• કોર્પોરેશનની વોટર વર્ક્સ સમિતિના ચેરમેન તરીકે અશ્ર્વિન પાંભરનો એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ: પાણીની જુની પાઇપલાઇનના સ્થાને તબક્કાવાર ડી.આઇ. પાઇપલાઇન નાખવાની કામગીરી ગતિમાં

રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્કસ સમિતિના ચેરમેન તરીકે અશ્ર્વિનભાઈ પાંભરનો એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે. એક વર્ષમાં શહેરમાં પાણીની અછત ઉદભવે નહિ, પાણી કાપ ન આવે, પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાય નહી તેવા ઉમદાહેતુસર રૂ.226.25 કરોડના લોકભોગ્ય કામો કરવામાં આવ્યા.

રૂ.98.13 કરોડના ખર્ચે ‘અમૃત મિશન’ અંતર્ગત પીવાના પાણી માટે હેડવર્ક્સ તથા ડી.આઈ.પાઇપલાઇન અને એમ.એસ. પાઇપલાઇનના કુલ 05 કામ કરવામાં આવ્યા. અમૃત મિશન અંતર્ગત એસટીપી તથા પમ્પિંગ સ્ટેશનના કામ કરવામાં આવ્યા. શહેરના વોર્ડ નં.11,12,13માં વસવાટ કરતા નાગરિકોને પૂરતા દબાણથી પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે જેટકો ચોકડી પાસે રૂ.42 કરોડના ખર્ચે 50 એમએલડી ક્ષમતાનો ફિલ્ટર પ્લાન્ટ તથા ઈ.એસ.આર., જી.એસ.આર.ની કામગીરી કરી, લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

રૂ.1.97 કરોડના ખર્ચે મોદી સ્કૂલથી સોજીત્રા પમ્પીંગ સ્ટેશન સુધી 508 એમ.એમ.ડાયાની એમ.એસ. પાઇપલાઇન નાખવાનું કામ, રૂ.27.90 કરોડના ખર્ચે ન્યારી ડેમથી જેટકો ડબલ્યુટીપી સુધી 1016 એમ.એમ.ડાયાની એમ.એસ. પાઇપલાઇન નાખવાનું કામ કરાયું, રૂ.4.44 કરોડના ખર્ચે વેસ્ટ ઝોન અંતર્ગતના ન્યારી ખાતે નવા ઇ.એસ.આર. બનાવવામાં આવ્યો છે. રૂ.17.50 કરોડના ખર્ચે રૈયાધાર ખાતે 08 એમ.એલ.ડી. કેપેસીટીના ટીટીપી બનાવવાનું તથા 05 વર્ષ સુધી કોમ્પ્રિહેન્સીવ જાળવણી અને ઓપરેશન અને મેઈનટેનન્સ કરવાનું કામ કરવામાં આવ્યું. રૂ.6.63 કરોડના ખર્ચે પુનિતનગરથી વાવડી હેડવર્ક્સ સુધી 610 એમ.એમ. ડાયાની પાઇપલાઇન નાખવાનું કામ કરવામાં આવ્યું. રૂ.13.94 કરોડના ખર્ચે વેસ્ટ ઝોન અંતર્ગતના કુલ 06 પંપીંગ સ્ટેશન પર ઇલેક્ટ્રિક-મિકેનીકલ મશીનરી ઓગમેન્ટેશન કરવાનું કામ કરવામાં આવ્યું. રૂ.6.90 કરોડના ખર્ચે આજી ડબલ્યુટીપીથી દૂધસાગર પમ્પીગ સ્ટેશન સુધી 508 એમ.એમ.ડાયાની એમ.એસ. પાઇપલાઇન નાખવાનું કામ કરવામાં આવ્યું.

રૂ.88 લાખના ખર્ચે જુદા જુદા એસટીપી પર ઘઈઊખજ જુતયિંળ જઈંઝઈનું કામ કરવામાં આવ્યું. રૂ.1.02 કરોડના ખર્ચે પોપટપરા ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન પર 1100 એમ.એમ. એસ.એસ. પાઇપલાઇન બદલાવવાનું કામ કરવામાં આવ્યું. રૂ.4.94 કરોડના ખર્ચે વોર્ડ નં.12માં વેસ્ટ ઝોનમાં વાવડી વિસ્તારમાં, વાવડી હેડવર્કસ કમ્પાઉન્ડમાં સ્ટોરેજ ક્ષમતા વધારવા, નવો જી.એસ.આર. બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.”સૌની યોજના” મારફત આજી-1 જળાશયમાં 02(બે) વખત પાણી મેળવવામાં આવેલ. જેમાં પ્રથમ વખત, તા.28/11/2023ના રોજ 1730 એમ.સી.એફ.ટી તથા બીજી વખતતા.01/06/2024ના રોજ 201 એમ.સી.એફ.ટી.મળી, એમ કુલ 1931 એમ.સી.એફ.ટી. પાણી મેળવવામાં આવેલ. સૌની યોજના મારફત ન્યારી-1 જળાશયમાં 01(એક) વખત 600 એમ.સી.એફ.ટી. પાણી મેળવવામાં આવેલ. શહેરના જુદા જુદા વોર્ડમાં પાણીની જુની પાઈપલાઈનના સ્થાને તબક્કાવાર ડી.આઈ. પાઈપલાઈન નાખવાની કામગીરી ગતિમાં છે.અંતમાં વોટર વર્કસ સમિતિના ચેરમેન તરીકે અશ્વિનભાઈ પાંભરએ જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકાના શાસકો શહેરીજનોને નિયમિત 20 મિનિટ પાણી પુરૂ પાડવા કોઈપણ સંજોગોમાં પાણીપૂરવઠો જળવાઈ રહે તે માટે શાસકો સતત પ્રયત્નશીલ અને કટ્ટીબધ્ધ છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.