અલ્પેશ કથીરીયાની જેલમૂકિતની માંગને દબાવવાનો પ્રયાસ, બંધ બારણે આવેદન સ્વીકારાતા પાસના ક્ધવીનરોમા રો
કલેકટર કચેરીએ ચૂસ્ત બંદોબસ્ત સાથે પોલીસ ટીમ ખડેપગે
પાસ દ્વારા આજે અલ્પેશ કથીરીયાની જેલમૂકિતની માંગ સાથે જિલ્લા કલેકટરેને આવેદન પાઠવવામાં આવ્યું હતુ પરંતુ આ વેળાએ કલેકટરે પોતાની ચેમ્બરમાં મીડીયા નોટ એલાઉનું ફરમાન કરીને બંધ બારણે આવેદન પત્ર સ્વીકાર્યંુ હતુ ત્યારે થોડીવાર માટે કલેકટરની ચેમ્બર બહાર હોબાળો પણ મચી જવા પામ્યો હતો.
પાસના ૫૦થી વધુ ક્ધવીનરોએ આજે અલ્પેશ કથીરીયાની જેલમૂકિતની માગં સાથે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવાનું આયોજન કર્યું હતુ જે મુજબ નિયમનુસાર કલેકટર કચેરીમાં માત્ર ૫ થી ૬ જ પાસના ક્ધવીનરોએ પ્રવેશ કર્યો હતો. પરંતુ આવેદન પાઠવતી વેળાએ મીડીયાને અંદર પ્રવેશવાની જિલ્લા કલેકટરે ના ફરમાવી દીધી હતી. કલેકટરે આ આવેદન બંધ બારણે સ્વીકાર્યું હતુ મીડીયાને ચેમ્બરમાં પ્રવેશ ન અપાતા થોડીવાર માટે કલેકટરની ચેમ્બરની બહાર હોબાળો પણ મચી ગયો હતો.
આ મામલે પાસના ક્ધવીનર હેમાંગ પટેલે જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી અમારો નિદોર્ષ યુવા આંદોલનકારી અલ્પેશ કથીરીયા ખોટા રાજદ્રોહનાં કેસમાં જેલમાં ગોંધી રાખવામાં આવ્યો છે. તેને ત્વરીત જેલમૂકત કરવામાં આવે તેમજ આણંદમાં પણ નિદોર્ષ યુવાન પીયુષ કાકડીયાને પોલીસે ખોટી રીતે મારમાર્યો હતો. જેથી જવાબદાર પોલીસ અધિકારી સામે પગલા ભરવામાં આવે તેવી માંગ છે. જો આ માંગ સ્વીકારવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું કે પાસના આગેવાનો આ મામલે આજે જિલ્લા કલેકટરને આવેદન પાઠવવા કલેકટર કચેરીએ આવ્યા હતા.
ત્યારે કલકેટરે મીડીયાને આવેદન આપતી વેળાએ દૂર રાખીને બંધ બારણે આવેદન સ્વીકાર્યું હતુ કોઈ પણ વાત મીડીયા મારફતે લોકો સુધી પહોચતી હોય છે.ત્યારે અલ્પેશ કથીરીયાની જેલમૂકિતની જે માંગ ઉઠાવવામાં આવી છે. તે માંગ લોકો સુધી ન પહોચે તેવો તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. પાસની ટીમ દ્વારા કલેકટરને મીડીયા એન્ટ્રી માટે વિનંતી કરવામાં આવી હતી પરંતુ કલેકટર ટસના મસ થયા ન હતા. આ મામલાને વધુ હાઈલાઈટ થવા ન દેવા માટે ઉપરથી પ્રેસર આવ્યું હોય તેવું લાગી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે પાસ દ્વારા આજે આવેદન પાઠવવાનાં કાર્યક્રમની જાહેરાત કરાઈ હતી ત્યારે કલેકટર કચેરીએ બંદોબસ્ત માટે પ્ર.નગરનો અડધો સ્ટાફ દોડી ગયો હતો. ઉપરાંત એક પોલીસ બસ પણ કલેકટર કચેરીનાં ગ્રાઉન્ડમાં ખડકી દેવામાં આવી હતી.