૧૫ ડીસેમ્બરથી ૧૫ જાન્યુઆરી સુધી BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ભારતીય ધર્મ સંસ્કૃતિ અને સનાતન ધર્મને સમગ્ર સંસારમાં દૈદિપ્યમાન કરનાર પ્રમુખસ્વામી મહારાજના જન્મશતાબ્દી મહોત્સવ પર યુનો દ્વારા અનેકવિધ કાર્યક્રમો સાથે અંજલી આપવામાં આવી હતી. ત્યારે પ્રમુખસ્વામી મહારાજની 101મી જન્મજયંતિ પહેલાં કેનેડાના નાયગ્રા ધોધને સફેદ અને કેસરી રંગોથી ઝળહળીત કરવામાં આવ્યો હતો. મહંત સ્વામી મહારાજ અને નાયગ્રા પાર્ક કમિશન દ્વારા તેમના સન્માનમાં એક સ્મારક વૃક્ષ પણ રોપવામાં આવ્યું હતું.
7 ડિસેમ્બર, 2022ના રોજ પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિ પર, નાયગ્રા પાર્ક્સ કમિશન અને નાયગ્રા ફોલ્સ ઇલ્યુમિનેશન બોર્ડે કેનેડા અને યુએસ બંનેમાં ધોધને ઝળહળીત કરવામાં આવ્યો હતો કરવામાં આવ્યો હતો અને પ્રમુખસ્વામી મહારાજને શ્રધાંજલી આપવામાં આવી હતી. આ નાયગ્રા ધોધના વહેતા પાણીની જેમ, પ્રમુખસ્વામી મહારાજનો પ્રેમ, કરુણા અને આદરનો અવિરત પ્રવાહ વિશ્વભરના અસંખ્ય લોકોને સ્પર્શી ગયો. રોશનીએ બધાને યાદ કરાવ્યું કે કેવી રીતે પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને મૂલ્યોએ લાખો લોકોના જીવનને ઉચ્ચ હેતુ સાથે જીવવાની પ્રેરણા આપી.
નાયગ્રા ધોધ, સૌથી મોટા અને સૌથી શક્તિશાળી ધોધમાંનો એક અને વિશ્વની કુદરતી અજાયબી છે. કેનેડામાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ 27મી જુલાઈ, 1974ના રોજ તેમની પ્રથમ મુલાકાત માટે પ્રવેશ્યા હતા. ત્યારપછીની કેનેડાની તેમની 13 મુલાકાતો દરમિયાન, પ્રમુખસ્વામી મહારાજે પોતાની છાપ ઉભી કરી હતી. બરાબર 43 વર્ષ પછી, 27 જુલાઈ, 2017 ના રોજ, પરમ પવિત્ર મહંત સ્વામી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજનું અષ્ટિપુષ્પ વિસર્જન (પવિત્ર રાખ વિસર્જન સમારોહ) એ જ સ્થાન, નાયગ્રા ધોધ પર કર્યું.
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવાશે પ્રમુખ સ્વામીનો શતાબ્દી મહોત્સવ
છેલ્લા એક વર્ષથી સમગ્ર વિશ્વમાં ઉજવાઈ રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ચરમસીમારૂપ મહોત્સવ અમદાવાદમાં 15 ડિસેમ્બર થી 15 જાન્યુઆરી સુધી ભવ્યતાથી ઉજવાશે.અમદાવાદમાં નિર્મિત પ્રમુખસ્વામી નગરમાં 30 દિવસ સુધી ચાલનારા આ આંતરરાષ્ટ્રીય મહોત્સવનું ઉદ્ઘાટન મહંતસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તારીખ 14 ડિસેમ્બરના રોજ સાંજે 5.00 કલાકે થશે. આ પ્રસંગે સમગ્ર વિશ્વ અને ભારતનાં અનેક પ્રાંતમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો અને ભાવિકો ઉપસ્થિત રહેશે.