તાજેતરમાં ટ્રાન્સમીડીયા એવોર્ડ ફંકશનમાં ૨૦૧૫-૧૬ વર્ષનો શ્રેષ્ઠ સંગીતકાર બેલડી રાજકોટના સુપ્રસિધ્ધ સંગીતકાર ડયુઓ પંકજ ભટ્ટ અને શ્રીમતી માલા ભટ્ટને ટ્રાન્સમીડીયા એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા છે. તથા શ્રેષ્ઠ ફિલ્મમાં ને વ્હાલો દિકરો દિકરાને વ્હાલીમાં ફિલ્મના આ વર્ષનાં શ્રેષ્ઠ સંગીતકારનો કળશ શ્રીમતી માલા પંકજ ભટ્ટ ઉપર ટ્રાન્સમિડીયા ગ્રુપના ચેરમેન જસ્મીન શાહ તથા ડાયમંડ કિંગ ફિલ્મ પ્રોડયુસર ભરત શાહ, પ્રખ્યાત અભિનેતા જીતેન્દ્રજી, ગુજરાતી સુપર સ્ટાર નરેશ કનોડીયા તથા ગઝલ ગાયક મનહર ઉધાસ દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો.
પંખીડા તુ ઉડી જાજે પાવાગઢ ગીતના પ્રણેતા આ સંગીતકાર બેલડીએ ૧૫૫થી વધારે ગુજરાતી ફિલ્મો, ૧૨ હિન્દી ફિલ્મો અને ૮,૦૦૦થી વધારે ગુજરાતી ઓડીયો વિડિયો આલ્બમોમાં સંગીત આપ્યું છે. સુર સામ્રાગી લતા મંગેશકરના કંઠે વૈષ્ણવજન ગીત સ્વરબધ્ધ કરાવી અને ‘ટી’ સીરીઝ ગુલશનકુમારની કંપનીમાં ૧૫ વર્ષથી મ્યુઝીક હેડની સેવા આપનાર પંકજ ભટ્ટે લોકસંગીતની આપણી ધરોહરને એક ઉંચી ઉડાન આપી છે. સૌરાષ્ટ્ર-ગુજરાત-કચ્છના અનેક ગાયક ગાયીકાઓ તથા હાસ્ય કલાકારોને લોક ગાયક ગુજરાત સંગીત સીરીયલો દ્વારા તથા કલર્સ અને ટી સીરીઝના માધ્યમથી નવી જ દિશા અને ઓળખાણ આપી છે. હાલ ગુજરાત સરકાર સંગીત નાટય અકાદમી ગાંધીનગર ખાતે અધ્યક્ષની ફરજ બજાવી રહ્યા છે.
ટ્રાન્સમિડીયા એવોર્ડ ફંકશનમાં જોગાનુજોગ સંગીતકાર પંકજ ભટ્ટથી પ્રથમ ગુજરાતી ફિલ્મ સિધ્ધાર્થ પિકચર્સ રણજીત હેરમા પ્રોડયુસ્ડ કેસર ચંદન ના હિરો નરેશ કનોડીયા હાજર રહ્યા આ ફિલ્મમાં ૧૯૯૦-૯૧માં શ્રેષ્ઠ સંગીતકારનો ગુજરાત સરકારનો એવોર્ડ પંકજ ભટ્ટને મળેલ તો પ્રથમ હિન્દી ફિલ્મના હિરો જીતેન્દ્ર કપુર ફિલ્મ અગ્નિકાલ અને પ્રોડયુસર રણજીત હેરમા, હિરેકટર અબ્બાસ મસ્તાન પણ હાજર રહ્યા હતા પદ્મભુષણ ભીખુદાન ગઢવી પણ હાજર હતા. પ્રથમ ફિલ્મ કેસર ચંદનની પાર્શ્ર્વગાયક મનહર ઉધાસ પણ હાજર હતા ટી સીરીઝના ચેરમેન સાથે અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં પંકજ ભટ્ટ, માલા ભટ્ટને ટ્રાન્સમીડીયા એવોર્ડ સાથે ગુજરાતનાં શિરમોર સંગીતજ્ઞ તરીકે નવાજયા હતા.
વિશ્ર્વવિખ્યાત આ સંગીતકાર કલાસીકલ પિયાનો પ્લેયર છે. તેમનું પસંદગીનું વાદ્ય એકોર્ડીયન નાની ઉંમરથી વગાડે છે. શંકર જયકિશન, લક્ષ્મી પ્યારે, ઓ.પી. નૈયાર જેવા સંગીતકારો સાથે સ્ટેજ શો વગાડયા છે.
૧૯૯૦થી ૨૦૦૫ પાંચ ગુજરાતી ફિલ્મોમાં શ્રેષ્ઠ સંગીતકારનો એવોર્ડ.
૧૯૯૨ અગ્નિકાલ હિન્દી ફિલ્મમાં સંગીતકાર શીને ગોવર્સ એવોર્ડ.
૧૯૯૪ ગૌરવ પુરસ્કાર સૌથી નાની વયે ચીફ મીનીસ્ટર શ્રી શંકરસિંહ વાઘેલા હસ્તક.
૨૦૧૦-૧૧ ગુજરાત રત્ન એવોર્ડ ચીફ મીનીસ્ટર શ્રી નરેન્દ્ર મોદીજીના હસ્તક.
જેવા અનેક એવોર્ડથી સન્માનીત આ સુપ્રસિધ્ધ સંગીતકારે વિશ્ર્વકર્મા રાજકોટનું નામ રોશન કર્યું છે