ભારતીય પૈંગોલિન બિલાડીથી થોડું ઊંચુ અને દાંત વગરનું પ્રાણી છે : તે કોઇને નુકશાન કરતું નથી, મોટા ભાગે એકલું કીંડીખાઉ જાનવર છે
કીડીખાઉ અલગ પ્રકારનો વન્યજીવ:તે કોઇને નુકશાન કરતું નથી
તેના શરીર પરના ભીંગડામાંથી દવા બનાવતી હોવાથી તેની મોટાપાયે દાણચોરી થાય છે : ભારત, શ્રીલંકા, નેપાળ, ભૂતાનના પર્વતીય વિસ્તારોમાં મળી આવતાં આ પ્રાણી કીડી અને ઉધઇ ખાય છે, આ જીવ કોઇનો સામનો કરી શકતું નથી
આ પૃથ્વી ઉપર લાખો જીવો આપણી સાથે જીવી રહ્યાં છે. પર્યાવરણ અસંતુલનની અસરો સાથે વધતી માનવ વસ્તીને કારણે જંગલો કપાતા ઘણા વન્યજીવોનાં આવાસ-આહારના પ્રશ્નો ઉભા થતાં લુપ્ત થવા લાગ્યા. ઘણા જીવો ગ્રામ્ય કે શહેરી વિસ્તારોમાં ખોરાકની શોધમાં આવી જતાં જોવા મળે છે. પૈંગોલિન (કીડીખાઉ) આ પ્રકારનું જ એક વન્ય પ્રાણી છે. આપણે હજી તો ઘણા જીવોને જાણ્યા કે જોયા જ નથી ત્યારે આવી લુપ્ત થતી પ્રજાતિના બચાવ કાર્ય માટે નેચર પ્રેમીઓ જાગૃત થયા છે.
વિશ્ર્વભરમાં જોવા મળતા પૈંગોલિન એક વિચિત્ર અને અલગ પ્રકારનું વન્યજીવ છે. તે બિલાડીથી થોડું ઊંચુ દાંત વગરનું પ્રાણી છે. તે કોઇને ક્યારેય નુકશાન પહોંચાડતું નથી. ઉલ્ટાનું માનવીનું ઘણીવાર મિત્ર બની જાય છે. તે અન્ય જીવોનો સામનો કરી શકતું નથી. ભૂતાન, નેપાળ, શ્રીલંકા અને ભારતના પર્વતીય વિસ્તારોમાં વિશેષ જોવા મળે છે. તે મોટાભાગે એકલું રહેનાર જીવ છે તો સંવનન દરમ્યાન જ નર-માદા થોડો સમય સાથે રહે છે. તેનો મુખ્ય ખોરાક કીડી અને ઉધઇ છે.
એશિયામાંથી પૈંગોલિન કે સ્કેલી એન્ટઇટરની વસ્તી નામશેષ થઇ રહી છે ત્યારે વર્લ્ડ લાઇફ કંટ્રોલ બ્યૂરોએ ઘણા મોડા સમય બાદ ઇન્ટરપોલની મદદથી ઓપરેફાન કીડીખાંઉ શરૂ કર્યું હતું. વર્લ્ડ ક્રાઇમ કંટ્રોલ બ્યૂરો તો માનવા તૈયાર ન હોતા કે તે કોઇ પ્રાણી બચાવ ઝુંબેશમાં જોડાવાના છે. દર વર્ષે 25 હજાર જેટલા પૈંગોલિનની હત્યા કરી તેને ચીન જેવા વિવિધ દેશોમાં મોકલાય છે. આપણાં દેશમાં આવુ ગેરકાયદેર કામ થઇ રહ્યું છે જેમાં કાચબા, નાના પ્રાણી, પક્ષીઓ વિગેરે લાવીને દેશ-વિદેશમાં વહેંચી દેવાય છે. દરિયાઇ પ્રાણીઓ-માછલીઓ ક્ધટેનરમાં ભરીને સિંગાપુર, ચીન અને હોંગકોંગ મોકલાય છે.
આ કીડાખાઉ પૈંગોલિનને તેના પર હુમલો થવાનો સંકેત મળે કે તરત જ ગોળ આકારનું દડા જેવું બની જાય છે. તે પગ ઉપર ઉભું રહે તો તેની ઉંચાઇ 4 ફૂટ જેવી થાય છે. તે ચાલવા કે આગળ વધવા પાછલા પગનો ઉપયોગ કરે છે. તે કાદવ-કચરા કે માટીના ઢગલામાંથી પોતાના લાંબા જડબાની મદદથી નાના જીવજંતુનો શિકાર કરે છે. ખાસ કરીને તે પર્વતોની પાસે કે કીડીના દર કે ઉધઇના રાફડા પાસે વધુ જોવા મળે છે. અહિંથી તેમને ખોરાક સહેલાયથી મળી જાય છે. તેનું મોઢુ કોન આકારનું હોવાથી નાના જીવજંતુને અંદરથી સહેલાયથી પકડીને શિકાર કરી લે છે. નાનકડી કાળી આંખો, લાંબુ નાક સાથે લાંબી ચિકણી જીભને કારણે શિકારને પકડીને સીધુ ગળી જાય છે. ખૂબીની વાત તો એ છે કે જ્યારે શિકાર ન કરવાનો હોય ત્યારે તેની જીભ શરીરની અંદર છાતીના ભાગ પાસે પડી રહે છે. આ વન્યજીવ આકારે વિચિત્રતા છે જ સાથે તેની શરીર રચના પણ વિચિત્રતા ભરેલ છે.
તેની શરીર રચના ઘણી ખાસિયતોમાં તેના શરીર ઉપર વધુ એક આવરણ હોય છે જેને કારણે તેનું મોઢુ અને આગળનો ભાગ ઢંકાઇ જાય છે. જો કે આમ કરવા છતાં તેનું પેટ ખૂલ્લુ જ રહી જાય છે તેથી તેને પકડવું સહેલું થઇ જાય છે. ફેશનની દુનિયામાં તેના શરીરનો ઉપયોગ વધુ થવાથી શિકારીઓ છેલ્લા અઢી દાયકાથી શિકાર કરે છે. વજન ઘટાડવું, કેન્સર, દમ કે ચામડીના રોગોમાં તેનામાંથી દવા બનાવાતી હોવાથી ચીન અને વિયેટનામ જેવા દેશોમાં તેની નિકાસ કે દાણ ચોરીથી મોકલાય છે.
તેના શરીર ઉપરનાં ભીંગડામાંથી પણ દવા બને છે. તેથી કેરણ, ઓરિસ્સા, તામિલનાડુ જેવા રાજ્યોમાં તેનો શિકાર કરીને દવા બનાવાતી હોવાનું જાણવા મળે છે. ભારતીય પેંગોલિનની આપણા દેશમાં મોટાપાયે હેરાફેરી થાય છે. વિશ્ર્વમાં પણ પૈંગોલિનની દાણચોરીમાં ટોપ પર તેની ગણના થાય છે. તેને પકડવા માટેના ખાસ શિકારીઓ હોય છે જે આ કામ કરતાં હોય છે. ચીન દેશમાં દાણચોરી પર પ્રતિબંધ છે પણ પૈંગોલિનને એમાંથી દૂર રાખ્યું છે. કદાચ આજ કારણે બુંદા પ્રકારના પૈંગોલિન જાતિ લુપ્ત કે નાશ પામી છે. આફ્રિકા જેવા વિવિધ દેશોમાં તેની માંગ વધુ હોય છે. એકટન તેનાં ભીંગડા ભેગા કરવા હોય તો 1660 કીડીખાઉનો શિકાર કરવો પડે છે.
ચીન-થાઇલેન્ડ જેવા દેશોએ એનો શિકાર બંધ કરવો જ પડશે નહિંતર આગામી વર્ષોમાં પૈંગોલિન માત્ર ફોટામાં રહી જશે. તે એક પર્યાવરણનું કાર્ય કરે છે. જમીન માટે કુદરતી ખાતર અને ઉધઇને નિયંત્રણ કરે છે. એક વર્ષમાં પૈંગોલિન 70 મિલિયન જીવાણું ખાય જાય છે. દક્ષિણ-અમેરિકામાં તેની વસ્તી ઘણી જોવા મળે છે. આપણે તેને કીડીખા કહીએ તો અંગ્રેજીમાં એન્ટ ચાઇટર કહેવાય છે તેની જીભ બે ફૂટ લાંબી હોય છે. તેની આંખો અને કાન માત્ર દેખાવના જ હોય છે. એક સેક્ધડમાં બે લબકારા મારીને 100 કીડીને જીભમાં ચોંટાડીને સીધુ ગળકી જાય છે.
મુખ્ય પાંચ જાતના જોવા મળતા કીડીખાઉમાં કેટલાંક તો ઘેટાના કદ જેવડા મોટા જોવા મળે છે. તે એક દિવસમાં 25 થી 30 હજાર કીડી ખાય જાય છે. આ પ્રાણી ખૂબ જ આળસું હોવાથી દરરોજ 16 કલાક ઉંઘે છે. તેની ચાલ પણ ધીમી હોય છે જેને કારણે તેની કેલરી સાવ ઓછી વપરાય છે. તે જીભની પાછળની ભાગે નાના વળેલા કાંટા હોય છે. ભારતની સાથે ગુજરાતમાં પણ તે જોવા મળે છે. તે નિશાચર પ્રાણી હોવાથી આપણને ભાગ્યે જ જોવા મળે છે. કીડીખાઉ, શલ્વો, પૈંગોલિનને શરીર ઉપર ભીંગડા તેના રક્ષણ કવચનું કામ કરે છે. પગના લાંબા નકોર દ્વારા દર બખોલ ઝડપથી ખોદી શકે છે, અને એમાં તે આખો દિવસ આરામ કરે છે. તેના અંગો ઔષધ તરીકે વપરાય છે. દર વર્ષે એક લાખ જેટલા કીડીખાઉને મારી નખાય છે. તેનું વજન 10 થી 20 કિલો હોય છે. તેઓ જોડીમાં રહેતા જોવા મળે છે. સ્વરક્ષણ માટે માનવો ઉપર કે શિકારી પ્રાણીઓ પર પણ હુમલો કરી શકે છે. માદા તેના બચ્ચાને પીઠ ઉપર બેસાડીને જંગલમાં સેર કરાવે છે. જીવ વિકાસ દરમ્યાન તેણે પોતાનું જીવન ઢાળી લેતા તે હજી સુધી બચી શક્યું છે.
કીડીખાઉ પ્રાણી રોજ 30 હજાર કીડી ખાય જાય છે !!
પૈંગોલિન કે કીડીખાઉ કીડીના રાફડામાં બે ફૂટ લાંબી ચિકણી જીભને આગળ પાછળ રાફડામાં ફેરવે ને તેની જીભમાં કીડી ચોંટી જાય તે સીધી તેને ગળી જાય છે. જીભની પાછળની બાજુએ વળેલા ઝીંણાં કાંટા હોય છે. તે એક દિવસમાં 30 હજાર કીડીને સ્વાહા કરી જાય છે. આ નિશાચર પ્રાણી રાત્રે જ જોવા મળે છે તે 16 કલાક ઉંઘે છે અને ચાલ પણ ધીમી હોવાથી તેની કેલરી વધુ વપરાતી નથી. તેના શરીર પરનાં ભીંગડા રક્ષણ કવચનું કામ કરે છે. ભય લાગતા તે શરીરને ગોળાકાર દડાની માફક બનાવી લે છે. અંદાજે 20 કિલો વજન ધરાવતા પૈંગોલિન 20 વર્ષનું આયુષ્ય ભોગવે છે. તે તેના બચ્ચાને પીઠ પર બેસાડીને જંગલમાં ફરવા લઇ જાય છે. તેના આંખો અને કાન માત્ર દેખાવના હોય છે તે આગળ ચાલવા માટે પાછલા પગનો ઉપયોગ કરે છે. તેના શરીરના વિવિધ ભાગોમાંથી કેન્સર, દમ, ચામડીના રોગો, વજન ઘટાડવા જેવાની દવા બનાવાતી હોવાથી તેની દાણચોરી બહુ જ થાય છે. ચીન-વિયેટનામ જેવા દેશોમાં તેની માંગ વધુ છે. તેના પગના લાંબા નહોર વડે તે ખૂબ જ ઝડપથી દર કે બખોલ બનાવવાની ક્ષમતા ઘરાવે છે. તેની અમુક પ્રજાતિઓ ઘેટા જેવડ જોવા મળે છે પણ સામાન્ય રીતે 75 સે.મી. ઉંચાઇ હોય છે. પગ ઉપર તે ઉભું રહેતા 4 ફૂટ ઉંચુ લાગે છે. તેનું મોઢું કોન આકારનું હોવાથી તે દરમાંથી આસાનીથી કીડી જેવા જીવજંતુને આસાનીથી શિકાર કરી લે છે.