વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સહિત રાજકોટ સરસ્વતી વિદ્યામંદિર સંકુલે નાગાલેન્ડમાં વિદ્યાભારતીની શાળાઓ દત્તક લીધી છે; આગેવાનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
વિદ્યાભારતી નાગાલેંડનાં પ્રાંત સંગઠન મંત્રી પંકજ સિન્હા ગુજરાત રાજ્યનાં પ્રવાસે આવ્યા હોય તેઓ રાજકોટની વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન અને સૌરાષ્ટ્ર શિક્ષણ સેવાસમાજ ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલ ખાતે પધાર્યા હતા. વિદ્યાભારતી નાગાલેંડનાં પ્રાંત સંગઠન મંત્રી પંકજ સિન્હા પૂર્વોત્તર ક્ષેત્રમાં ૪૦ વર્ષી કાર્યરત રહીને આચાર્ય, પ્રધાનચાર્ય, લેખક, કવિ, સંશોધનકર્તા, સંગઠનમંત્રી જેવા વિવિધ હોદ્દાઓ પર ફરજ બજાવી ભારતીય સંસ્કૃતિ-ધર્મ તેમજ હિન્દી-સંસ્કૃત ભાષાનાં પ્રચાર-પ્રસારનું કાર્ય શિક્ષણ-સાહિત્યનાં માધ્યમી કરીને પૂર્વોત્તર ભારતમાં તી અસામાજિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન ન મળી રહે તે અંગેનું સાંસ્કૃતિક-સામાજિક-શૈક્ષણિક સેવાનું કાર્ય કરી રહ્યાં છે. પંકજ સિન્હાએ આ અંગે જણાવ્યું હતું કે, વિદ્યાભારતી દ્વારા વર્ષ ૨૦૦૪થી નાગાલેંડનાં ધનસીરીપાર, જાલુલી, દીમાપુર નામનાં સનો પર પાક્કા ભવનોમાં શિશુમંદિરી માધ્યમિક કક્ષાનાં વિદ્યાલય અને છાત્રાલય ચાલે છે. અહીં અમે મૂલ્યનિષ્ઠ શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારતીય સંસ્કૃતિ-ધર્મ તેમજ હિન્દી-સંસ્કૃતિ ભાષાનાં પ્રચાર-પ્રસાર સાથે દેશને ઉન્નત નાગરિક પ્રદાન કરવાનું કાર્ય કરી રહ્યાં છે. પરિણામ સ્વરૂપે છેલ્લાં એક દસકી નાગાલેંડમાં થતી ધર્માંતરણ સહિતની અરાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં અભૂતપૂર્વ ઘટાડો થયો છે. નાગાલેંડનાં લોકો પોતાના ધર્મ, સંસ્કૃતિ, ભાષા વિશે જાણીને પોતાના ભારતીય અને હિંદુ હોવા પર ગૌરવ અનુભવી રહ્યાં છે. અમોને આ ઉન્નત કાર્ય કરવામાં ગુજરાતની વિદ્યાભારતી સહિત રાજકોટની સરસ્વતી વિદ્યામંદિર સંકુલનો સાથ-સહકાર ખૂબ જ સારા પ્રમાણમાં મળી રહ્યો છે. સરસ્વતી વિદ્યામંદિર સંકુલ રાજકોટનાં ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે આ તકે જણાવ્યું હતું કે, વિદ્યાભારતીનું મુખ્ય ધ્યેય સેવા, શિક્ષણ સ્વાસ્થ્ય, સંસ્કૃતિ જેવા વિષયો પર કાર્ય કરીને સમાજનો સર્વાંગી વિકાસ કરવાનો છે. વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સહિત રાજકોટ સૌરાષ્ટ્ર શિક્ષણ સેવાસમાજ ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલ રાજકોટે નાગાલેંડમાં શાળાઓ દત્તક લીધી છે, છેલ્લા એક દસકી અલગ-અલગ માધ્યમોમાંથી નિધિ એકત્ર કરીને દર વર્ષે ગુજરાતમાંથી માતબાર રકમ નાગાલેંડમાં મોકલવામાં આવી રહી છે. જેથી ત્યાં શિક્ષણનાં માધ્યમ વડે સમગ્ર નાગાલેંડનો સર્વાંગી વિકાસ થઈ શકે. વિદ્યાભારતીએ સેવા-શિક્ષણ માધ્યમ દ્વારા નાગાલેંડમાં અરાષ્ટ્રીય પ્રવૃત્તિ અટકાવવામાં બહુમૂલ્ય ભાગીદારી નોંધાવી છે. પૂર્વોત્તરનાં કેટલાંક રાજ્યો પૈકી નાગાલેંડ ભૌગોલિક દ્રષ્ટિએ વિષમ અને વિકટ પરિસ્થિતિવાળું રાજ્ય છે. જ્યાં શિક્ષણનાં માધ્યમી સામાજિક સમૃદ્ધિ લાવી ધર્માંતરણ સહિતની અરાષ્ટ્રીય પ્રવૃત્તિ અટકાવવામાં વિદ્યાભારતીની શૈક્ષણિક સંસ સફળ રહી છે. ગુજરાતની વિદ્યાભારતીએ નાગાલેંડમાં શાળાઓ દત્તક લઈ શિક્ષણનાં માધ્યમી જે દેશસેવા અને સમાજસેવાનું કાર્ય કર્યું છે તે બિરદાવવા ઉપરાંત અનુસરવા જેવું છે. પંકજ સિન્હા સાથે સંકલનના આગેવાનો આ તકે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા.