ઉતરાખંડ અને નિકોબાર દ્વિપમાં ભુકંપનાં આંચકા આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં ઉતરાખંડમાં ભુકંપની તિવ્રતા ૩.૯ અને નિકોબારમાં તિવ્રતા ૪.૯ નોંધાઈ છે. જોકે આ ભુકંપની ઘટનામાં કોઈ જાનહાની થઈ હોવાનાં અહેવાલો મળ્યા નથી.
ઈન્ડિયા મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટનાં જણાવ્યા મુજબ ગત મોડીરાતથી સવાર સુધીમાં ઉતરાખંડ અને નિકોબારમાં ધરતીકંપનાં આંચકા અનુભવાયા હતા. ઉતરાખંડમાં ચામોલી જીલ્લામાં આજે વહેલી સવારે ૩.૯ની તીવ્રતાનો ભુકંપ આવ્યો હતો.
જયારે નિકોબાર આઈલેન્ડમાં ગતરાત્રે ૧૨:૩૫ વાગ્યે ૪.૯ની તિવ્રતાનો ભુકંપ આવ્યો હતો. આ ભુકંપનાં આંચકાથી કોઈ જાનહાની થઈ હોય તેવા અહેવાલો મળ્યા નથી. જોકે ભુકંપનાં આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઉપરાંત ઉતરાખંડમાં આવેલા ભુકંપનાં કારણે ભુસ્ખલન થયું હોવાનું પણ જાણવા મળ્યું છે.