મહેસાણા સમાચાર
જોટાણા તાલુકાના મુદરડા ખાતે આવેલ ફણીધર ફૂડ પાર્ક દ્વારા તેમની કંપની પાછળ પ્રદૂષિત દુર્ગંધ યુક્ત પાણી ખુલ્લા ખેતરોમાં છોડવામાં આવી રહ્યું હોવાથી લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોવાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત ના પગલે જાગૃત નાગરીકે મહેસાણા પ્રદૂષણ બોર્ડમાં ફરિયાદ કરવામાં આવી હતી .
જેથી પ્રદૂષણ બોર્ડ દ્વારા ગંભીરતા સમજી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વિડિયોગ્રાફી કરી સેમ્પલ લેવામાં આવ્યા હતા.કેટલાક ગ્રામજનોના જણાવ્યા મુજબ કેટલીય વાર ફણીધર ફૂડ પાર્ક સામે પ્રદૂષણની ફરિયાદ કરવામાં આવી છે .પરંતુ પ્રદૂષણ વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી તો આ વખતે પણ કોઈ કાર્યવાહી નહિ થાય તેવી લોકોમાં શંકા સેવાઇ રહી છે.
પાણીનું સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવશે ત્યારબાદ જે તે કાર્યવાહી કરવામાં આવશે. પાણીનું સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવશે ત્યારે બાદ કોઈ કાર્યવાહી કરવામાં આવશે.