નાપાક હરકતોને સહેજ પણ સહન કરવામાં નહીં આવે: રાજનાથસિંહ
રક્ષામંત્રી રાજનાથસિંહે ભારતનાં દરિયા કિનારા વિસ્તારોની સુરક્ષા માટે જણાવતા કહ્યું હતું કે, નાપાક હરકતો કરનાર આતંકીઓનું ધ્યાન ભારતનાં પશ્ર્ચિમી તટ પર રહેલું છે. તેઓએ આશંકા વ્યકત કરી હતી કે, ભારત દેશનાં પડોશી મુલ્ક પશ્ર્ચિમી દરિયાઈ સીમા ઉપર આતંકી હુમલો કરવાની પેરવી કરી રહ્યા છે જેથી કચ્છથી કેરલ સુધી દરિયાઈ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. આ તકે તેઓએ જણાવ્યું હતું કે, એવી કોઈપણ નાપાક હરકતોને સહન નહીં કરવામાં આવે અને જો આ પ્રકારની કાર્યવાહી થશે તો તેનાં પણ ગંભીર કાર્યવાહી દેશ દ્વારા કરાશે. વધુમાં સરંક્ષણ મંત્રી રાજનાસિંહે કહ્યું છે કે પાડોશી દેશના આતંકીઓ ભારતમાં સમુદ્ર માર્ગે હુમલો કરી શકે છે પણ આપણે તે માટે તૈયાર છીએ. પાકિસ્તાન જો ભારતને હેરાન કરતું રહેશે તો આપણે પણ તેને શાંતિી રહેવા નહીં દઈએ. કોલ્લમ ખાતે માતા અમૃતાનંદમયીના ૬૬મા જન્મ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં રાજનો કહ્યું કે આપણો દરિયાકાંઠો કેરળ સુધી ફેલાયેલો છે. એક સંરક્ષણ મંત્રી તરીકે હું આશ્વાસન આપું છું કે આપણી સમુદ્ર સુરક્ષા વ્યવસ અત્યંત મજબૂત છે. પુલવામા હુમલા અંગે તેમણે કહ્યું કે કોઈપણ નાગરિક આપણા સૈનિકો દ્વારા અપાયેલી કુર્બાની ભૂલી શકશે નહીં. પુલવામા હુમલા પછી ોડા દિવસ બાદ આપણા વાયુદળે પાકિસ્તાનના બાલાકોટમાં હુમલો કર્યો હતો. આપણે કોઈને હેરાન કરતા ની પણ જો કોઈ આપણને હેરાન કરે તો તેને ચેની રહેવા દેતા ની. જે દેશ પોતાના સૈનિકોની કુરબાની યાદ ની રાખતો તેને દુનિયામાં ક્યાંય માન-સન્માન મળતું ની. જે સૈનિકોએ દેશ માટે કુરબાની આપી તેમના પણ માતા-પિતા છે. તે ભૂલવું ન જોઈએ. આ અગાઉ રાજનાસિંહે અન્ય એક કાર્યક્રમમાં કહ્યું હતું કે પાકિસ્તાન ૧૯૭૧ જેવી ભૂલ ન કરે. ૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાનના ટુકડા ઈ ગયા હતા. પાકિસ્તાન આતંકીની મદદ વડે ભારતને અસ્રિ કરવાનો પ્રયાસ કરે છે. તે કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં.
સીઆરપીએફનાં ૪૦ જવાનોનાં પરિવારોને ૫ લાખ રૂપિયાની સહાય આપવાનાં પ્રસંગે રાજનાથસિંહે જણાવ્યું હતું કે, મુંબઈ ખાતેનાં ૨૬/૧૧નાં હુમલા બાદ આતંકીઓ દેશની દરિયાઈ સુરક્ષાને ભેદી શકયા નથી જેનો શ્રેય ઈન્ડીયન નેવી અને કોસ્ટગાર્ડનાં જવાનોનાં શીરે જાય છે અને આગામી દિવસોમાં એવી કોઈપણ ઘટનાને અંજામ નહીં અપાય તે દિશામાં સૈન્ય તેની જવાબદારી સ્વૈચ્છિક રીતે સ્વિકારી લીધી છે પરંતુ આતંકી હુમલાની દહેશતને નકારી ન શકાય. વધુમાં તેઓએ તટીય વિસ્તાર પર રહેતા લોકોને જણાવતા કહ્યું હતું કે, લોકોએ પણ તેમની સ્વૈચ્છિક જવાબદારીઓ નિભાવવી પડશે અને એવી કોઈપણ ઘટના ઘટે તો તેની સુચના કોસ્ટગાર્ડ અને નેવી સ્ટાફને આપી દેવી જેથી યોગ્ય રીતે કાર્યવાહી થઈ શકે અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે.