ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં વૈકલ્પિક પરીક્ષાઓ બાકી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાઓ પૂર્ણતાને આરે છે ત્યારે પરીક્ષા પુરી થતાની સાથો સાથ જ પેપર ચકાસણીની કામગીરીનો ધમધમાટ શ‚ થઈ ગયો છે. ધો.૧૦માં આજે દ્વિતીય ભાષા સંસ્કૃતિનું પેપર લેવામાં આવનાર છે અને ધો.૧૨ સાયન્સ પ્રવાહની પરીક્ષાઓ પૂર્ણ થઈ ચુકી છે. તેમજ ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાઓમાં હજુ વૈકલ્પિક બધા જ પેપરો લેવામાં આવનાર છે.
ઉલ્લેખનીય છે કે ધો.૧૦ અને ધો.૧૨માં રાજકોટ જીલ્લામાં પેપર ચકાસણી માટેના અલગ-અલગ કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. જેમાં ધો.૧૦ ગુજરાતી માટે જેતપુર કમરીબાઈ હાઈસ્કૂલ, અંગ્રેજી માટે પડધરી સરકારી હાઈસ્કૂલ, વિજ્ઞાન અને ટેકનોલોજી માટે આટકોટ, ગણિત માટે ખામટા, સામાજીક વિજ્ઞાન માટે સુપેડી અને હિન્દી માટે કોટડાસાંગાણી ખાતે પેપરનું મુલ્યાંકન કરવામાં આવશે.
જયારે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ બાયોલોજી માટે કરણસિંહજી હાઈસ્કુલ, ગણિત માટે બાયસાબા હાઈસ્કૂલ, કેમેસ્ટ્રી માટે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ, ફીઝીકસ માટે રણછોડ વિદ્યાલય અને ધો.૧૨ સામાન્ય પ્રવાહના નામાના મુળ તત્વોના પેપર ધોરાજી મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર તપાસવામાં આવશે. સામાન્ય પ્રવાહમાં માત્ર નામાના મુળ તત્વોનું કેન્દ્ર જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ જીલ્લા બોર્ડના પરીક્ષાર્થીઓના તમામ પેપર અન્ય જીલ્લાના કેન્દ્રો પર તપાસવા માટે મોકલી દેવામાં આવ્યા છે. રાજકોટના પરીક્ષાર્થીનું પેપર રાજકોટના મુલ્યાંકન કેન્દ્ર પર તપાસણી માટે નહીં આવે. રાજકોટ જીલ્લામાં બોર્ડની પરીક્ષામાં ૧.૩૬ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. પેપર ચકાસણીનો ધમધમાટ શ‚ થઈ ચુકયો છે. ગુજરાત રાજય શિક્ષણ બોર્ડ દ્વારા આગામી મે માસ બાદ બોર્ડની પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,