનો આદેશ જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે નોર્થ-ઈસ્ટ દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદાનાં નામ પર થઈ રહેલી હિંસાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું છે. અત્યાર સુધી તોડફોડ અને આગ લગાવવાની ઘટનાઓ સામે આવી ચુકી છે. નોર્થ-ઈસ્ટ દિલ્હીમાં થયેલી હિંસામાં અત્યાર સુધી ૧૦ લોકોનાં જીવ ગયા છે. જેમાં શહીદ હેડ કોન્સ્ટેબલ રતનલાલનું નામ પણ સામેલ છે, જ્યારે ૨ આઈપીએસ ઑફિસરો સહિત ૫૬ પોલીસ કર્મચારીઓ ઘવાયા છે. હિંસાની ઘટનાઓમાં લગભગ ૨૦૦ લોકો ઘાયલ થયા છે. નોર્થ-ઈસ્ટ દિલ્હીમાં સ્થિતિ તણાવપૂર્ણ છે. વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે મંગળવારનાં ઉપદ્રવીઓએ અનેક મોટરસાઇકલોને આગ લગાવી દીધી હતી. હિંસાને જોતા ગૃહમંત્રી અમિત શાહે ૨૬ ફેબ્રુઆરીનાં પોતાનો ત્રિવેંદ્રમ પ્રવાસ રદ્દ કરી દીધો છે. પોલીસનાં જણાવ્યા પ્રમાણે નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ જાફરાદબાદમાં જે મહિલાઓ પ્રદર્શન કરી રહી હતીસ તેને હટાવી દેવામાં આવી છે અને રસ્તો ક્લિયર કરવામાં આવ્યો છે. દિલ્હીનાં ઉપરાજ્યપાલ મનીષ સિસોદિયાએ કહ્યું કે, હિંસા પ્રભાવિત નોર્થ-ઈસ્ટ દિલ્હીમાં બુધવારનાં પણ સ્કૂલો બંધ રહેશે. બોર્ડ પરીક્ષા સ્થગિત કરવાનો અનુરોધ કર્યો છે. પોલીસનું કહેવું છે કે, ચાંદબાગ, કરાવલ નગર અને મૌજપુરમાં પણ તમામ ચીજો કંટ્રોલ કરી દેવામાં આવશે. સુરક્ષાદળોની માર્ચથી ઉપદ્રવીઓ ખૌફમાં જોવા મળી રહ્યા છે. દિલ્હીમાં હિંસાને કાબૂ કરવા માટે ગૃહમંત્રાલયે તાત્કાલિક પ્રભાવથી આઈપીએસ અધિકારી એસએન શ્રીવાસ્તવને દિલ્હી પોલીસનાં સ્પેશલ કમિશ્નર બનાવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.