પીડીયુંના એક પોઝિટિવ દર્દીનું સેમ્પલ પુણે મોકલાયું, તે દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી : પીડીયું નિયમ તળે સમયાંતરે સેમ્પલ પુણે મોકલે જ છે
હાઇ રિસ્ક ક્ધટ્રીમાંથી આવનાર 17 લોકોનો રિપોર્ટ નેગેટિવ,બે ના રિપોર્ટ માત્ર પૂર્તતા માટે પુણે લેબમાં મોકલાયા
રાજકોટમાં ઓમિક્રોનના શંકાસ્પદ કેસની અફવાઓને પગલે લોકોમાં ગભરાહટ ફેલાય છે. હકીકતમાં રાજકોટમાં ઓમિક્રોનનો કોઈ શંકાસ્પદ દર્દી નોંધાયો નથી. પીડિયુંના એક પોઝીટીવ દર્દીનું સેમ્પલ પુણે મોકલાયું, તે દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. પીડિયુંએ માત્ર નિયમ તળે સમયાંતરે સેમ્પલ પુણે મોકલવાનું હોય છે જે અંતર્ગત આ દર્દીનું સેમ્પલ પુણે મોકલ્યું છે. બીજી તરફ હાઇ રિસ્ક ક્ધટ્રીમાંથી આવનાર 17 લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આ પૈકીના 2ના રિપોર્ટ માત્ર પૂર્તતા માટે પુણે લેબમાં મોકલાયા છે.
રાજકોટ શહેર અને જિલ્લામાં ઓમિક્રોન વેરીએન્ટનું સંક્રમણ ધરાવતા હાઈ રિસ્ક ક્ધટ્રીમાંથી 174 લોકો આવ્યા છે. આ તમામ લોકોમાંથી 84 લોકોના રિપોર્ટ તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે. જ્યારે બાકીના રિપોર્ટ કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. જેટલા રિપોર્ટ કરવામાં આવ્યા છે. તે તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જાહેર કર્યું છે. વધુમાં કોરોનાના નવા વેરીએન્ટ અંગે હજુ ઘણું સસ્પેન્સ ચાલી રહ્યું છે. તેવામાં તકેદારીના ભાગરૂપે જિલ્લા તંત્રએ આફ્રિકાથી અહીં આવેલા બે વ્યક્તિઓ કે જેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેમના સેમ્પલ માત્ર પુર્તતા માટે પુણેની લેબમાં મોકલવામાં આવ્યા છે. એટલે આ બે કેસોને ઓમિક્રોનના શંકાસ્પદ કેસ બિલકુલ ન કહી શકાય.
બીજી બાજુ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક કોરોનાના પોઝીટીવ દર્દીના સેમ્પલ પુણે લેબમાં મોકલવામાં આવ્યા છે. આ દર્દી ઓમિક્રોનનો શંકાસ્પદ દર્દી નથી. આ દર્દી તો રિકવર થવા ઉપર હોવાનું પીડિયુંના સૂત્રો જણાવી રહ્યા છે. નિયમ પ્રમાણે સમયાંતરે સિવિલ હોસ્પિટલને કોરોના દર્દીના સેમ્પલ પુણે મોકલવાના થતા હોય છે. જે અંતર્ગત આ રિપોર્ટ પણ પુણે મોકલવામાં આવ્યો છે.
હાલ રાજકોટમાં એક – બે એમિક્રોનના શંકાસ્પદ દર્દીઓ નોંધાયા હોવાની અફવા સોશિયલ મીડિયા ઉપર તેમજ અન્ય જગ્યાએ વહેતી થઈ છે. જેના કારણે રાજકોટમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
નિયમિત ચેકઅપ માટે સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા છે: તબીબી અધિક્ષક
પીડીયું હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદીએ ’અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે,સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ હાલ એક જ દર્દી એડમિટ છે અને જે રેગ્યુલર સંદર્ભે પુણે સેમ્પલ મોકલવામાં આવતા હોઈ છે તે જ સેમ્પલ મોકલવામાં આવ્યું છે.અને તે દર્દીમાં હાલ ઓમિકોન સિમટમ્સ છે નહિ.અને તે દર્દીની કોઈ ટ્રાવેલહિસ્ટ્રી પણ નથી.અને માત્ર એક જ દર્દીનું સેમ્પલ સિવિલ હોસ્પિટલમાંથી મોકલવામાં આવ્યું છે.
તંત્ર સજ્જ : જરૂર પડ્યે બેડ- ટેસ્ટ સહિતની સુવિધા વધારાશે
જિલ્લા તંત્ર નવા વેરીએન્ટને પગલે સજ્જ બન્યું છે. જરૂર પડ્યે બેડ – ટેસ્ટ સહિતની સુવિધા વધારવામાં આવનાર છે. આ મામલે જિલ્લા કલેકટર દ્વારા તાજેતરમાં જ હોસ્પિટલો સાથે બેઠક યોજી હતી. તમામને શંકાસ્પદ કેસ આવે તો તુરંત જાણ કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત હોસ્પિટલોને બેડ અને ટેસ્ટ તેમજ અન્ય સુવિધાઓ જરુર પડયે વધારવાની સૂચના પણ આપવામાં આવી હતી. આમ તંત્ર નવા વેરીએન્ટ સામે સજ્જ બની ગયું છે. જિલ્લા તંત્રએ એવી અપીલ કરી છે કે લોકોએ ડરવાની જરૂર નથી. માત્ર સાવચેત રહેવાની જરૂર છે.