આગમચેતીરૂપે ટેસ્ટિંગ વધતા કોરોના કેસોમાં તીવ્ર ઉછાળો
હાલ ટેસ્ટિંગ વધતા કોરોના કેસો તો ચોક્કસ વધી જ રહ્યા છે પણ મિશ્ર ઋતુને કારણે ફલૂના કેસોમાં ધરખમ ઉછાળો નોંધાઈ રહ્યો છે. ત્યારે મહત્વપૂર્ણ બાબત એ છે કે, જે રીતે ફલૂ અને કોરોના એમ બંનેના લક્ષણો એકસરખા હોવાથી દર્દી ફલૂથી પીડિત છે કે કોરોના સંક્રમિત છે? તેની તાગ મેળવવો ખુબ અઘરું બની જાય છે ત્યારે શું ફલૂના કેસોને કોરોના સંક્રમિત ગણવામાં આવી રહ્યા છે કે કેમ? તેવો પણ સવાલ ઉઠ્યો છે.
હાલ દેશમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 36000ને આંબી ગઈ છે. એકતરફ કોરોનાનો કહેર અને બીજી બાજુ મિશ્ર ઋતુના કારણે એન્ફ્લુએંઝા જેવા ફલુના કેસો પણ વધી રહ્યા છે. ત્યારે ફલૂ અને કોરોના વચ્ચે ખૂબ જ મૂંઝવણની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે.
ફલૂમાં નાક બંધ થવું, શરદી, માથા-શરીરમાં દુખાવો, ઝાડા-ઉલ્ટી જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે ત્યારે કોરોનામાં પણ આ પ્રકારના જ લક્ષણો સામે આવતા ભારે મૂંઝવણની સ્થિતિ ઊભી થઈ છે. સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિને તાવ આવે, કફ થાય, ગળું સુકાય, શરીરમાં દુખાવો, ઝાડા- ઉલટી, તેમજ શ્વાસ લેવામાં તકલીફ થાય ત્યારે તેઓ કોરોના સંક્રમિત હોય તેવું માનતા હોય છે પરંતુ ખરેખર આ પ્રકારના લક્ષણો ફ્લુના પણ હોઈ શકે છે. પરંતુ ફલૂ અને કોરોના વચ્ચે એક મોટો તફાવત છે કે, ફલૂની અસર 1 થી 4 દિવસ સુધી રહેતી હોય છે જ્યારે કોરોનાની અસર સામાન્ય રીતે 2 થી 14 દિવસ સુધી જોવા મળે છે. ત્યારે દર્દીને જો આ પ્રકારના લક્ષણો જોવા મળે તો કોઈ જ નિર્ણય પર પહોંચતા પૂર્વે ટેસ્ટ કરાવી લેવો શ્રેષ્ઠ માર્ગ છે. જેથી ખરેખર દર્દી ફલૂથી પીડાઈ રહ્યો છે કે કોરોના સંક્રમિત છે તેનો સાચો અંદાજ મેળવી શકાય છે.
ભારતમાં રવિવારે પૂરા થતા સપ્તાહમાં કોરોના કેસોમાં 79%નો વધારો નોંધાયો હતો. કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં 36,000થી વધુ થઇ ગઈ છે, જે લગભગ સાત મહિનામાં સૌથી વધુ સાપ્તાહિક ગણતરી છે. કારણ કે એવા રાજ્યોમાં ચેપ ફેલાવાનું શરૂ થયું હતું જ્યાં પાછલા અઠવાડિયા સુધી કેસ પ્રમાણમાં ઓછા હતા.
હાલ કોરોનાને લીધે થતાં મોત કાબુમાં હોવાથી ચિંતા પ્રમાણમાં ઓછી છે પણ દર્દીઓ વધતા હવે કોવીડ ડેથ ટોલ વધી રહ્યો છે. ભારતમાં સપ્તાહ દરમિયાન (3 થી 9 એપ્રિલ) દરમિયાન 68 મોત નોંધાઈ ચુક્યા છે જાનહાનિ જે આંકડો અગાઉના સપ્તાહમાં 41 હતો.
એવા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સંખ્યા ઝડપથી વધી છે જ્યાં અત્યાર સુધી કેસ પ્રમાણમાં ઓછા હતા તેમાં રાજસ્થાનનો સમાવેશ થાય છે, જ્યાં સપ્તાહ દરમિયાન સંખ્યા વધીને 631 થઇ ગઈ છે. છત્તીસગઢમાં કેસ 113 થી વધી 462એ પહોંચ્યા છે. ઓડિશામાં 193 થી વધી 597 અને જમ્મુ કાશ્મીરમાં 129 થી વધી 413 સુધી પહોંચ્યો છે. ભારતમાં અઠવાડિયા દરમિયાન 36,250 નવા કેસ નોંધાયા છે, જે અગાઉના સાત દિવસમાં 20,293 હતા. કોવિડના વધતા કેસોમાં આ સતત આઠમું સપ્તાહ હતું.
અઠવાડિયા દરમિયાન નોંધાયેલા 68 મૃત્યુમાંથી મહારાષ્ટ્રમાં 15, દિલ્હીમાં 10, હિમાચલ પ્રદેશમાં 8, ગુજરાતમાં 6 અને કર્ણાટકમાં 5નો સમાવેશ થાય છે.
મોટાભાગના રાજ્યોમાં કોરોનાનો સડસડાટ ચડતો ગ્રાફ : ગુજરાતમાં કેસોમાં 15%નો ઘટાડો!!
સતત બીજા અઠવાડિયે કેરળમાં સૌથી વધુ 11,296 નવા કેસ નોંધાયા છે, જે પાછલા સપ્તાહની તુલનામાં 2.4 ગણો વધારો છે. ત્યારબાદ મહારાષ્ટ્રમાં 32%ના ઉછાળા સાથે 4,587 નવા દર્દીઓ ઉમેરાયા છે. દિલ્હીમાં 94%ના ઉછાળા સાથે 3,896 દર્દીઓનો ઉમેરો થયો છે જયારે ગુજરાતમાં 15%નો ઘટાડો નોંધાયો છે.
ફકત એક જ સપ્તાહમાં 79%ના ઉછાળા સાથે સાત દૈનિકો કેસોની સંખ્યા સાત માસની ટોચે
ભારતમાં રવિવારે પૂરા થતા સપ્તાહમાં કોરોના કેસોમાં 79%નો વધારો નોંધાયો હતો. કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં 36,000થી વધુ થઇ ગઈ છે, જે લગભગ સાત મહિનામાં સૌથી વધુ સાપ્તાહિક ગણતરી છે. કારણ કે એવા રાજ્યોમાં ચેપ ફેલાવાનું શરૂ થયું હતું જ્યાં પાછલા અઠવાડિયા સુધી કેસ પ્રમાણમાં ઓછા હતા.
રાજ્યમાં સોમવારે નવા 212 દર્દીઓનો ઉમેરો : એકનું મોત
સોમવારે રાજ્યમાં કુલ 212 નવા દર્દીઓનો ઉમેરો થયો છે. જેમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં 78, વડોદરા શહેર – જિલ્લામાં 32, સુરત શહેર-જિલ્લામાં 23 અને રાજકોટ શહેરમાં શૂન્ય અને ગ્રામ્યમાં 3 નવા દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાં કોરોના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં રાજ્યમાં દૈનિક કેસોમાં 15%નો ઘટાડો નોંધાયો છે. જો કે, સોમવારે અમદાવાદ શહેરમાં કોરોનાએ એક વ્યક્તિનો ભોગ લીધો છે.