પાટીદાર સમાજના ઘરમાં ઠેર ઠેર દિવાળી ઉજવણીનો માહોલ જોવા મળ્યો: જતીન ભાલોડીયા
રાજયના પાટીદાર સમાજને અનામતનો લાભ મળેતે માટે સમગ્ર રાજયમાં પાટીદાર યુવાનો ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો છેલ્લા ચાર વર્ષથયા કરી રહ્યા છે. તેમાં સુરત પાસના કન્વિરને રાજય સરકારે કિન્નાખોરી રાખી રાજદ્રોહના ગુનામાં જેલમાં ધકેલી દીધેલા લાંબા સમય બાદ આજે સુરત પાસ ક્ધવીનર નીજેલમ મુકિત થતા પાટીદાર આંદોલનનું એપીડ સેન્ટર ભાયાવદર, પાનેલીમાં દિવાળીની ઉજવણી જેવો માહોલ જોવા મળી રહ્યો હતો.
છેલ્લા ચાર વર્ષ થવા પાટીદાર સમાજનાયુવાનો પોતાના સમાજના આર્થિક પછાત લોકોને અનામતનો લાભ મળે તે માટે લડત ચલાવી રહ્યા હતા. તેમાં સુરત પાસ ક્ધવીનર અલ્પેશ કથીરીયાની રાજયની ભાજપ સરકારે રાજદ્રોહના ગુનામાં ધરપકડ કરી જેલમાં ધકેલી દીધેલ. લાંબા સમય બાદ અલ્પેશ કથીરીયાની જેલ મુકિતથતા આજે પાસના એપિડ સેન્ટર સમા ભાયાવદર – પાનેલીમાં પાટીદાર સમાજના ઘરોમાં દિવાળીજેવો માહોલ જોવા મળ્યો હતો.
ગામોમાં ગલીઓમાં ઠેર ઠેર ફટાકડા ફોડી મીઠાઇ વહેંચીકથિરીયાના જેલ મુકિત ને વધાવેલ હતી. અન તકે પાસ ક્ધવીનર જતીન ભાલોડીયાએ જણાવેલ કેસુરતના અલ્પેશ કથીરીયાની ધરપકડથી પાટીદાર સમાજ દિવાળીનો તહેવાર ઉજવી નહોતો શકયોઆજે કથિરીયાની જેલ મુકિત થતા પાટીદાર સમાજના ઘરોમાં ઠેર ઠેર દિવડા પ્રગટાવી ફટાકડાફોડી મીઠાઇ મોં મીઠા કરી દિવાળીની ઉજવણી કરી હતી.
આ તકે જીલ્લા પાસના નયન જીવાણીમહીલા પાસના રેખા સિણોજીયા,તાલુકા પાસના શિતલ બરોચીયા, અંકિત પટેલ સહીતભાયાવદર પાનેલી કોલકીના યુવાનો જોડાયા હતા.