સામગ્રી:
રાજમા ૨૫૦ગ્રામ
મીઠું ૧ ટીસ્પૂન
જીરુ ૧ ટીસ્પૂન
પીસેલી ડુંગળી ૩ ટેબલસ્પૂન
આદુ-લસણની પેસ્ટ ૧ ટીસ્પૂન
દહીં ૧ ટેબલસ્પૂન
ટોમેટો પ્યૂરી ૨ ટેબલસ્પૂન
સૂકા ધાણાનો પાવડર ૨ ટીસ્પૂન
મેથીના દાણા ૧ ટીસ્પૂન
હળદર ૧/૨ ટીસ્પૂન
લાલ મરચાનો પાવડર, સ્વાદ અનુસાર
વેજીટેબલ ઓઈલ ૧.૫ ટેબલસ્પૂન
રીત:
પાણીમાં રાજમાં અને મીઠું ઉમેરો. તેને પ્રેશર કુકરમાં લગભગ ૨૦ મિનીટ સુધી બાફો. તે દરમિયાન બીજા પેનમાં વેજીટેબલ ઓઈલ ગરમ કરો અને તેમાં જીરુ ઉમેરો. હવે તેમાં ડુંગળીની પેસ્ટ ઉમેરો. તે લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી સાંતળો. તેમાં આદુ-લસણની પેસ્ટ પણ ઉમેરો અને બરાબર હલાવો. ત્યાર બાદ તેમાં દહીં ઉમેરો અને તે બ્રાઉન રંગનુ થાય ત્યા સુધી હલાવો. ટોમેટો પ્યૂરી ઉમેરીને હલાવો. ધાણાનો પાવડર, મેથી, હળદર પાવડર અને લાલ મરચાનો પાવડર ઉમેરીને તેને પાકવા દો જ્યા સુધી તેમાંથી તેલ છૂટું ન પડે. હવે તેમાં બાફેલા રાજમાં ઉમેરો. એક સિટી થાય ત્યા સુધી તેને ચડવા દો અને પછી ગેસ પરથી ઉતારી લો. લીલા ધાણા સાથે ગાર્નિશ કરીને રાઈસ સાથે સર્વ કરો.